Face Of Nation 24-04-2026 : જે સ્વામિનારાયણ સંપ્રદાયે આજદિન સુધી હિન્દૂ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કર્યું તેના માટે કથા કરવા જીગ્નેશ ઠાકર તૈયાર થયા છે. પોતે સનાતની હોવાનો દેખાવડો કરતા આ કથાકાર સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરનારાઓની જ શરણે પહોંચી ગયા છે. અમેરિકામાં આ કથાકાર સ્વામિનારાયણ સંપ્રદાય માટે કથા કરશે કેમ કે, કદાચ તેમના માટે સનાતની હિન્દૂ દેવી દેવતાઓના અપમાન કરતા વધારે કથાની નામે મળતો પૈસો વધારે મહત્વનો છે. પૈસા માટે જીગ્નેશ ઠાકર ગમે તેની શરણે જતા રહે તેવા અનેક કટાક્ષ લોકો કરી રહ્યા છે. કર્મકાંડ બાજુમાં રાખીને ભાઈની સાથે કથાને ધંધો બનાવીને હિન્દુઓની ધાર્મિક લાગણી સાથે જીગ્નેશ ઠાકર રમત રમવા નીકળી પડ્યા છે. પૈસાદાર લોકોને ટાર્ગેટ કરીને લાખ્ખો કરોડો રૂપિયા ઉઘરાવતા જીગ્નેશ ઠાકરે ધર્મને ધંધો બનાવી દીધો છે. કથા માટે પોતે એક રૂપિયો લેતો નથી પરંતુ સાજિંદા અને લાઈવના નામે તેનો ભાઈ 25 થી 51 લાખનું બજેટ દેખાડી દે છે. આજકાલ જીગ્નેશ ઠાકરની કથા કરાવવી એ એક સ્ટેટ્સ બની ગયું છે. વ્યાસપીઠ ઉપરથી કથા કરાવનારના વખાણ કરીને લાખ્ખો કમાવી લેવા તેની આવડત આ કથાકારમાં ગજબ છે. ફેસ ઓફ નેશને તેના સમાચારો લખીને સત્ય ઉજાગર કરતા જ ઠેર ઠેર લોકો હવે આ કથાકાર વિરુદ્ધ કટાક્ષ કરી નાટકીયાનું ઉપનામ આપી રહ્યા છે. ગુજરાત એ ધર્મના નામે ધંધો કરનારાઓનું સોફ્ટ ટાર્ગેટ છે. ભાજપ સરકાર હંમેશા બૂમ બરાડા પાડે છે કે, હિન્દૂ ખતરામાં છે, હિન્દૂ ખતરામાં છે. ખરેખર તો હિન્દૂ ધર્મની આડમાં ધર્મને ધંધો બનાવી ઉભા થયેલા લોકોથી જેટલો હિન્દૂ ખતરામાં છે તેટલો બીજા કોઈથી નથી. શહેરની ગલીએ ગલીએ હવે જાણે કે, ધર્મની આડશ લઈને લોકો જાણે કે રીતસર દુકાન ખોલીને બેસી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જાઓ ત્યાં પૈસા સિવાય કોઈ વાત કરવામાં આવતી નથી. પૈસાદારને જ માનસન્માન આપવામાં આવે છે અને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે. જે સ્વામી નારાયણ સંપ્રદાયે અનેકવાર હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન કર્યું છે તે જ સંપ્રદાયના ખોળામાં જઈને જીગ્નેશ ઠાકર બેઠા છે. આવા કથાકારો માટે ધર્મનું કોઈ મહત્વ નથી હોતું તેમના માટે તો માત્ર પૈસો જ સર્વસ્વ હોય છે. આવા કથાકારો પૈસાના મોહમાં સનાતનનું અપમાન કરનારાના પણ પગ પકડી લે તેમાં કોઈ નવાઈ નહીં, કેમ કે આ લોકો માટે ધર્મ માત્ર ધંધો હોય છે. બાકી ખરેખર જો જીગ્નેશ ઠાકર અને પોતાની જાતને રાધે રાધે કે દાદાનું ઉપનામ આપે છે તે સનાતન માટે અભિમાન રાખે અને જેણે અપમાન કર્યું છે તેને ત્યાં કદી જાય પણ નહીં. જો કે જીગ્નેશને કથા અને રૂપિયા મળે તો ગમે ત્યાં ગમે તેના ત્યાં કથા કરવા જાય તે વાતમાં કોઈ બે મત નથી.
બનીબેઠેલા ધર્મના ઠેકેદારોએ ધર્મને પતન તરફ ધકેલી દીધો છે. દિવસે દિવસે ધર્મ પ્રત્યે લોકોની આસ્થા અને શ્રદ્ધા ડગમગી રહી છે જેનું કારણ કથાકારની આડમાં ધંધો શરૂ કરીને બેઠેલા જીગ્નેશ ઠાકર જેવા લોકો છે. નબળા અનુયાયી અને ડરેલો ભક્ત એક પાંખડીને જન્મ આપે છે. આ વાત આસારામ હોય કે રામપાલ આ તમામે સાબિત કરીને દેખાડી છે. ધર્મના નામે ડરાવવા અને નબળા વ્યક્તિઓને અનુયાયીઓ બનાવવા તે જ ટાર્ગેટ આ લોકો ધરાવે છે. પૈસાદાર લોકોને વિશ્વાસમાં લઈને ધર્મના નામે વિશાળ વીઆઈપી કથાનું આયોજન કરાવે છે અને બસ, ત્યાંથી શરૂ થાય છે પૈસા ઉઘરાવવાનો ખેલ. પ્રથમ તો જેણે કથા કરાવી હોય તેની વાહવાહી સ્ટેજ ઉપરથી કરવાની અને ત્યારબાદ તેના નજીકના પૈસાદાર મળતિયાઓની વાહવાહી કરીને પૈસા ઉઘરાવવાનો ટાર્ગેટ પૂરો કરવાથી લઈને કથાની આડમાં ઉઘરાણીનો ખેલ થાય છે. આજે ગુજરાતના તમામ કથાકારો પોતાની સંપત્તિ ઉભી કરીને બેઠા છે.
છેલ્લા દસેક વર્ષથી જીગ્નેશ ઠાકરે પણ તથાસ્તુના નામે એક પ્રોજેક્ટ જાહેર કર્યો અને તેના નામે ઉઘરાણું શરૂ કર્યું. પ્રોજેક્ટ તો પૈસા ઉઘરાવવા માટેનું એક કારણ માત્ર હોય છે. એમનેમ શું કારણથી પૈસા ઉઘરાવી શકે તેથી આવા લોકો એકાદ પ્રોજેક્ટની જાહેરાત કરે છે અને બાદમાં જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તેના નામે જ ઉઘરાણાઓ નાખે છે. ખુબ કડવી વાતો છે પણ સત્ય છે કે, જીગ્નેશ ઠાકર જેવા લોકોએ કથાને ધંધો બનાવીને લોકોની ધાર્મિક લાગણી સાથે ખુલ્લે આમ રમત શરુ કરી છે તેમ છતાં કોઈ તેમનું કશું ઉખાડી શકતું નથી કેમ, કે ગુજરાતમાં ધાર્મિક પ્રજા વસે છે અને પૈસાદાર પ્રજા પણ વસે છે. પૈસાદાર પ્રજા માટે આવા કથાકારો સસ્તી પ્રસિદ્ધિનું માધ્યમ બને છે. ખેર અંધ ભક્તોના ટોળા અને ધર્મના નામે ડર જ્યાં સુધી પ્રજામાં હશે ત્યાં સુધી જીગ્નેશ જેવા દર વર્ષે કોઈક ને કોઈ નવા ઉભા થશે અને તેમની દુકાન ધમધોકાર ચાલશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
ગુજરાતના ચૂંટણીના પરિણામોએ એ વાત સાબિત કરી કે, રાજ્યની પ્રજાનો આક્રોશ સત્તા નક્કી નથી કરતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપની નેતાગીરીમાં બદલાવ લાવશે ?



