Face Of Nation 14-05-2026 : ભારતના વડાપ્રધાનને કારોના કાફલામાં ઘટાડો કર્યો હોવાના સમાચારો વાયરલ થયા છે. આ સમાચારોમાં બે ગાડીઓના વિડીયો દેખાડીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, નરેન્દ્ર મોદીએ તેમના કાફલો માત્ર બે કાર પૂરતો સીમિત કરી દીધો છે. જો કે, આ વીડિયોમાં દેખાતી કારમાં વડાપ્રધાન મોદી હતા જ નહીં તેવી એક વાત સામે આવી રહી છે. ફેસ ઓફ નેશનને મળેલી માહિતીને લઈને આ વાત સાચી કે ખોટી તે અંગે દાવો કરી શકાય તેમ નથી, પરંતુ આ વાતને અવગણી શકાય તેમ પણ નથી. સામાન્ય રીતે મોદી આવો કોઈ નિર્ણય લે તો તેમનો ચહેરો પણ દેખાય તેવા ફોટો કે વિડીયો વાયરલ થાય છે, પરંતુ આ બાબતે માત્ર બે કારના જ વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જે બે કાર નરેન્દ્ર મોદીના કાફલાની કાર છે. ભારત દેશના વડાપ્રધાનને જીવનું જોખમ હોવાની વાત જગ જાહેર છે. મોદીને વિશેષ સુરક્ષા આપવામાં આવી છે. તેવામાં માત્ર બે જ કારના કાફલા થકી મોદી મુસાફરી કરે તે વાતમાં પણ દમ નથી. ઘટાડો કર્યો હોવા છતાં સામાન્ય રીતે મુખ્યમંત્રીની કારોના કાફલામાં પણ ત્રણ થી ચાર કાર હોય છે. તેવામાં મોદીનો કાફલો માત્ર બે ગાડીઓ પૂરતો સીમિત હોય તે વાતમાં દમ નથી કે સુરક્ષાની દ્રષ્ટિએ તે ચાલે તેમ પણ નથી.
કેટલાક લોકોનો દાવો છે કે, વીડિયોમાં દેખાતી કારો વડાપ્રધાનના કાફલાની હોવા છતાં તેમાં નરેન્દ્ર મોદી હાજર નહોતા. આ વાત કેટલી સાચી છે અથવા કેટલી ખોટી છે તે અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. તેથી કોઈ નિશ્ચિત દાવો કરવો શક્ય નથી. તેમ છતાં ખુદ રાજકીય નેતાઓ વચ્ચે આ મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર પોતાના સુરક્ષા કાફલામાં ઘટાડો કરે તો સામાન્ય રીતે તેમનો ચહેરો દેખાય તેવા ફોટા અથવા વીડિયો પણ જાહેર થાય. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં માત્ર બે ગાડીઓ રસ્તા ઉપર જતી જોવા મળે છે અને ક્યાંય પણ વડાપ્રધાન મોદી દેખાતા નથી. આ વીડિયોને તમામ ન્યુઝ ચેનલોએ અને તમામ અખબારોએ સમાચારના ભાગરૂપે ચલાવ્યો છે પરંતુ ક્યાંય ગાડીમાં મોદી દેખાય તેવા વિડીયો જોવા મળી રહ્યા નથી.
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે, ભારતના વડાપ્રધાન જેવી વ્યક્તિ માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. વડાપ્રધાનના કાફલામાં SPG, સ્થાનિક પોલીસ, ઈમરજન્સી ટીમ અને અન્ય સુરક્ષા વાહનોનો સમાવેશ થતો હોય છે. આવી સ્થિતિમાં અચાનક માત્ર બે ગાડીઓમાં સમગ્ર સુરક્ષા વ્યવસ્થા સીમિત કરી દેવામાં આવી હોય તેવી શક્યતાઓ નથી જેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, આ માત્ર દેશને દેખાડવા કે સમાચાર બનાવવા માટે કર્યું હોઈ શકે તેમ છે પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન માત્ર બે જ કારોના કાફલામાં મોદી આવન જાવન કરે તેવી શક્યતાઓ પણ નથી કે સુરક્ષા એજન્સીઓ તેમ કરે તેમ પણ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).
ઈરાન યુદ્ધ તો માત્ર બહાનું, ભારતનું અર્થતંત્ર 2011થી ડામાડોળ, શો-બાજી નહીં સચ્ચાઈ જુઓ
જયારે વડાપ્રધાન ખુદ જાહેરમાં આવીને અપીલ કરે ત્યારે સમજી જવું કે દેશ વિકટ પરિસ્થિતિમાં છે



