Home Gujarat 146મી રથયાત્રા : સરસપુરની 15થી વધુ પોળ 100 વર્ષથી રથયાત્રામાં સવા લાખ...

146મી રથયાત્રા : સરસપુરની 15થી વધુ પોળ 100 વર્ષથી રથયાત્રામાં સવા લાખ ભાવિકોને જમાડે છે, અખાડાનું સરસપુરમાં આગમન

Face Of Nation 20-06-2023 : ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચશે ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે સરસપુરમાં અલગ અલગ પોળમાં જમાડવામાં આવશે. 10-15 નહીં પરંતુ 100 વર્ષથી સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તો અને સાધુ-સંતોને ભાવભેર જમાડવામાં આવશે. આ તમામ પોળમાં 20-25 હજાર નહીં પણ સવા લાખ ભાવિકોને આગ્રહ કરીને જમાડવામાં આવે છે. પાંચાવાળ પોળના પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અહીં રૂડીમાનું રસોડું છે. ભક્તોને જમાડવાની શરૂઆત જ રૂડીમાનાં રસોડાથી જ થઈ છે. 90 વર્ષ જેવું થઈ ગયું છે. અત્યારે અમારી ચોથી પેઢી ચાલે છે.
અત્યારસુધી ક્યારેય જમાવનું ખૂટ્યું નથી
રથયાત્રાના આગળમાં દિવસે પુરી, ફૂલવડી, લાડુ તૈયાર કરવામાં આવે છે. જ્યારે રથયાત્રાના દિવસે વહેલી સવારે શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે. દરેક પોળમાં અલગ અલગ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. દરેક પોળમાં 2થી 5 હજાર લોકો પ્રસાદ મેળવે છે. તમામ લોકોને સ્વયંસેવકો દ્વારા સન્માન સાથે લઈ જઈ જમાડવામાં આવે છે. અત્યારસુધી ક્યારેય જમાવનું ખૂટ્યું નથી.
પરોઢીયે શાક બનાવીએ છીએ
વધુમાં જણાવ્યું હતું કે, આગલા દિવસે પુરી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે અને રથયાત્રાના દિવસે પરોઢીયે શાક બનાવવામાં આવે છે. જ્યારે ભક્તો આવતા હોય ત્યારે અમારા બધા જ સ્વયંસેવકો ભક્તોને ખૂબ જ આદરપૂર્વક જમવા બોલાવે છે. જેમાં નાત-જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. દર વર્ષે ભગવાનને અહીંથી જ સુખડીનો ભોગ ચઢાવવામાં આવે છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).