Home Uncategorized ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થશે તેવી શક્યતા

ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થશે તેવી શક્યતા

Face Of Nation 24-04-2026 : 26મી એપ્રિલ એટલે કે, રવિવારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. આ મતદાનમાં રેકોર્ડ બ્રેક મતદાન થવાની શક્યતા છે. 2021માં છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સરેરાશ ૪૬.૧% મતદાન નોંધાયું હતું. જે આવનારી ચૂંટણીમાં વધે તેવી શક્યતા છે. મતદાનની આ ટકાવારી વધવા પાછળનું મુખ્ય કારણ SIRની કામગીરી માનવામાં આવે છે. ચૂંટણી પહેલાં ગુજરાતમાં SIR દ્વારા 73.73 લાખ મતદારોનાં નામ કમી કરવામાં આવ્યા હતા. SIRની કાર્યવાહી ગુજરાતમાં દોઢ મહિના સુધી ચાલી હતી. આ કાર્યવાહી બાદ સ્થાનિક સ્વરાજ્યની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણપંચના જણાવ્યા પ્રમાણે કુલ 5.08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ફૉર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. લગભગ 51 હજાર બીએલઓએ રાજ્યમાં ઘરે ઘરે જઈને ફૉર્મ આપીને મતદારોના મેપિંગની કામગીરી કરી હતી. તેવામાં આગામી રવિવારે યોજાનારી ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી શક્યતાઓ છે.
ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદારયાદી પ્રકાશિત થઈ તે અગાઉ રાજ્યમાં 5,08,43,436 મતદારો રજિસ્ટર્ડ હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રમાણે રાજ્યમાં હવે 4,34,70,109 મતદારો છે. આ આંકડામાં ઘટાડો થતા હવે મતદાનની ટકાવારી વધશે. આવનારી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ
ત્રિપાંખિયો જંગ છે. આ જંગમાં આમ આદમી પાર્ટી મજબૂત વિરોધ પક્ષ તરીકે 2021માં ઉભરીને બહાર આવી હતી ત્યારથી લઈને આજદિન સુધી વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે, તે જોતા ભાજપ પણ ચિંતામાં છે. આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બિન હરીફ ઉમેદવારો પણ નોંધાયા છે. જેમાં 700 જેટલા બિન હરીફ ઉમેદવારો ભાજપના છે.
શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે લોકોના રોષે ઉમેદવારોને આંખે પાણી લાવી દીધું છે અને અનેક વિસ્તારોમાં ઉમેદવારોને ભગાડ્યા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે. તેવામાં મતદાન અને પરિણામ ઉપર સૌ કોઈની નજર છે. આ વખતે એવો માહોલ સર્જાયો છે કે, ભાજપને ટેંશન થઇ ગયું છે. જે પ્રજા ભાજપના ખોબલે ખોબલે વખાણ કરતી હતી અને આવકારતી હતી તે પ્રજા હવે ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે અને પોતાનો રોષ દેખાડી રહી છે.

2021માં યોજાયેલ કોર્પોરેશનની ચૂંટણીની ટકાવારી :

કોર્પોરેશન ભાજપ કોંગ્રેસ આપ અન્ય
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૮.૯૩% ૧૮.૬% ૨૮.૪૭% ૪%
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૫૪.૫૭% ૨૯.૨૬% ૬.૯૯% ૯.૧૮%
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ૫૭.૧% ૩૪.૯૮% ૨.૮૧% ૫.૧૧%
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ૫૨.૭૨% ૩૨.૯૭% ૬.૯૯% ૭.૩૨%
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ૫૦.૬૮% ૩૨.૯૭% ૮.૪૧% ૭.૯૪%
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ૫૩.૭% ૨૪.૮૧% ૧૭.૪% ૪.૦૯%
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૬.૪૯% ૨૮.૦૨% ૨૧.૭૭% ૩.૭૨%

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

પ્રચારનો છેલ્લો દિવસ, મતદાનના દિવસે “મોદીકાર્ડ” : આવતીકાલે રાત્રે મોદી ગુજરાત આવશે

વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય શ્રી રામ”ના નારા લગાવે છે

ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે : જીગ્નેશ ઠાકરની કથાનો વહીવટદાર તેનો જ ભાઈ ભાર્ગવ ઠાકર !

ભગવાધારી રાજકારણી, ધર્મનો નહીં સત્તાનો એજન્ટ : વડતાલનો નૌતમ ધર્મને છોડી સત્તાના પ્રચારમાં વ્યસ્ત