Home Uncategorized Exclusive : વિરોધ વચ્ચે રૂપાલાએ ઉમેદવાર બદલવાનું કહ્યું પણ મોદીએ ચોખ્ખી ના...

Exclusive : વિરોધ વચ્ચે રૂપાલાએ ઉમેદવાર બદલવાનું કહ્યું પણ મોદીએ ચોખ્ખી ના કહી દીધી !

Face Of Nation 8-04-2024 : સમગ્ર ભારત જાણે છે કે, મોદીની મરજી વિના ભાજપમાં પાંદડું પણ હાલતું નથી. જો કે આજે દેશમાં પણ એવું જ છે કે, મોદીની મરજી વિના દેશમાં કોઈની તાકાત નથી કે કશું કરી શકે. મોદી જે ઈચ્છે તે જ થાય તેવામાં ગુજરાતમાં ઉમેદવાર બદલવા માટે ક્ષત્રિય સમાજ જંગે ચઢ્યો હોવા છતાં ભાજપને કોઈ અસર નથી કેમ કે ખુબ ઉમેદવારની પોતાના સ્થાને અન્યને લડાવવાની ઈચ્છા હોવા છતાં મોદીએ ઉમેદવાર બદલવા માટે ચોખ્ખી “ના” કહી દીધી હોવાની વાત ભાજપના હાઇકમાન્ડના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળી છે. આ માહિતી સાચી જ હશે તેમ કહેવામાં કોઈ બે મત નથી કેમ કે, ક્ષત્રિયોનો આટલો રોષ હોવા છતાં ભાજપને કશી પડી નથી.
પુરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયો રોષે ભરાયા છે અને માત્ર ઉમેદવાર બદલવાની જીદ પકડીને બેઠા છે. રૂપાલાએ જાહેરમાં માફી માંગ્યા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ માફી માંગી હતી અને રૂપાલાની માફીનો સ્વીકાર કરવા વિનંતી કરી હતી. જો કે ક્ષત્રિયો ટસના મસ ન થતા તેમણે રૂપાલાને બદલવાની તેમની જીદ પકડી રાખી તેમનો વિરોધ યથાવત રાખ્યો છે. હંમેશા ભાજપને વફાદાર રહેનાર અને નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એવા રૂપાલાએ પક્ષને નુકસાન ન થાય તે ઇરાદે ભાજપના હાઇકમાન્ડ અને ત્યારબાદ નરેન્દ્ર મોદીને ઉમેદવાર બદલવા માટે વિનંતી કરી હતી અને પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. જો કે તેમની રજુઆત ઠુકરાવી નરેન્દ્ર મોદીએ ઉમેદવાર બદલવાની ચોખ્ખી ના કહીને રૂપાલાને જ ચૂંટણી લડવા માટે આદેશ કર્યો હતો. ભાજપના જ આંતરિક અને હાઇકમાન્ડની ખુબ જ નજીકના સૂત્રો પાસેથી વધુમાં એવી પણ માહિતી મળી છે કે, ભાજપે કરાવેલા ગુપ્ત સર્વે મુજબ રૂપાલાની જીત થશે અને ક્ષત્રિયોનો રોષ ભાજપની મતબેંકને અસર કરશે નહિ.
નિષ્પક્ષ રીતે જોવા જઈએ તો ક્ષત્રિયો જે વિરોધ કરી રહ્યા છે તે યોગ્ય નથી કેમ કે જેનાથી ભૂલ થઇ છે તેને તે ભૂલનો સ્વીકાર કરીને માફી માંગી લીધી છે. હવે તે માંફીને સ્વીકારવાને બદલે જીદ ઉપર ઉતરી જવું તે યોગ્ય નથી. જયારે ભૂલ કરનાર પ્રાયશ્ચિત કરે તો ભગવાન રાજા રામ પણ માફ કરી દેતા હતા અને અત્યારના ક્ષત્રિયો માફીને પણ અવગણીને જીદ ઉપર અડ્યા રહે તે યોગ્ય નથી. હા ! વ્યક્તિએ એક વાર ભૂલ કરી હોય માફી માંગી હોય, ત્યારબાદ માફી આપી પણ દીધી હોય અને છતાં બીજી વાર ભૂલ કરે તો તે માફીને પાત્ર ન હોવી જોઈએ પણ આજદિન સુધી કોઈ નેતાએ એવા નિવેદનો કે ભૂલમાં પણ ભાષણબાજી નથી કરી કે જેને લઈને ક્ષત્રિયોને જંગે ચઢવું પડ્યું હોય. છેલ્લા ઘણા સમયના ગુજરાતના ઇતિહાસમાં કદાચ આ પહેલી વાર બન્યું કે ક્ષત્રિયો જીદે ચઢ્યા છે અને માફી આપવા તૈયાર નથી. ખેર ! ભાજપ પણ આ સમયે નમતું જોખવા તૈયાર નથી કેમ કે જે ઉમેદવાર સામે વિરોધ ઉઠ્યો છે તે ઉમેદવાર ખુબ મોદીના નજીકના મનાય છે અને ભાજપના જુના જોગી અને વિશ્વાસુ નેતા મનાય છે. આ વિરોધ વચ્ચે રૂપાલાની જીત નિશ્વિત છે તેવો ભાજપને વિશ્વાસ પણ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

હિટલરશાહીનું પુનરાવર્તન : વિશ્વમાં મોદી બીજા હિટલર સાબિત થશે, મોદીની લોકપ્રિયતા કરતા ડર વધી રહ્યો છે