Home Uncategorized બંગાળમાં સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા : હુમલાખોરો ફરાર

બંગાળમાં સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા : હુમલાખોરો ફરાર

Face Of Nation 07-05-2026 : પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બુધવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બાઈક સવાર હુમલાખોરોએ 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના કોલકાતાના મધ્યમગ્રામ વિસ્તારની છે. પ્રાથમિક જાણકારી અનુસાર, ચંદ્રનાથ સફેદ રંગની સ્કોર્પિયોમાં સવાર હતા ત્યારે બાઇક સવાર હુમલાખોરોએ તેમના વાહનને અટકાવ્યું હતું અને નજીકથી 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી રથની છાતીમાં વાગ્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. રથને તાત્કાલિક નજીકના નર્સિંગ હોમ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની હત્યાનો આરોપ ટીએમસીના કાર્યકરો પર લગાવવામાં આવ્યો છે.
બંગાળમાં 4 મેના રોજ પરિણામ પછી હિંસા શરૂ થઈ. છેલ્લા 24 કલાક દરમિયાન 4 લોકોની હત્યા થઈ. જેમાં ભાજપ અને TMCના 2-2 કાર્યકરોનો સમાવેશ થાય છે. કોલકાતાના ન્યૂ માર્કેટમાં મંગળવારે રાત્રે ભીડે TMCની પાર્ટી ઓફિસને બુલડોઝરથી તોડી પાડી. તોફાનીઓએ આસપાસની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું. જ્યારે નોર્થ 24 પરગણા જિલ્લાના સંદેશખાલી સ્થિત બામનઘેરી વિસ્તારમાં મંગળવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ અને કેન્દ્રીય દળો પર હુમલો થયો. તોફાનીઓએ ગોળીબાર કર્યો, જેમાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય

સત્તા વિરોધી લહેરનો લાભ લઈ ભાજપ ધાર્મિક ધ્રુવીકરણના માર્ગે ચાલ્યું અને બંગાળ જીત્યું