Home News શેરના માથે સવાશેર ભટકાયો : ભાજપની જ રણનીતિથી ગોપાલ ઈટાલીયાના હુમલા

શેરના માથે સવાશેર ભટકાયો : ભાજપની જ રણનીતિથી ગોપાલ ઈટાલીયાના હુમલા

Face Of Nation 08-04-2026 : નરેન્દ્ર મોદીએ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે તેમની માતાનો રાજકારણમાં ઉપયોગ કર્યો તે જ રીતે ગોપાલ ઈટાલીયા પણ કરી રહ્યા છે. ફર્ક એટલો છે કે, મીડિયાથી લઈને તમામ લોકો જાણતા હોવા છતાં મોદી કે ભાજપના જુઠ્ઠાણાં સામે અવાજ ઉઠાવવાનો કે પ્રશ્ન કરવાની હિંમત થતી નથી પરંતુ ગોપાલ ઇટાલિયાને સો સવાલો મીડિયા કરે છે. પહેલી વાર ભાજપને માટે શેરના માથે સવાશેર કહેવત ગોપાલ ઈટાલીયાની રાજનીતિ સાર્થક કરે છે. જે રીતે ભાજપે જુઠ્ઠાણાનો સહારો લઈને પ્રજાને ભોળવી તેવી જ રીતે હવે ગોપાલ ઈટાલીયા પણ પ્રજાને ભોળવી રહ્યા છે. રાજકારણમાં કોઈ સબંધ કે કોઈ દુશમન કે કોઈ મિત્રનું મહત્વ નથી હોતું. આફતને પણ અવસરમાં પલ્ટી પ્રજાની સહાનુભૂતિ કેવી રીતે મેળવવી તે હવે ગોપાલ ઈટાલીયા પણ શીખી ગયા છે. કદાચ એટલે જ વિરોધ પક્ષના આ પહેલા એવા નેતા હશે કે જેમને ભાજપના નેતાઓ પણ ખુબ માનપાન આપે છે. જે ઘણીવાર જાહેરમાં જોવા મળ્યું છે. ભાજપના રાજકારણની પહેલેથી એવી રણનીતિઓ રહી છે કે, જુઠ્ઠું બોલીએ તો પણ પ્રજાને સાચું લાગવું જોઈએ અને પ્રજા ક્યારેય તેમના જુઠ્ઠાણાં ઉપર શંકા શુદ્ધા ન કરી શકે. ભાજપે અત્યાર સુધી જે રાજનીતિ રમીને પ્રજામાં લોકપ્રિયતા મેળવી છે તે જ રાજનીતિથી હવે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઈટાલીયા આગળ વધી રહ્યા છે. તાજેતરમાં એક કેસ મામલે કોર્ટનું સમન્સ બજાવવા માટે પોલીસ ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચે છે, અહીં પોલીસ ગોપાલ ઇટાલિયાની માતાને હેરાન પરેશાન કરે છે તેવા આક્ષેપો ઈટાલીયા પોલીસ અને ગૃહમંત્રી સામે કરે છે. ગોપાલ ઇટાલિયાના આ આક્ષેપોને લોકોની સહાનુભૂતિ મળે છે ત્યાં થોડી વારમાં જ આ સમગ્ર આક્ષેપો “આયોજિત” હોવાનું સામે આવે છે કેમ કે એક ઓડિયો કલીપ વાયરલ થાય છે અને આ ઓડિયો કલીપ ગોપાલનું જુઠ્ઠાણું પકડી પડે છે. જો કે આ ઓડીયોને ગોપાલ એઆઈ જનરેટેડ ગણાવે છે. તથ્યની ખબર નથી પરંતુ આ સમગ્ર મામલો જોતા ચોક્કસ એમ કહી શકાય કે, ઈટાલીયા ભાજપને તેમની જ રણનીતિથી ઘેરી રહ્યા છે. જેમાં તેઓ સફળ પણ થઇ રહ્યા છે.
ભાજપને માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માથાનો દુખાવો બની રહી છે કેમ કે, દુશમનને તેની જ રણનીતિથી પછાડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી રમી રહ્યું છે. જેમાં તેને સફળતા પણ મળી રહી છે. ગુજરાતની રાજનીતિમાં શબ્દયુદ્ધ અને વ્યક્તિગત આક્ષેપોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ટકરાવ હવે વધુ તેજ બન્યો છે. ભાજપે વર્ષોથી જે પ્રચાર શૈલી અપનાવી છે, જેમા ભાવનાત્મક મુદ્દાઓ અને પરિવાર સાથે જોડાયેલા સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે જ પદ્ધતિ હવે વિરોધીઓ દ્વારા પણ અપનાવવામાં આવી રહી છે. ગોપાલ ઈટાલીયાના નિવેદનોમાં પણ આવી જ રાજકીય રણનીતિનો અંશ જોવા મળે છે. જેમ અગાઉ વડાપ્રધાન મોદીના પ્રચારમાં તેમની માતાને રાજકીય ગતિવિધિઓ સાથે જોડીને તેમની સાથે જોડાયેલા પ્રસંગો અને સંદેશાઓને ભાવનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા, તેવી જ રીતે ગોપાલ ઈટાલીયા દ્વારા પણ પોતાની માતાના નામે રાજકીય રંગ આપવાનો પ્રયાસ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ભાજપના નેતાઓ ગોપાલ ઈટાલીયાના નિવેદનોને “અપમાનજનક અને જુઠ્ઠું” ગણાવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી આને “રાજકીય પ્રતિસાદ” તરીકે રજૂ કરી રહી છે. બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલુ જ છે. ગુજરાતની રાજનીતિ હવે માત્ર વિકાસના મુદ્દાઓથી આગળ વધીને ઈમોશનલ અને વ્યક્તિગત મુદ્દાઓ તરફ વળી રહી છે, જે મતદારો પર સીધી અસર કરે છે. “શેરના માથે સવાશેર” જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ભાજપની જ રણનીતિ હવે તેના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

ભારતીય મીડિયાના “વિશ્વગુરુ” ચૂંટણીમાં વ્યસ્ત, પાકિસ્તાન અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે મધ્યસ્થી !

વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપ ભેરવાઈ : પ્રમુખને લોકોએ “શાકબકાલું વેચનાર” ગણાવ્યા !

કેમ ડરપોક BJP દર વખતે જવાબ આપવાને બદલે વિરોધીઓના નિવેદનોને “જનતાનું અપમાન” બનાવે છે ?