Home News જેલની હવા ખાઈ ચૂકેલા રામપાલને પાખંડી કહેતા અનુયાયીઓ ઉશ્કેરાયા, ફેસ ઓફ નેશનને...

જેલની હવા ખાઈ ચૂકેલા રામપાલને પાખંડી કહેતા અનુયાયીઓ ઉશ્કેરાયા, ફેસ ઓફ નેશનને ધમકીઓ

Face Of Nation 07-05-2026 : જે પાખંડી રામપાલના આશ્રમમાં ઘુસ્તા પોલીસને ત્રણ દિવસ મહેનત કરવી પડી હતી તે રામપાલના અનુયાયીઓએ ફેસ ઓફ નેશનને ધમકી આપવાનું શરૂ કર્યું છે. પાખંડ સામે હિંમતથી સમાચારો રજૂ કરતા ફેસ ઓફ નેશને જીગ્નેશ ઠાકરના સમાચારમાં પાખંડીઓના નામમાં રામપાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉલ્લેખથી રામપાલના અનુયાયીઓના પેટમાં તેલ રેડાયું હતું અને ફેસ ઓફ નેશનના વોટ્સએપ ઉપર મેસેજીસ અને કોલનો મારો ચલાવ્યો હતો. આ આંધળા અનુયાયીઓએ ધમકીઓ સાથે પોસ્ટ ડીલીટ કરવાની જીદ પકડી હતી, પરંતુ કદાચ તેમને ખબર નહીં હોય કે ફેસ ઓફ નેશન ક્યારેય કોઈનાથી ડરતું નથી. સત્ય સાથે હંમેશા જૂઠાણાં અને પાખંડ સામે પ્રજાના હિતમાં અને પ્રજાની જાગૃતિ અર્થે લડત આપે છે. જે રામપાલના કાંડથી સમગ્ર વિશ્વ વાકેફ છે તે રામપાલના બચાવમાં આવેલા તેમના અનુયાયીઓએ ફેસ ઓફ નેશનને માફી માંગવા દબાણ કર્યું હતું. ફેસ ઓફ નેશન ક્યારેય આવા લોકોથી ડર્યું નથી, ડરતું નથી અને ડરશે પણ નહીં. જો રામપાલ સાચા હોય તો તેમના અનુયાયીઓને અમે ચેલેન્જ આપીએ છીએ કે, દેશમાં રહેલી તમામ હોસ્પિટલોમાંથી લોકોને રોગ મુક્ત કરી દે અથવા દેશમાં મોંઘવારીથી પીસાતી પ્રજાને મોંઘવારીમાંથી મુક્ત કરી દે અથવા તો જાહેરમાં તે જે દાવાઓ કરે છે તેને લઈને પરચો દેખાડી બતાવે તો અમે રામપાલની માફી માંગીશું અને તેને ભગવાનનું બિરુદ આપીને જાહેરમાં વાહવાહી કરીશું.
હંમેશા પાખંડીઓ ઉઘાડા પડે છે ત્યારે તેમના અનુયાયીઓ “ગુંડા”ના રૂપ ધારણ કરી લે છે. 11 વર્ષ જેલમાં રહેલો રામપાલ ૨૦૧૪ના હિંસા કેસમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ 10 એપ્રિલ,2026ના રોજ હરિયાણાની જિલ્લા જેલમાંથી બહાર આવ્યો છે. તેમના અનુયાયીઓના મતે તે નિર્દોષ છે અને તેમને કોર્ટે મુક્ત કર્યા છે પરંતુ આ લોકોને ખબર નથી કે રામપાલને ફક્ત જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. રામપાલ પર વિવિધ ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં હત્યાનો પ્રયાસ અને રાજ્ય સામે યુદ્ધ છેડવાનો સમાવેશ થાય છે, ઉપરાંત કડક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની જોગવાઈઓ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, 900થી વધુ અનુયાયીઓએ 2014માં હિસારના બરવાલા વિસ્તારમાં સતલોક આશ્રમમાં રામપાલની ધરપકડનો પ્રતિકાર કર્યો હતો. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, તેમના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, જેમાંથી કેટલાક સશસ્ત્ર હતા અને મહિલાઓ તથા બાળકોનો કથિત રીતે ઢાલ તરીકે ઉપયોગ પણ કર્યો હતો. સમગ્ર પરિસ્થિતિ હિંસામાં પરિણમી હતી. રામપાલના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેમની ઉંમર 75 વર્ષ છે અને FIRમાં નામ આપવામાં આવેલા લગભગ 900 આરોપીઓને પહેલાથી જ જામીન આપવામાં આવ્યા છે. વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે 425 ફરિયાદ પક્ષના સાક્ષીઓમાંથી અત્યાર સુધીમાં ફક્ત 58 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની શક્યતા નથી. રામપાલના વકીલે એમ પણ કહ્યું હતું કે તેમના અસીલ 8 ડિસેમ્બર, 2014 થી જેલમાં છે. “અપીલકર્તા/આરોપીની લાંબી કેદ, જે ૧૧ વર્ષથી વધુ છે, અને તેમની ઉંમર લગભગ ૭૫ વર્ષ છે અને મોટાભાગના સાક્ષીઓની તપાસ બાકી છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની શક્યતા નથી, તે ધ્યાનમાં લેતા, અપીલકર્તા/આરોપીને નિયમિત જામીન પર મુક્ત કરવા માટે યોગ્ય કેસ છે,” તેમ કોર્ટના આદેશમાં જણાવાયું છે. જો કે તેમના અનુયાયીઓ રામપાલ તમામ કેસમાંથી નિર્દોષ સાબિત થયા હોવાનું રટણ કરી રહ્યા છે અને સમાચારો લખનારને ધમકીઓ આપી રહ્યા છે.
કોણ છે રામપાલ ?
રામપાલ સિંહ જટૈન (જન્મ ૧૯૫૧) હરિયાણાના એક વિવાદાસ્પદ ભારતીય આધ્યાત્મિક ગુરુ છે, જે ‘સંત રામપાલજી’ તરીકે ઓળખાય છે. તેઓ કબીરપંથી વિચારધારાને અનુસરે છે અને સતલોક આશ્રમના સ્થાપક છે. હરિયાણાના સોનીપત જિલ્લાના વતની છે અને આઝાદી પહેલા સિંચાઈ વિભાગમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા, બાદમાં તેમણે નોકરી છોડીને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો. ૨૦૧૪માં, તેમના અનુયાયીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૮માં હિસારની કોર્ટે હત્યાના બે અલગ-અલગ કેસોમાં તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી બાદમાં તેમને તાજેતરમાં કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

બંગાળમાં સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા : હુમલાખોરો ફરાર

હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય

VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો