Home News અરવિંદ કેજરીવાલ રાજકોટમાં : મુખ્યમંત્રી પદના ચહેરા અંગે કહ્યું: ‘ટૂંક સમયમાં જાહેરાત...

અરવિંદ કેજરીવાલ રાજકોટમાં : મુખ્યમંત્રી પદના ચહેરા અંગે કહ્યું: ‘ટૂંક સમયમાં જાહેરાત થશે,’પાટીદારો સહિત દરેક સમાજને અમારા પક્ષમાં ન્યાય મળશે’

Face Of Nation 02-08-2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો કેજરીવાલની ગુજરાત મુલાકાત વધી રહી છે. તેઓ જનસંપર્કનું આયોજન કરી ગુજરાતના લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે વધુ એક વખત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેમણે રાજકોટ ખાતે સંજયભાઇ રાજગુરૂ કોલેજના કેમ્પસમાં આકાર પામેલા શિવધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો દરેક નાગરિક મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી પદના ચહેરાની સમયમાં જાહેરાત થશે. પાટીદારો સહિત દરેક સમાજને અમારા પક્ષમાં ન્યાય મળશે. દરેકને સમાન હક અને સમાન પદ મળશે
10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો મારી સરકાર સતામાં આવશે તો અમે રાજ્યના દરેક યુવકને રોજગારી આપવામાં આવશે., જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું, અને 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું., દિલ્હીમાં અમે 12 લાખથી પણ વધુ યુવાનોને નોકરી આપી છે. અને ખાસ તો સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને અટકાવવા માટે કાયદો લાવીશું
આગામી સમયમાં આખા ગુજરાતમાં પ્રવાસ કરીશું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમયસર પરીક્ષા યોજાશે સમયસર પરિણામ આવશે અને પેપર ફૂટવાની ઘટના અટકી જશે. સોમનાથ ખૂબ જ પવિત્ર ભૂમિ છે ત્યાં મેં ગુજરાત અને દેશની પ્રજાની ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી. અમે હવે આગામી સમયમાં આખા ગુજરાતમાં પ્રવાસ કરીશું. 6 તારીખે અમે વડોદરામાં જઈશું. 7 તારીખે જામનગરમાં જામનગરના પ્રવાસે જવાનું આયોજન છે. આમ ટૂંક સમયમાં અમે આખા ગુજરાતનો પ્રવાસ કરવા જઈ રહ્યા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).