Home Uncategorized ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓ સરદારનું અપમાન કરનાર મોદીનું કરશે સન્માન !

ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓ સરદારનું અપમાન કરનાર મોદીનું કરશે સન્માન !

Face Of Nation 11-05-2026 : જે ભારત દેશના યશસ્વી વડાપ્રધાને સરદાર પટેલ સ્ટેડિયમના નામ ઉપર કાયમી કૂચડો મારીને તેમનું નામ આપી દીધું એટલે કે, નરેન્દ્ર મોદી કરી નાખ્યું તેમનું આજે ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓએ સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો છે. આ એ જ સંસ્થાઓ છે જેઓએ સરદાર પટેલ સ્ટેડિયમના નામ બદલી નાખવામાં આવ્યું ત્યારે એક શબ્દ શુધ્ધા ઉચ્ચાર્યો નહોતો. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવીને પાટીદારોને મનાવી લેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જોવા જઈએ તો, ભાજપ દ્વારા થયેલી કામગીરી ખોટી હતી. નેતાની લોકપ્રિયતા ક્યારેય એટલી હદે ન પહોંચી જવી જોઈએ કે, દેશના ચળવળકારોના નામ ઉપર રહેલી સરકારી સંપત્તિના નામ બદલી નાખવામાં આવે. જો આમ જ ચાલશે તો આવતીકાલની પેઢી માટે ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ કે અન્ય ચળવળકારોના નામ નિશાન નહીં રહે, કે જેઓએ દેશ માટે લડત લડતા લડતા તેમના જીવ ગુમાવ્યા હતા.
પટેલો જયારે સમાજમાં અંદરો અંદર લડવાનું હોય કે ભાઈઓ ભાઈઓ વચ્ચે લડવાનું હોય તો હિંમત દેખાડે પણ જો કોઈ સમાજના નેતા સામે કશું બોલે કે કરે ત્યારે તેઓ પાણીમાં બેસી જાય આવું ખુદ પાટીદારોમાં અનેકવાર ચર્ચાય છે. આજે જયારે પાટીદાર સમાજના નામે રોટલા શેકતી કેટલીક ભાજપ પ્રેરિત સંસ્થાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સરદાર પટેલ એવોર્ડથી સન્માન કરી રહ્યા છે ત્યારે તે વાત ચોક્કસ યાદ કરવી પડે કે, સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને પોતાનું નામ કરી નાખનાર આ જ નરેન્દ્ર મોદી સામે એકેય સંસ્થા તે સમયે એક શબ્દ શુધ્ધા ઉચ્ચારી શકી નહોતી. સરકારે પણ સરદાર પટેલનું સ્ટેચ્યુ ભરૂચ ખાતે બનાવીને પાટીદારોને મનાવી લીધા હતા. જો કે, દેશની જૂની ધરોહર સમાન સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ તો બદલી જ નાખ્યું હતું. જેની સામે એકેય ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓએ અવાજ ઉઠાવવાની હિંમત શુદ્ધા કરી નહોતી.
ખેર ! સમાજને ગમે છે અને સરકાર પણ આવકારે છે તેથી એક હાથે તાલિ પડે તેમ કહેવાય નહીં. પાટીદારોને પણ નેતા બનીને રાજકારણ કરવું છે અને રાજકારણીઓને પણ પાટીદારોનો ઉપયોગ કરી સત્તા મેળવી લેવી છે એટલે બંને એકબીજાના પૂરક થઇ ગયા છે. ધર્મ અને રાજકારણ પાછળ પાટીદારો વધારે પૈસા વાપરે છે. પોતાના સમાજના વ્યક્તિને આગળ લાવવા કરતા ધર્મ કે રાજકારણને આગળ ધપાવવા આ સમાજ વધારે કાર્યરત હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

લંડન જતા ગુજરાતી પરિવારને બંધક બનાવી એજન્ટે પુત્રનો લોહીથી લથપથ ફોટો મોકલ્યો : 1 કરોડની માંગ

દારૂ કરતા ડ્રગ્સની ડિમાન્ડ વધારે : સુરત એરપોર્ટ પરથી 2.80 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો

પૈસા માટે પાખંડ : કથાકાર જીગ્નેશ ઠાકર સનાતની દેવીદેવતાઓનું અપમાન કરનારાઓની શરણે