Home News આ ભારતમાં જ શક્ય છે : પ્રજાના કરોડોનો ધુમાડો, મફત ટિકિટોની વહેંચણી...

આ ભારતમાં જ શક્ય છે : પ્રજાના કરોડોનો ધુમાડો, મફત ટિકિટોની વહેંચણી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત

Face Of Nation 10-03-2023 : ભારત દેશમાં જયારે કોઈ વિદેશી નેતા મુલાકાતે આવે ત્યારે પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને જાજરમાન દેખાડો કરીને તેમનું સ્વાગત કરવામાં આવે છે. પ્રજા ભેગી ન થાય તો પણ બસો મૂકીને નેતાઓ અને કાર્યકરોને તેમના વિસ્તારમાંથી મોટી જનમેદની લઇ આવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે અને જો કોઈ ન મળે તો શાળાઓમાં આદેશ આપી દેવામાં આવે છે કે, બાળકોને લઈને હાજર થઇ જાઓ. ખેર ! આ માત્રને માત્ર ભારતમાં જ શક્ય છે એટલે જ આપણું એક જ વાક્ય છે કે, ગર્વથી કહો ભારતીય છું અથવા તો ગર્વથી કહો ગુજરાતી છું. કેમ કે, જયારે ભારતના વડાપ્રધાન વિદેશની મુલાકાતે જાય ત્યારે ત્યાં આમ પ્રજાના કરોડોનો ધૂમાળો કરવામાં નથી આવતો કે પ્રજાના કરોડો ખર્ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત પણ કરવામાં નથી આવતું. હા ! જે તે દેશમાં વસનારા ભારતીયોને ભેગા કરીને ભીડ એકઠી ચોક્કસ કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા અને ભારતની ક્રિકેટ મેચમાં સ્ટેડિયમ ખીચો ખીચ ભરેલું લાગે તે માટે દરેક ધારાસભ્યોને જોઈએ એટલી ટિકિટો મફત આપવામાં આવી હતી જેથી ધારાસભ્યોએ પણ પોતાના વિસ્તારમાં પ્રચાર કરીને મફત ટિકિટ પોતાના કાર્યાલયેથી લઇ જવા સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ કરી હતી. ભારતમાં જ આવું શક્ય છે કે, રાજકીય પાર્ટીઓ કરોડોના ખર્ચે વિદેશી નેતાઓને આવકારે અને પ્રજા તાળીઓ પાડે. વિદેશમાં જો આમ કરવાની હિંમત કોઈ નેતા કરે તો પ્રજા ચોક્કસથી તેને સત્તા સ્થાનેથી ખસેડી લે. જો કે સદ્ભાગ્યે આવું ભારતમાં થતું નથી કેમ કે ભારતીયો ખુબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે એટલે તેમને મન તો સત્તા જ સર્વોપરી છે. લોકશાહીમાં ક્યારેય સત્તા સર્વોપરી નથી હોતી પરંતુ ભારતમાં છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલી ટેસ્ટ મેચ જોવા માટે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો હતો. ભારતીય પંરપાર મુજબ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં રાજભવન ખાતે ધુળેટીની ઉજવણી માટે ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના PMએ રંગોત્સવ મનાવ્યો હતો. મોટેરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ કરણ કરીને બનાવવામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ રેકોર્ડ કરવા માટે મોટી સંખ્યામાં લોકોને મફત ટિકિટોની વહેંચણી કરીને લાવવામાં આવ્યા હતા જેની પાછળ પણ કરોડોનું આંધણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

સોમનાથ ટ્રસ્ટના આગેવાનના ઇશારે વેપારીને ફાયદો કરાવવા અંબાજીમાં મોહનથાળ બંધ!, “રજૂઆતો”નું માત્ર નાટક, નિર્ણય રદ્દ થશે

 

આ ભારતમાં જ શક્ય છે : પ્રજાના કરોડોનો ધુમાડો, મફત ટિકિટોની વહેંચણી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત

પ્રજા માંગે જવાબ : 9978406204 ઉપર કલેકટરને અંબાજી મંદિર પ્રસાદના વિવાદાસ્પદ નિર્ણય અંગે કરો રજૂઆત