Home Uncategorized ચૂંટણી પરિણામ પહેલા પ્રજાનો મત પારખતા મોદી-શાહના સચોટ જીતના દાવાઓ પાછળનું રહસ્ય...

ચૂંટણી પરિણામ પહેલા પ્રજાનો મત પારખતા મોદી-શાહના સચોટ જીતના દાવાઓ પાછળનું રહસ્ય શું ?

Face Of Nation 05-05-2026 : લોકશાહીમાં સત્તાને પ્રશ્ન કરવાનો સૌને હક છે. રાજકારણમાં રાજકીય નેતાઓના દાવાઓ કે અનુમાન ક્યારેય હંમેશા સાચા જ પડે તેવું બન્યું નથી કે બનતું નથી. કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટીઓ હોય, મોટાભાગે આજદિન સુધી તેઓના નેતાઓ દ્વારા કરવામાં આવતા દાવાઓ સંપૂર્ણ સાચા પડ્યા નથી. આશ્ચર્યની વાત એવી છે કે, ભાજપના અમિત શાહ કે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતા ચૂંટણી પરિણામ અગાઉના જીતના દાવાઓ આજદિન સુધી ક્યારેય ખોટા સાબિત થયા નથી. આ એક જોગાનુજોગ કહેવાય કે પછી કોઈ રાજનીતિક ચાલ તે અંગે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે. બંગાળમાં અમિત શાહે પરિણામ પહેલા જે દાવો કર્યો હતો તે શબ્દશઃ સાચો ઠર્યો છે. આ અગાઉ પણ તેમના દ્વારા થયેલા દાવાઓ સાચા પડ્યા છે. આંકડા સાથે કરવામાં આવતા આ દાવાઓ પ્રજાનો મત પરિણામ પહેલા પારખી ગયા છે તેની ચાડી ખાય છે. ખરેખર આ અંગે કોઈને સવાલ થાય તેમ નથી કેમ કે, હાલ વાતાવરણ ભાજપનું છે અને સત્તા પણ ભાજપની છે, પ્રજાનો ઝુકાવ પણ ભાજપ તરફ છે તેથી આ અંગે કોઈને સવાલ થાય તેમ નથી, પરંતુ આ સવાલ અવગણી શકાય તેમ પણ નથી. એ વાત કદાચ ભાગ્યે કોઈ જાણતા હશે કે, અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારથી તેઓ પત્રકારોને પોતાના  માટે રાજકારણ ચાણક્ય શબ્દ લખવાનું કહેતા. જો કોઈ પત્રકાર રાજકારણના ચાણક્ય એવું લખે તો તેમને વધારે ગમતું હતું. જેથી અમિત શાહને રાજનીતિના ચાણક્ય ચીતરી દેવામાં આવ્યા પણ ક્યારેય કોઈએ એ જાણવાની હિંમત ન કરી કે ખરેખર આ એવું તો શું કામ કરે છે જે ચાણક્ય સાથે સરખાવવા લાયક છે. જીત અગાઉ થયેલા દાવાઓ સંદર્ભે આજદિન સુધી કોઈ  મીડિયાએ અહેવાલ રજૂ કરવાની કે ડિબેટ કરવાની હિમત શુધ્ધા નથી કરી. ખેર ! જવાબ તો ખબર નથી પણ પ્રશ્ન કરવાની ચોક્કસ અમે આજે હિંમત કરી છે અને આ પ્રશ્ન પ્રજાના હિતમાં ઉઠવો જરૂરી છે કેમ કે, પ્રજાનો મત જાહેર થાય તે પહેલા ભાજપના નેતાઓ જાણી જાય છે.
આજ દિન સુધી ક્યારેય કોઈએ એ બાબત ઉપર ધ્યાન આપ્ય્યું નથી કે આપવાનો પ્રયત્ન કર્યો નથી કે, મોદી અને શાહ દ્વારા હંમેશા સાચા પડતા દાવાઓ પાછળનું રહસ્ય શું છે ? જો કોઈ આ મામલે ધ્યાન આપવાનો પ્રયાસ પણ કરે તો તે સરકારની નજરે ચઢી જાય એટલે કદાચ આ મામલે લોકો બેધ્યાન રહેવાનું જ વધારે પસંદ કરતા હશે. ખેર ! આ માત્ર સંયોગ છે કે તેની પાછળ કોઈ સુવ્યવસ્થિત રાજકીય વ્યૂહરચના છે તે એક મુખ્ય સવાલ છે. સામાન્ય રીતે અત્યાર સુધી જોવા મળ્યું છે કે, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ રાજકીય પક્ષો હોય તેમના તમામ નેતાઓ દ્વારા સીટો અંગે કે જીત માટે કરવામાં આવેલા દાવાઓ ખોટા સાબિત થાય છે. આ સ્વાભાવિક છે કેમ કે, પ્રજાનો મત પારખવાની કોઈની હિંમત નથી છતાં ભાજપના નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રજાનો મત પરિણામ પહેલા પારખી જાય છે અને તે પરિણામ બાદ સાચું પણ પડે છે. ઘણા વિસ્તારોમાં કે ઘણા પરિણામોમાં પ્રજા ખુદ એવી ચર્ચા કરી રહી હોય છે કે, ભાજપના ઉમેદવારો ખુદ એવો સ્વીકાર કરતા હોય છે કે અહીં જીત મુશ્કેલ છે, પરંતુ જયારે પરિણામ આવે ત્યારે તે સૌને ચોંકાવી દે છે. આવું અનેકવાર થયું છે. ગુજરાતમાં જ ઘણા વિસ્તારોમાં એવું બન્યુંય છે કે પ્રજાનો આક્રોશ સાતમા આસમાને હોય પરંતુ જયારે મતપેટી ખુલે છે ત્યારે ભાજપ જંગી બહુમતીથી જીત મેળવી લે છે. આ પ્રશ્ન કોઈ ભાજપ તરફી ચૂંટણી પરિણામો ઉપર શંકા કરવા માટે નથી. મોદી-શાહના ચૂંટણી પરિણામો પહેલાના દાવાઓ પાછળનું રહસ્ય શું છે તે પ્રશ્ન સ્વભાવિક રીતે મનમાં ઉદભવે તેવો આશ્ચર્યજનક છે. ખેર ! જવાબ તો મળે તેમ નથી પરંતુ પ્રશ્ન અવગણી શકાય તેવો પણ નથી.
અત્યારસુધીના દાવાઓ અને પરિણામ
2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે પૂર્ણ બહુમતની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જેમાં ભાજપે આશરે 282 સીટો જીતીને સ્પષ્ટ બહુમત મેળવી હતી. 2019 લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે 300+ સીટોનો દાવો કર્યો હતો અને પરિણામ આવ્યું ત્યારે ભાજપે આશરે 303 સીટો ઉપર જીત મેળવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ મોદી અને અમિત શાહે જીતના દાવા કર્યા હતા. જો કે, આ ભાજપનો જ ગઢ હોવાથી તે દાવા સામાન્ય કહી શકાય. બંગાળની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહે જીતના દાવા કર્યા હતા. અમિત શાહે તો સમય સાથે સમગ્ર દિવસ દરમ્યાન શું થશે તેનો દાવો કર્યો હતો અને થયું પણ એવું જ. મમતા બેનર્જીની હાર થઇ અને ભાજપે બહુમતીથી જીત મેળવી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય

સત્તા વિરોધી લહેરનો લાભ લઈ ભાજપ ધાર્મિક ધ્રુવીકરણના માર્ગે ચાલ્યું અને બંગાળ જીત્યું

VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો