Face Of Nation 01-05-2026 : મોદીએ મહિલાઓના સન્માનને લઈને સમગ્ર દેશને ચૂંટણી પહેલા સંબોધન કર્યું અને ચૂંટણી જીતતાની સાથે જ તેમના પક્ષના પ્રદેશ પ્રમુખે ઉન્માદમાં આવી જઈને મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરને ટાર્ગેટ કરીને જણાવ્યું કે, “તમારી સીટો સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે”. આ નિવેદનને લઈને કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવ્યો. અહીં સવાલ એ થાય છે કે, જો ભાજપના મહિલા સાંસદ માટે કોઈ કોંગ્રેસી નેતાએ આ પ્રકારનું નિવેદન આપ્યું હોત તો આજે ચિત્ર કેવું હોત ? આ નિવેદનના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોરે આકરા પ્રતિભાવ આપતા તેને ‘સત્તાનો અહંકાર’ ગણાવ્યો છે. સાથે જ 2027ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠામાં લડવા ચેલેન્જ ફેંકી છે અને કહ્યું કે બનાસકાંઠાનું પાણી શું છે, એ 2027માં જનતા તમને બતાવી દેશે.
જગદીશ વિશ્વકર્માએ જાહેર સભા સંબોધતા કહ્યું કે “આ જે કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે, આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચો આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, ‘હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા’, ‘હું બનાસની બેન’. અમે તમારી બેન તરીકે તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે ‘નારી વંદન અધિનિયમ’ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે, અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર આ મારી માતા-બહેનોએ તમને તમારા ગઢમાંથી, તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે. મારે આવનારા દિવસોમાં મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, બનાસના મારા કાર્યકર્તાઓ, આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે – વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે. એ જ રીતે વાવ-થરાદની અંદર તમારા પોતાના ગઢમાં, એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંત પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું. આ વખતે તમારી પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો આંચકી અને ભગવો લહેરાવીને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય છે મારા તમામ કાર્યકર્તાઓને.
સાંસદ ગેનીબેન ઠાકોરે આ મામલે ભાજપ નેતૃત્વ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે, લોકશાહીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ મહિલાઓનું અપમાન કરવું તે ગંભીર બાબત છે. તેમણે જણાવ્યું કે, “ઓબીસી મહિલા અનામતની માંગણી કરવી એ ગુનો નથી. જો જગદીશ વિશ્વકર્માને પોતાની સત્તા અને લોકપ્રિયતા પર આટલો જ ગર્વ હોય, તો તેઓ 2027ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠામાંથી લડી બતાવે.” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપની નેતાગીરીમાં બદલાવ લાવશે ?
VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો
પૈસા માટે પાખંડ : કથાકાર જીગ્નેશ ઠાકર સનાતની દેવીદેવતાઓનું અપમાન કરનારાઓની શરણે



