Home Uncategorized સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપની નેતાગીરીમાં બદલાવ લાવશે ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપની નેતાગીરીમાં બદલાવ લાવશે ?

Face Of Nation 28-04-2026 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ભાજપની નેતાગીરીમાં મોટો બદલાવ લાવશે. આ ફેરફાર 2027ની ચૂંટણી સુધીમાં થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ રાજ્યના મોટાભાગના નેતાઓ અંદરોઅંદર ચૂંટણી પરિણામોને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં આ બદલાવ અતિ મહત્વ પૂર્ણ અને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવનારો હશે. ભાજપ દ્વારા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારીઓમાં બદલાવ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. ભાજપના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ પક્ષની નેતાગીરીમાં બદલાવ આવશે. આ પરિણામો ગમે તે હોય પરંતુ બદલાવ નિશ્ચિત હશે. ઉલ્લેખનીય છે કે, જગદીશ પંચાલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપ પસ્તાઈ રહ્યું છે, ઘણા નેતાઓ તેમની કામગીરીને લઈને નારાજ પણ છે, પરંતુ આ મામલે ખુલીને બોલવા કોઈ તૈયાર નથી. પ્રદેશ પ્રમુખ પંચાલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવી માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગ્નિ પરીક્ષા સમાન હતી. આ ચૂંટણી તેમના રાજકીય ભાવિ માટે મહત્વની હતી.
ભાજપના મોવડી બે જ નેતાઓ છે. એક નરેન્દ્ર મોદી અને બીજા અમિત શાહ. આ બંનેના ભરોસે ભાજપ ચાલે છે. આ બંને નેતાઓ રાજકારણમાં અણધાર્યો બદલાવ લાવીને હંમેશા લોકોને ચોંકાવી દે છે. આ બદલાવ પણ રાજનીતિનો એક ભાગ હોય છે. વિજય રૂપાણી બાદ કોઈને ખબર નહોતી કે સત્તા સ્થાને ભુપેન્દ્ર પટેલને બેસાડવામાં આવશે. પટેલની સ્વચ્છ નિર્વિવાદિત છબીએ તેમને મુખ્યમંત્રીની ખુરશીમાં બેસાડ્યા. કદાચ ગુજરાતના શાસનમાં આ એક એવા મુખ્યમંત્રી છે જેમને સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંનેના નેતાઓ સન્માન આપે છે. જો કે, આ સન્માનના તેઓ હક્કદાર પણ છે કેમ કે, તેઓ નીતિમતાથી કામ કરે છે. એ વાત જુદી છે કે, ઉપર બેઠેલા નેતાઓ જે ઈચ્છે તે જ થાય છે અને તે જ કામગીરી મુખ્યમંત્રી કરે છે.
ગુજરાતની રાજકીય સ્થિતિ પાટીલની વિદાય બાદ વધારે ડામાડોળ થઇ ગઈ છે. જગદીશ પંચાલના માર્ગદર્શન હેઠળ નેતૃત્વ નબળું પડી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રચારમાં ગેરહાજરી જ એ વાતની ચાડી ખાય છે કે, તેઓ ગુજરાતના નેતૃત્વની કામગીરીથી સંતુષ્ટ નથી. જે પ્રજા મોદી મોદી કરતી હતી તે પ્રજા હવે સવાલ કરતી થઇ ગઈ છે. ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણો વિરોધ સહન કરવો પડ્યો છે. 700 સીટો જો બિન હરીફ ન બની હોત તો ભાજપનો દેખાવ ખુબ જ નબળો જણાઈ આવતો પરંતુ 700 બિન હરીફ બેઠકોથી પંચાલ ઉન્માદમાં આવી ગયા હતા. આ કામગીરી લોકશાહીનું વસ્ત્રાહરણ કરવા જેવી હતી, ઉન્માદ કરવા જેવી નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

ઇટાલિયાએ મીડિયાને દલાલ કીધું અને કેટલાક લોકોએ માથે ઓઢ્યું પણ “બહિષ્કાર” શબ્દ પત્રકારો ભૂલી ગયા !

મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ નથી લેવડાવતા ?