Home Gujarat PHDની પ્રવેશ પ્રક્રિયા : આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે, 30મી ઓગસ્ટે પ્રવેશ પરીક્ષા...

PHDની પ્રવેશ પ્રક્રિયા : આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે, 30મી ઓગસ્ટે પ્રવેશ પરીક્ષા યોજાશે, અલગ અલગ આઠ વિષયોમાં PHD માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ!

Face Of Nation 02-08-2022 : ગુજરાત યુનિવર્સિટીમાં UG, PG બાદ હવે PHDની પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, જે 30મી ઓગસ્ટ સુધી ચાલશે. 30મી ઓગસ્ટ પ્રવેશ પ્રક્રિયા માટે પ્રવેશ પરીક્ષા યોજાશે. અલગ અલગ 8 વિષયોમાં PHD માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ, લૉ, આર્ટ્સ, આઇટી, કોમર્સ, એજ્યુકેશન, મેડિકલ, મેનેજમેન્ટ સાહિતમાં વિષયોમાં આવતીકાલથી PHDમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થશે. આજથી 13મી ઓગસ્ટ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઈ શકશે. 14મી ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ સબમિશન થઈ શકશે. 20મી ઓગસ્ટે એલિજીબલ/નોન એલિજીબલ વિદ્યાર્થીઓની યાદી તૈયાર થશે. 22મી અને 23મી ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી હોય તો રજૂઆત કરી શકાશે. 26મી ઓગસ્ટ સુધારેલી પ્રોવિઝનલ એલિજીબિલિટી યાદી જાહેર કરવામાં આવશે. 30મી ઓગસ્ટ પ્રવેશ પરીક્ષા યોજાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).