Home News “તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડીઓ પિતા હોત અને સાધુઓ સિદ્દી સૈયદની...

“તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડીઓ પિતા હોત અને સાધુઓ સિદ્દી સૈયદની જાળીમાં વીંટીઓ વહેંચતા હોત” : સ્વા. સંપ્રદાયના આચાર્ય

Face Of Nation 07-05-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય ખરેખર ધર્મગુરૂને લાયક છે કે કેમ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. ગાદીએ બેસીને આચાર્ય કૌશલેન્દ્ર પાંડે બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. ઉંમરની સાથે સાથે કદાચ તેમનું માનસિક સંતુલન પણ ઉંમરલાયક થઇ રહ્યું છે. અગાઉ પણ સ્ટેજ ઉપરથી પાંડેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે. આગમવાણીમાં કહેવાયું છે કે, “કળિયુગની એ નિશાની હશે જયારે પાખંડની પૂજા થતી હશે અને લોકો પાખંડીઓને જ સાચા માનશે” આજે આસારામ, રામપાલ, રાધે માં, અશોક ખેરાત જેવા લોકો આ વાતને સાચી ઠેરવી રહ્યા છે. આસારામ અને રામપાલ સામે અનેક ગુનાઓ હોવા છતાં આજે પણ તેમના અનુયાયીઓ માટે આ બધા ભગવાન સમાન છે. ખેર ! આચાર્ય પાંડેને જ્યારે ભગવાનના વંશજ માનવામાં આવી રહ્યા હોય ત્યારે શું બોલવું જોઈએ અને શું ન બોલવું જોઈએ તેમનું તેમને ચોક્કસ ભાન હોવું જોઈએ અને જો ન હોય તો તે ધર્મગુરુ કે ગાદીપતિ કહેવડાવવાને લાયક નથી. કૌશલેન્દ્ર પાંડેનો સોશિયલ સાઈટમાં એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, “મેં કીધું હતું આમને, મહંતને બધા સંતો બેઠા હતા ત્યારે કે ભગવાન ન મળ્યા હોત તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડી પિતા હોત અને તમે સિદ્દી સૈયદની જાળીમાં જઈને વીંટીઓ વહેંચતા હોત” ખરેખર તો આચાર્યનું આ નિવેદન એ વાતની પણ સાબિતી પુરે છે કે, ભગવાનના લીધે તેમની જાહોજલાલી છે બાકી તેમની ઓકાત ચડી પહેરીને બીડી પીવા વાળાની અને સાધુઓની ઓકાત સિદ્દી સૈયદની જાળી આગળ વીંટીઓ વહેંચવા જેટલી જ છે. હવે પ્રશ્ન એ થાય કે જો આ લોકો ભગવાન ન મળ્યા હોત તો આવા કામો કરતા હોત તો તેમના અનુયાયીઓ શું કરતા હોત ?

આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ અગાઉ પણ એવું નિવેદન આપ્યું હતું કે, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”. આવા વિચારો વાળા ધર્મગુરુ કદાપિ ન હોય. જે વ્યક્તિ આવી વિચારધારા ધરાવે છે તેની વિચારશક્તિ કેટલી નબળી હશે તે આવા નિવેદનો થકી સ્પષ્ટ થાય છે. આજે તેમનું વર્ચસ્વ એટલે ટકી રહ્યું છે કેમ કે રાજ્સત્તાને મતબેન્ક માટે ધર્મસત્તાની જરુર છે. બાકી, જો કોઈ આમ નાગરિક સ્ટેજ ઉપરથી બેફામ વાણીવિલાસ કરે કે લોકોને ઉશ્કેરે તો પોલીસ ફરિયાદી બનીને તેની સામે ગુનો દાખલ કરી દે, પરંતુ આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ અગાઉ પણ તેમના જેવી જ વિચારશરણી ધરાવતા આંધળા અનુયાયીઓને ઉશ્કેર્યા હતા અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. છતાં તેમની સામે સરકારે કે પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. જો કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ ? જયારે ઉશ્કેરાટ સમયે જ ગુનો નોંધીને કાર્યવાહીઓ કરવામાં આવે તો આવા લોકો વિરુદ્ધ સમાજમાં દાખલો બેસે કે કાયદો તમામ માટે સરખો છે. પોલીસે કે સત્તાએ ધર્મની આડમાં અનુયાયીઓને ઉશ્કેરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ફરીથી તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોએ એ વાત જાહેર કરી દીધી છે કે, કૌશલેન્દ્ર પાંડેને કે તેમના પરિવારને કોઈ લાજ શરમ જેવું છે જ નહીં. બિન્દાસ્ત સ્વીકાર કરે છે કે, હા અમે તો ભગવાન ન મળ્યા હોત તો આજે છપૈયામાં ચડ્ડીઓ પહેરીને બીડીઓ પિતા હોત અને આ સાધુઓ સિદ્દી સૈયદની જાળી આગળ વીંટીઓ વહેંચતા હોય. ખેર ! કલિયુગ છે એટલે હવે પાખંડ અને પાખંડીઓ જ પૂજાશે તે વાત સ્વીકારી લેવી પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

જેલની હવા ખાઈ ચૂકેલા રામપાલને પાખંડી કહેતા અનુયાયીઓ ઉશ્કેરાયા, ફેસ ઓફ નેશનને ધમકીઓ

બંગાળમાં સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા : હુમલાખોરો ફરાર

હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય