Home Uncategorized વડતાલનો મુદ્દો ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંસ્થાનાઓના સાધુઓ વધારવામાં રસ દાખવ્યો

વડતાલનો મુદ્દો ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંસ્થાનાઓના સાધુઓ વધારવામાં રસ દાખવ્યો

Face Of Nation 04-09-2023 : વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળ આવતું સારંગપુર મંદિર વિવાદમાં આવ્યું છે. આ વિવાદનો લાભ અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાનોના સાધુએ પણ બખૂબી લઇ લીધો. સારંગપુરનો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો પરંતુ બીએપીએસ તેમજ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય સહીત અન્ય નાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાનોએ પણ આ આગમાં ઘી હોમવાનો અવસર ઝડપી લીધો છે. આ વિવાદ સમયે અન્ય સંસ્થાનોના સાધુઓએ પણ વિવાદાસ્પદ બફાટો કરીને ઉગ્રતામાં વધારો કરી દીધો જેને પરિણામે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર વિરોધનો વંટોળ વધતો ગયો, વધતો ગયો અને એ હદે વધ્યો કે સાધુઓને જાહેરમાં બેફામ વાણીવિલાસ કરવાનો મુદ્દો મળી ગયો.
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.
એક તરફ આ જાહેરાત થવાની હતી તે અગાઉ આ જ સંસ્થાના દર્શન સ્વામી નામના સાધુએ બેફામ વાણીવિલાસ કરીને તેનું પોત પ્રકાશ્યું અને બળતામાં ઘી હોમ્યું. આ એક જ સાધુ નથી કે જેણે બળતામાં ઘી હોમ્યું છે પરંતુ અગાઉ વડતાલના રાજકીય સાધુ નૌતમ, કાલુપુરનો પીપી અને બીએપીએસનો અપૂર્વ સહિતના પોતાને સાધુ કહેવડાવતા લોકોએ બેફામ વાણી વિલાસ કરીને વિવાદને વધારવામાં મહત્વનો ભાગ ભજવી નાખ્યો. આ સમગ્ર વિવાદ માત્ર સારંગપુર હનુમાનજી મંદિરથી શરૂ થયો હતો પરંતુ વડતાલ સંપ્રદાય વિરુદ્ધ આગ ભડકાવવાના ઇરાદે તેને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય સુધી ઢસડી જવામાં ખુદ આ જ સમ્પ્રદાયના અન્ય સંસ્થાનોના સાધુઓએ મહત્વનો ભાગ ભજવી નાખ્યો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

પ્રજા માંગે જવાબ : 9978406204 ઉપર કલેકટરને અંબાજી મંદિર પ્રસાદના વિવાદાસ્પદ નિર્ણય અંગે કરો રજૂઆત

બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો અને સેક્સ કાંડ આવે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો કેમ રોષે નથી ભરાતા ?