Face Of Nation 06-05-2026 : ગુજરાતમાં ખાખી વેચાય છે, આ ગંભીર બાબત નથી. વર્ષોથી ગુજરાતનો દરેક નાગરિક એ વાતથી બખૂબી વાકેફ છે કે, ગુજરાત પોલીસને ખરીદવી આસાન છે. ખાદીધારી નેતાઓ જ માત્ર એવા છે, જેઓ વગર પૈસે પોલીસ પાસેથી કામ કઢાવે છે. દારૂ કે જુગારનો અડ્ડો ચલાવવો હોય, ગુનો કરીને છૂટી જવું હોય કે પછી ટ્રાફિક નિયમોના ભંગ કરીને છટકી જવું હોય તો પચાસ થી પાંચસો કે હજાર થી પચાસ હજાર સુધીની રકમથી તમામ કામો શક્ય બની જાય છે. બસ, વેચાઈ રહેલી ખાખીનો ભાવ ખબર હોવો જરૂરી છે. ચોંકાવનારી બાબત નહિ કહીએ કેમ કે, જગજાહેર છે કે ભાજપે ખાખી પાસે જે હદે કામ કરાવ્યા છે અને જે હદે તેનો ઉપયોગ કર્યો છે તે જોતા સ્પષ્ટ લાગે છે કે, ખાખીને ખાદીએ ખરીદી લીધી છે. ભાજપના રાજમાં પોલીસ અધિકારીઓ કાયદાને માળીયે ચઢાવીને નેતાઓના ઈશારે નાચી રહ્યા છે. જો તેમ ન કરે તો તેઓની બદલી આંતરિયાળ વિસ્તારોમાં અથવા તો ગૃહવિભાગના એવા વિભાગમાં મૂકી દેવામાં આવે છે જ્યાંથી ખાલી મચ્છરો મારવા મળે છે. આજે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, અને તે ટ્રેન્ડ છે નેતાઓની ગુડબુકમાં રહેવાનો. જેના માટે પોલીસ અધિકારીઓ ભાજપના નેતાઓને મનગમતા કાર્યો કરવામાં પીછેહઠ કરતા નથી.
તાજેતરમાં એક એવી ઘટના બની જે ખુબ જ શરમજનક હતી. બનાસકાંઠામાં એક મહિલા સાથે પોલીસ કર્મચારીએ અભદ્ર વ્યવહાર કર્યો, તેને ગંદી ગાળો બોલી. આ બધું જાહેરમાં થયું અને આ બધું જ વીડિયોમાં કેદ થઇ ગયું. કોંગ્રેસની મહિલા નેતા વિરોધ પ્રદર્શન કરી રહી હતી અને એક પુરુષ પોલીસ જવાન તેની મર્દાનગી દેખાડી રહ્યો હતો. ગાળો બોલીને આ ખાખીધારી તેની મર્દાનગી દેખાડી રહ્યો હતો તે અત્યંત શરમજનક બાબત હતી. આ પોલીસ કર્મચારીને ખરેખર સસ્પેન્ડ કરી દેવો જોઈએ પરંતુ ભાજપના નેતાઓને ગમે તેવું કાર્ય થયું છે એટલે તેની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે. અહીં પ્રશ્ન એ થાય છે કે, શું આવી જ ઘટના ભાજપની મહિલા નેતા સાથે બની હોત તો એ પોલીસ કર્મચારી કે અધિકારી હજુ સુધી ફરજ બજાવતો હોત ? ના, તેની બદલી થઇ ગઈ હોત અથવા તો તેને સસ્પેન્સનો ઓર્ડર હાથમાં પકડાઈ દેવામાં આવ્યો હોત.
ભાજપના રાજમાં પોલીસની કામગીરી અત્યંત નિમ્ન કક્ષાની થતી જઈ રહી છે. પોલીસ સત્તાના તળિયા ચાટવામાં કોઈ કસર બાકી રાખી રહી નથી. નેતાઓ આગળ સારા દેખાવવા માટે પોલીસ એ તમામ કાર્યો કરી રહી છે જે ભાજપના કાર્યકરો કરી રહ્યા હોય. ચૂંટણીના માહોલમાં પણ વિરોધીઓને ડરાવવા, ધમકાવવા અને ખોટા કેસો કરીને ફસાવી દેવાની રણનીતિઓ પોલીસ દ્વારા જ ઘડાઈ રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કઈ પણ કહે તેનું અનુકરણ કરવા આંધળી બની જતી પોલીસ હવે કાયદાની ઐસી કી તૈસી કરી રહી છે. પોલીસને જાણે કે, ભાજપે ખરીદી લીધી હોય તેમ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને બાદ કરતા મોટાભાગના લોકો કામગીરી કરી રહ્યા છે. આ પરિસ્થિતિ રાજ્ય માટે ખુબ ઘાતક છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
નબળી પોલીસે કોંગ્રેસની મહિલા કાર્યકરને ગાળો ભાંડી, જો ભાજપની મહિલા નેતાને ભાંડી હોત તો ?
હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય
ચૂંટણી પરિણામ પહેલા પ્રજાનો મત પારખતા મોદી-શાહના સચોટ જીતના દાવાઓ પાછળનું રહસ્ય શું ?



