Home News સંજત રાઉત ચોથી ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં : કોર્ટે કહ્યું- રાતે 10...

સંજત રાઉત ચોથી ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં : કોર્ટે કહ્યું- રાતે 10 વાગ્યા પછી પૂછપરછ ન કરતા, તેઓ હાર્ટના પેશન્ટ; દવાનું પણ ધ્યાન રાખવું!

Face Of Nation 02-08-2022 : પાત્રા ચોલ કૌભાંડમાં પકડવામાં આવેલા શિવસેનાના નેતા સંજય રાઉતને સોમવારે PMLA કોર્ટે 4 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડ પર મોકલી દીધા છે. કોર્ટે કહ્યું છે કે, ઈડીએ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એજન્સી રાતના 10 વાગ્યા રછી સંજય રાઉતની પૂછપરછ નહીં કરે. સંજય રાઉતને તેમના વકિલને મળવાની છૂટ આપવી જોઈએ. તે ઉપરાંત તેમને દવાઓ પણ સમયસર આપવી જોઈએ, તેમને હાર્ટની બીમારી છે. EDએ કોર્ટ સમક્ષ 8 દિવસની કસ્ટડી માગી હતી. EDએ કોર્ટમાં કહ્યું કે અમે 3 વખત સમન મોકલ્યા, પરંતુ રાઉત જાણીજોઈને હાજર ન થયા. આ મામલે જોડાયેલાં પુરાવાઓ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતની ધરપકડને ખોટી ગણાવી છે. ઠાકરેએ કહ્યું મને સંજય રાઉત પર ગર્વ છે. આજે સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવનારને જેલ મોકલવામાં આવી રહ્યાં છે. બંધારણને તોડી-મરોડવામાં આવે છે. ઉદ્ધવે કહ્યું- મને મરવું પસંદ છે, પણ ઝુકીશ નહીં.
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પ્રદર્શન
બુધવારે સાડા છ કલાકની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે પણ રાઉતને EDએ બોલાવ્યા. 6 કલાક પૂછપરછ પછી મોડી રાત્ર 12 વાગ્યે રાઉતની ધરપકડ કરવામાં આવી. રાઉતની ધરપકડ પછી તેમના ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે ખોટી રીતે તેમની ધરપકડ કરવામાં આવી છે. અમને ધરપકડને લઈને કોઈ જ કાગળ દેખાડવામાં નથી આવ્યા. રાઉતની ધરપકડના વિરોધમાં મહારાષ્ટ્રના પુણે, પિંપરી ચિંચવાડ, નાગપુર અને જલગાંવમાં શિવસેનાના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).