Home Uncategorized જજો ખુદ લાલચનો શિકાર થઇ રહ્યા છે ત્યાં ઉમેદવારોનું શું ગજું, શિસ્ત...

જજો ખુદ લાલચનો શિકાર થઇ રહ્યા છે ત્યાં ઉમેદવારોનું શું ગજું, શિસ્ત અને ઈમાનદારી જરૂરી

Face Of Nation 21-04-2026 : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.વી. નાગરત્નાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જે જજ લાલચનો શિકાર થઇ જાય પછી તેને સિસ્ટમમાં કોઈ જ સ્થાન ન આપવું જોઈએ અને તેને જજના પદેથી હટાવી દેવા જોઈએ.” સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની આ ટિપ્પણી ખુબ જ ગંભીર છે અને લોકશાહી અંત તરફ જતી હોવાની નિશાની છે. આ વાત ઉપરથી ચોક્કસ એમ કહી શકાય કે, જ્યાં જજો ખુદ લાલચનો શિકાર બની જતા હોય ત્યાં ઉમેદવારોનું તો શું ગજું. સત્તાધારી ભાજપ હદ બહારનું નિમ્ન કક્ષાનું રાજકારણ રમવા અધીરી બની છે. અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે જેમાં આઈએએસ કે આઇપીએસ અધિકારીઓ ખાખીનો ત્યાગ કરીને ખાદી પહેરી હોય. કેટલાક જજોએ પણ પદનો ત્યાગ કર્યા બાદ ભાજપ સાથે હાથ મિલાવ્યો અથવા તો આરએસએસના કાર્યક્રમમાં જોવા મળ્યા છે. અહીં સ્વાભાવિક સવાલ થાય કે, નોકરી કે પદ દરમ્યાન આ અધિકારીઓ કે જજ દ્વારા લેવાયેલા નિર્ણય કેટલા તટસ્થ હોઈ શકે ?
પગારપંચની ભલામણ લાગુ થતા આજે ન્યાયતંત્રમાં સામેલ લોકોને સારો પગાર મળી રહ્યો છે તેથી તેમના માટે અનૈતિક આચરણ અપનાવવું યોગ્ય નથી. બી.વી. નાગરત્નાએ વધુમાં જણાવ્યું હતું કે, “એક જજે પોતાને મળતા કાયદેસરના પગારમાં ખુશ રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારની લોભ લાલચથી બચવું જોઈએ. ન્યાયિક સ્વતંત્રતા માત્ર બહારના દબાણોથી મુક્ત થવા સુધી સીમિત નથી, પરંતુ આંતરિક અનુશાસન અને ઈમાનદારી જાળવી રાખવી પણ જરૂરી છે.” નિર્ણય લેવામાં ભૂલ અંગે ચેતવણી આપતા ન્યાયધીશ નાગરત્નાએ કહ્યું હતું કે, “એક પણ ખોટો નિર્ણય ન્યાયપાલિકા પરના ભરોસાને નબળો કરી શકે છે.” કોર્ટોમાં પ્રશાસનિક કામકાજમાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની જરૂરિયાત પર તેઓએ ભાર મુક્યો હતો.
કોર્ટ સ્વતંત્ર છે અને કોર્ટ સામે મીડિયા પણ સવાલ ઉઠાવી શકતું નથી તેને કારણે કોર્ટની સ્વતંત્રતા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. ઘણી વાર એવી પણ બાબતો ચર્ચાનો વિષય બની છે કે, “કોર્ટ સત્તાના પ્રભાવમાં છે.” લોકશાહીમાં પ્રજાના માનસપટ ઉપર કોર્ટની આવી છબી અતિ ગંભીર બાબત છે. જજોએ તટસ્થ રહીને ન્યાયને મહત્વ આપવું જરૂરી છે. ગમે તે રાજકીય પક્ષ હોય કે રાજકીય નેતા હોય કોર્ટે તેની મર્યાદા ક્યારેય ગુમાવવી જોઈએ નહીં. સુપ્રીમના જજ દ્વારા જાહેરમાં થતી આ ટિપ્પણી જ ઘણું કહી જાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

Video : શેરીમાં ભજન ગાતા જીગ્નેશ ઠાકરે પૈસાદાર લોકોને ટાર્ગેટ કર્યા અને કથાના નામે તેની માયાજાળ પાથરી

ચૂંટણીનો મુદ્દો : ગુજરાતીઓના અપમાન બાદ “મહિલાઓનું અપમાન” : ઉગ્રતાથી પ્રજા વચ્ચે આ મુદ્દાને લઇ જવા આદેશ

પાલિકા-પંચાયતની ચૂંટણી : નામદાર ચીફ જસ્ટીસ સાહેબ, શું આ તમાશો તમે જોઈ રહ્યા નથી ?, સુઓમોટો ક્યારે ?