Face Of Nation 18-04-2026 : ગુજરાતીઓના અપમાનનો મુદ્દો અન્ય રાજ્યોમાં મુદ્દા તરીકે ચાલી શકે તેમ નહોતો એટલે ભાજપે હવે મહિલાઓના અપમાનને ચૂંટણીનો નવો મુદ્દો બનાવ્યો છે. રાષ્ટ્જોગ સંબોધન પહેલા જ ફેસ ઓફ નેશને અહેવાલ રજૂ કર્યો હતો કે, “મહિલા અનામત બિલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન, કોંગ્રેસ સહીત વિરોધ પક્ષ નિશાન”. જે અક્ષરશઃ સાચો પડ્યો છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલું મહિલા અનામત બિલ રજૂ થશે નહીં તેવી ભાજપ અને વડાપ્રધાનને ખબર હતી તેમ છતાં તેઓએ આ બિલ લોકસભામાં રજૂ કરીને મહિલા અનામતનો મુદ્દો ચૂંટણી ટાણે ઉભો કરીને મહિલાઓના મત એકઠા કરવાનો પ્રયાસ કર્યો છે. હંમેશા રાષ્ટ્રને લગતી બાબતો સાથે સંબોધન કરવા આવતા નરેન્દ્ર મોદીએ ખરેખર જે વાત લોકસભામાં રજૂ કરવાની હતી તે વાતને રાષ્ટ્જોગ સંદેશના નામે ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે. ભાજપના દરેક નેતાઓ અને વોર્ડમાં વડાપ્રધાનના નિવેદન બાદ આ મુદ્દાને ઉગ્રતાથી લોકો વચ્ચે લઇ જવાની સૂચના પણ આપી દેવામાં આવી હોવાની માહિતી રાજકીય સૂત્રો પાસેથી મળી છે. ગુજરાતના ભાજપના ડાયરા કલાકારોને પણ આ મુદ્દે વિડીયો બનાવી વાયરલ કરવાની સૂચના અપાઈ છે. મોદીએ નિવેદનમાં બંગાળ અને અન્ય રાજ્યોના રાજકીય પક્ષોને ટાર્ગેટ કર્યો હતો તે જોતા જ સ્પષ્ટ થઇ ગયું કે, ભાજપે મહિલા અનામતનો મુદ્દો ચૂંટણીલક્ષી બનાવી દીધો છે.
આસામ, કેરળ, તમિલનાડુ, બંગાળ અને પોન્ડુચેરી સહિતના રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે તેવામાં આ ચૂંટણીમાં રાજકીય મુદ્દે વિપક્ષોને ઘેરવા માટે ભાજપ મહિલા અનામત આરક્ષણ બિલને મુદ્દો બનાવીને રજૂ કરવા માંગે છે. જે મુદ્દે નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ, ટીએમકે સહિતના રાજકીય પક્ષોને ટાર્ગેટ કર્યા હતા. ભાજપે મોદીના નિવેદન બાદ આ મુદ્દાને ઉગ્રતાથી પ્રજા વચ્ચે લઇ જવા સૂચના આપી છે. જેથી પ્રજા તેમના સામાન્ય પ્રશ્નો ભૂલી જાય. દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ભાજપ તેની વિરુદ્ધ ઉઠેલો પ્રજાનો અવાજ દબાવવા “મહિલા અપમાન”ના મુદ્દાનો સહારો લેશે. ભાજપ દરેક ચૂંટણીમાં પ્રજા વચ્ચે જવા અવનવા મુદ્દાઓ લાવે છે અને તે મુદ્દાઓથી જ વિપક્ષનો ઘેરાવો કરે છે. આ મુદ્દાઓમાં ક્યારેય પ્રજાહિત નથી હોતું.
શુક્રવારે કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલો બંધારણનો 131મું સુધારા બિલ લોકસભામાં પસાર કરાવી શકી ન હતી. તેમાં સંસદની 543 બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હતો. અગાઉથી જ ભાજપને ખબર હતી કે તેઓ આ બિલ લોકસભામાં પસાર કરાવી શકે તેવી સ્થિતિ નથી પરંતુ ચૂંટણીનો રાજકિય લાભ ખટકવા આખું સમગ્ર આયોજન એક રાજનીતિક પ્લાનિંગથી રજૂ કરવામાં આવ્યું છે. જેને મુદ્દો બનાવીને પ્રજા વચ્ચે જઈ શકાય અને પ્રજાના માનસપટ ઉપરથી અત્યાર સુધીની કામગીરીના હિસાબના મુદ્દા ઉપર પડદો પાડી દેવાય. 21 કલાકની ચર્ચા બાદ લોકસભામાં બિલ ઉપર મતદાન થયું. 528 સાંસદોએ મત આપ્યા. પક્ષમાં 298, વિપક્ષમાં 230 મત પડ્યા. જોકે, બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. 528ના બે તૃતીયાંશ 352 થાય છે. આ રીતે બિલ 54 મતો ખૂટતા પસાર થતા અટકી ગયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
જીગ્નેશ ઠાકર સહીતના કથાકારોની કથાનો યજમાન આજદિન સુધી કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો માણસ નથી બન્યો
ધંધુકામાં ભારેલો અગ્નિ, અમદાવાદથી પોલીસનો કાફલો પહોંચ્યો, યુવાનની હત્યા બાદ કોમી માહોલ
ડાયરા કલાકારો અને કથાકારો ભાજપના ગુલામ બન્યા : “મતદાતા”નો “મતાધિકાર” છીનવાયો ત્યારે એકેય ન બોલ્યા !



