Face Of Nation 23-04-2026 : ખેડામાં સરકારી કર્મચારીઓ માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જે નડિયાદમાં આવેલા સરદાર પટેલ ભવન એટલે કે, સરકારી કચેરી ખાતે યોજાયું હતું. આ મતદાનના કેટલાક વિડીયો સોશિયલ સાઈટ ઉપર વાયરલ થયા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મતદાન કરવા આવતા હોમગાર્ડના કર્મચારીઓને અગાઉથી જ બેલેટ પેપર આપી દેવામાં આવ્યું હતું અને તે માત્ર તેમણે મતપેટીમાં નાખવાનું હતું. આ મતપેટી પણ કોઈ સીલ વિનાની માત્ર પૂંઠાથી બનાવવામાં આવી હતી. જેને લઈને નકલી મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હોવાનું ચિત્ર ખડું થયું હતું. બાદમાં આ મામલે હોબાળો થતા પૂઠાંની મત પેટી સહિતની તમામ સામગ્રીઓ ખસેડી લેવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઈ ચૂંટણી અધિકારીઓ હાજર નહોતા પરંતુ ભાજપના કાર્યકર અધિકારી બનીને હાજર હતા. પ્રણવ સાગર નામના ભાજપના કાર્યકરની હાજરીમાં મતદાન પેટી ઉભી કરીને મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. એક હોમગાર્ડ કર્મચારીએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, “અમારા યુનિટ દ્વારા મોબાઈલમાં મેસેજ છોડવામાં આવ્યો હતો”. આ દરમ્યાન હોમગાર્ડના જવાનોને સામૂહિક મતદાન કરવા અને ભાજપને મત આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત ચિરાગ પરીખ દ્વારા આપવામાં આવી હતી. સત્તાધારી પાર્ટી ભાજપ વિરુદ્ધ જો ફરિયાદ હોય તો તેને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થાય તેવી શક્યતા નહિવત છે. પ્રણવ સાગર નામના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ આ પત્રમાં કરવામાં આવ્યા છે. આ પ્રણવ સાગર ભાજપના સક્રિય કાર્યકર્તા અને સભ્ય પણ છે.


નડિયાદમાં સરકારી કર્મચારીઓના મતની ચોરીનો મામલો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોએ એવા કટાક્ષ કર્યા હતા કે, નડિયાદથી વોટચોરીનો પ્રારંભ થયો છે. હોમગાર્ડ કચેરીમાં થયેલી આ કામગીરીની તપાસ કરવામાં આવે તો તેમાં સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ ઉર્ફે ગોટીયાની પણ સંડોવણી ખુલે તેમ છે કેમ કે, સમગ્ર નડિયાદના લોકો જાણે છે કે, નડિયાદમાં કોઈ પણ સરકારી કે રાજકીય કામગીરી પંકજ ગોટીયાની મરજી વિના કરવામાં આવતી નથી. આવનારી 26મી એ મતદાન યોજાશે પરંતુ તે પહેલા સરકારી કર્મચારીઓ અને જે લોકો મતદાન દરમ્યાન ફરજ બજાવશે તેમના માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં સરકારી મતદારોને પહેલે થી જ સિક્કા મારીને બેલેટ પેપર પકડાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠતા મતચોરીનો પ્રારંભ થઇ ગયો હોવાનું ચિત્ર ઉભું થયું છે.
સરકારી કર્મચારીઓ, જેમને ચૂંટણી ફરજ સોંપવામાં આવે છે (જેમ કે શિક્ષકો, પોલીસ, ક્લાર્ક વગેરે), તેઓ સામાન્ય રીતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરે છે. આ પ્રક્રિયા મુખ્ય મતદાનના દિવસ પહેલાં પૂર્ણ કરવામાં આવે છે. આ માટેની ચોક્કસ તારીખ જિલ્લાવાર નક્કી થાય છે. સામાન્ય રીતે આ તારીખ મતદાનના દિવસ પહેલાના 3 થી 4 દિવસમાં યોજવામાં આવે છે. નડિયાદમાં આ મતદાન ગઈકાલે એટલે કે, 22 તારીખે યોજવામાં આવ્યું હતું જ્યાં તંત્ર દ્વારા ભારે નિષ્ક્રિયતા દાખવવામાં આવી હોવાનું જણાયું હતું. જો આવી જ કામગીરી મતદાનના દિવસે રહેશે અને ચૂંટણીપંચ નિષ્ક્રિય રહેશે તો બુથ કેપ્ચરીંગના અનેક કિસ્સાઓ બને તેવી શક્યતાઓ છે. આમ તો દરેક ચૂંટણીમાં બુથ કેપ્ચરીંગની ફરિયાદો ઉઠે છે પરંતુ આ વખતે ચૂંટણીનું વાતાવરણ જોતા મતદાનના દિવસે પરિસ્થિતિ તંગ બને તેવા એંધાણ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ભગવાધારી રાજકારણી, ધર્મનો નહીં સત્તાનો એજન્ટ : વડતાલનો નૌતમ ધર્મને છોડી સત્તાના પ્રચારમાં વ્યસ્ત
વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય શ્રી રામ”ના નારા લગાવે છે
ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે : જીગ્નેશ ઠાકરની કથાનો વહીવટદાર તેનો જ ભાઈ ભાર્ગવ ઠાકર !



