Face Of Nation 05-05-2026 : ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આવેલા ગીતાબેન નામના મહિલા સાથે ટુંકારા અને અભદ્ર ભાષામાં પોલીસ કર્મચારીએ વાતચીત કરતા મામલો ઉગ્ર બન્યો હતો. મહિલા કાર્યકરે પોલીસને ભાજપના દલાલ કહેતા પોલીસ કર્મચારીએ મહિલાને ભડવી જેવા શબ્દો કહીને અપમાનિત કર્યા હતા. અહીં સવાલ એ થાય છે કે, શું આ વર્દીધારીઓએ ક્યારેય ભાજપના મહિલા નેતાઓને આમ અભદ્ર ભાષામાં વાત કરી છે ? ભાજપ આગળ બિલાડી બની જતા પોલીસ કર્મચારીઓ કેમ કાયદાને બે ભાગમાં વહેંચી રહ્યા છે તે સમજાતું નથી. ભાજપના પ્રદેશ પ્રમુખના નિવેદન સામે વિરોધ કરવા ઉતરેલા મહિલા કાર્યકર સાથે સ્થાનિક પોલીસ કર્મચારીએ કરેલી વર્તણુક ખરેખર ગેરવાજબી હતી. જેમ તમે ભાજપના નેતાઓના વિરોધ પ્રદર્શનોમાં ઉગ્ર થતા નથી તેમ વિરોધ પક્ષોના કે અન્ય પ્રદર્શનોમાં પણ ઉગ્ર ન થશો. દુઃખની વાત એ છે કે, પોલીસે હવે એક તરફી કામગીરી શરૂ કરી દીધી છે અને એટલે જ હવે લોકો તેમને ભાજપના દલાલ કહી રહ્યા છે.
ખુબ જ શરમજનક ઘટના બનાસકાંઠામાં બની છે. જ્યાં એક પુરુષ પોલીસ કર્મચારીને ગંદી ગાળો અને અપમાનજનક શબ્દો કહ્યા હોવાના વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થયા છે. આ વિડીયોમાં સ્પષ્ટ સંભળાય છે કે, પોલીસ અધિકારીએ મહિલાને કેવી ભાષામાં ભાંડી છે. સત્તા પક્ષ તરફ ઝુકાવ અને વિરોધ પક્ષનો ઘેરાવ એ ખાખી ધારીઓ માટે યોગ્ય નથી. આજે ભાજપના દલાલ શબ્દ તેઓએ જાતે કામગીરી કરીને મેળવ્યો છે, એમાં પ્રજાનો કોઈ વાંક નથી. જો સત્તા આગળ પણ કાયદાની રીતે જ વર્તન કર્યું હોત તો આજે કદાચ લોકો આ શબ્દો ન વાપરતા. ખેર ! પોલીસે કરેલી વર્તણુક ખરેખર ગેરવાજબી હતી અને તે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવો જોઈએ જેણે એક મહિલા સાથે અત્યંત અભદ્ર ભાષામાં વાત કરી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
ચૂંટણી પરિણામ પહેલા પ્રજાનો મત પારખતા મોદી-શાહના સચોટ જીતના દાવાઓ પાછળનું રહસ્ય શું ?
હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય



