Face Of Nation 05-04-2026 : હંમેશા મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીને મત આપનાર બંગાળીઓને લાગી રહ્યું હતું કે, “દીદી રસ્તો ભૂલી ગઈ છે અને ફક્ત મુસ્લિમોને સત્તામાં રહેવા માટે ખુશ કરે છે.” બસ, આ જ તકનો લાભ ભાજપે લઇ ધ્રુવીકરણનો માર્ગ પસંદ કર્યો અને બંગાળ ઉપર જીત મેળવી. આ જીત ભાજપ માટે અતિ મહત્વની જીત હતી કેમ, કે 2011થી મમતા બેનર્જી અહીં સત્તામાં છે. મોદી અને અમિત શાહે તેમની રાજકીય ચાલ રમીને આસાનીથી મમતાની પાર્ટીને હારનો સામનો કરાવ્યો હતો.
બંગાળની 293 બેઠકોના પરિણામો આવી ગયા છે. ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે. ભાજપને 206 બેઠકો મળી છે, જ્યારે મમતાની પાર્ટી TMC માત્ર 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે. 2021ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ TMCને 134 બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી છે, જ્યારે બે બેઠકો હુમાયુ કબીરની પાર્ટી ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’એ જીતી છે. અન્યના ફાળે બે બેઠકો ગઈ છે. ભવાનીપુરથી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા છે. સુવેન્દુ સામે આ તેમની સતત બીજી હાર છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ નંદીગ્રામથી મમતા સામે જીત્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
ગુજરાતના ચૂંટણીના પરિણામોએ એ વાત સાબિત કરી કે, રાજ્યની પ્રજાનો આક્રોશ સત્તા નક્કી નથી કરતો.
VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો
પૈસા માટે પાખંડ : કથાકાર જીગ્નેશ ઠાકર સનાતની દેવીદેવતાઓનું અપમાન કરનારાઓની શરણે



