Home News VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો...

VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો

Face Of Nation 01-05-2026 : આજે હિન્દૂ ધર્મને ધંધો બનાવીને નીકળેલા જીગ્નેશ ઠાકર જેવા કથાકારો અને ભગવા વસ્ત્રની આડમાં ભોગ વિલાસ ભોગવી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને લાલબાપુનું જ્ઞાન લેવું અત્યંત જરૂરી છે. લાલબાપુ જેવા પવિત્ર સંતો ખુબ ઓછા છે, જે ખરેખર હિન્દૂ ધર્મ માટે ગૌરવ સમાન છે. લાલબાપુએ એક ઇન્ટરવ્યૂમાં સરસ વાત કહી હતી કે, “મારાથી એવી કોઈ ચીજવસ્તુઓ ન વપરાય જે પ્રજાના પૈસેથી આવી હોય, ભક્તો તેના પરસેવાની કમાણી મંદિર કે આશ્રમમાં દાન સ્વરૂપે આપે છે અને તેમાંથી મારે એક રૂપિયો પણ વેડફાય નહિ” આવા વિચારો ખરેખર એક પવિત્ર સાધુના જ હોઈ શકે અને લાલબાપુ જેવા પવિત્ર સાધુઓના ભાગ્યે ક્યાંક દર્શન થાય છે. લાલબાપુએ આજદિન સુધી દૂધ ઘીનો ખોરાકમાં વપરાશ કર્યો નથી તેઓએ જેટલું ભોજન કર્યું છે તેથી વધુ ભક્તિ કરીને સમાજને તેનું ઋણ ચૂકવી દીધું છે. જો કે, લાલબાપુથી તદ્દન વિરુદ્ધ દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને હિન્દૂ ધર્મની આડશ લઈને પેદા થયેલા કેટલાક જીગ્નેશ ઠાકર જેવા કથાકારો કામ કરી રહ્યા છે. આ બંનેને એકબીજા સાથે સારો એવો લગાવ છે કેમ કે, બંનેનો ટાર્ગેટ એક સરખો છે. આ લોકો સાધુતાની આડમાં વૈભવી જીવન શૈલી જીવવાનો એક મોકો નથી છોડતા. આઈફોનથી લઈને મોંઘી દાટ ગાડીઓમાં ફરવું, એસી રૂમોમાં રહેવું અને ટેસ્ટી ખાનપાન સહીત સંસારની તમામ કરવાની કામગીરી સાધુતાની આડમાં રહેલો શૈતાન કરી રહ્યો છે. આ શૈતાનોના જન્મ પાછળ આંધળા અનુયાયીઓ જવાબદાર છે જેમને ધર્મ કરતા પાખંડ વધારે વ્હાલો લાગે છે. ખેર ! મૂળ મુદ્દાની વાત કરીએ તો કાલુપુર તાંબાના કાંકરિયા સ્વામિનારાયણ મંદિરના મહંત અભિષેક સ્વામીનો બંગલાના વિડીયો અને ફોટો હાલ ખુબ જ વાયરલ થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રૂપોમાં જ વાયરલ થયેલા આ ફોટો અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચા ઉઠી છે. સંત નિવાસની આડમાં બનાવવામાં આવતા આવા ખાનગી બંગલાઓમાં કેવા ભોગ વિલાસો કરવામાં આવતા હશે તે તો સૌ કોઈ જાણે છે. આ સંત નિવાસ કોઈ મંદિરની હદમાં બનાવવામાં આવ્યું નથી પરંતુ વડનગરની એક ખાનગી સોસાયટીમાં બનાવવામાં આવ્યું છે. જ્યાં સાધુઓની હંમેશા અવરજવર રહે છે.
ગુજરાતીમાં વડીલોએ એમ જ કહેવત નથી બનાવી કે, “બાવા બનવું તો સ્વામિનારાયણના અને નોકરી કરવી તો સરકારની”. ગુજરાતીમાં રહેલી તમામ કહેવતો સાચી સાર્થક થઇ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જાહોજલાલી ભોગવવામાં કશું બાકી રાખતા નથી. જલસા કરનારા આ એવા નમાલા સાધુઓ છે, કે જેઓ સંસારમાં રહીને કાઠું ન કાઢી શકતા સંપ્રદાયની આડશ લઈને તમામ પ્રકારની સુખ સુવિધાઓ ભોગવવાનું મુનાસીબ માને છે. મહિલાઓ સાથે રંગરેલિયા મનાવવાથી માંડીને આઈફોનથી રોલા મારવાના તમામ કાર્યો આ સંપ્રદાયના મોટાભાગના સાધુઓ કરે છે. જે કામ સંસારીઓ કરે છે તે તમામ કામગીરી આ સાધુની આડમાં રહેલા શૈતાનો કરે છે તો પછી તે સંત શેના ? સંત તો ખરા અર્થમાં લાલબાપુ જેવા હોય જે પ્રજાના ધર્માદાનો એક રૂપિયો ખોટી રીતે ન વાપરે. ખરેખર નગ્ન અને કડવું સત્ય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના કાંડને લીધે સૌથી વધુ નુકસાન હિન્દૂ ધર્મને થયું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત નાના પી.પી. સ્વામીની ધિરાણની ચોપડી વાયરલ થઇ તેમ છતાં આ સંસ્થાએ આ સાધુ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરીને એ વાતની સાબિતી પુરી દીધી કે, સંપ્રદાયની આડમાં તમ તમારે જલસા કરો, સંસ્થાને કશી પડી નથી. જો કે, આ ઘટનાને હજુ એકાદ મહિના જેટલો સમય પણ વીત્યો નથી ત્યાં કાંકરિયા મંદિરના મહંત અભિષેકનો એક બંગલાના ફોટો અને વિડીયો સામે આવ્યા છે. આ બંગલો વડનગર સ્વામિનારાયણ ગુરુકુળની નજીક એક ખાનગી સોસાયટીમાં બનાવવામાં આવ્યો છે. આ ગુરુકુળમાં પણ વિશ્વપ્રકાસ નામનો સાધુ ફરજ બજાવે છે. વિશ્વપ્રકાશ અને અભિષેક બંને એક જ ગુરુના ચેલા છે અને તેમના ગુરુ નારણવલ્લભને સંસ્થાએ અયોધ્યા મંદિરના મહંત બનાવી દીધા છે. ગુરુ ચેલા અવારનવાર આ બંગ્લામાં એકાંત માણવા આવતા હોવાની વાતો ઉઠી છે સાથે જ આ બંગલામાં અનેક વાર મહિલાઓ પણ આવતી જતી હોવાની માહિતી મળી છે. કાલુપુર મંદિરના મહંત પી.પીની માફક આ સાધુના બંગલા મામલે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કેમ કે, સંસ્થા પાસે હવે આવા જ સાધુઓ બચ્યા છે જે આચાર્ય અને લાલજીને ખુબ પસંદ પડે છે કેમ કે કદાચ આવા સાધુઓ આચાર્ય અને લાલજીની વિચારશરણી ધરાવે છે. “બદનામ હુએ તો ક્યાં હુઆ, નામ તો હુઆ”ની વિચારશરણી ધરાવતા આચાર્ય કૌશલેન્દ્ર પાંડે તેના સાધુઓને શું સારું જ્ઞાન આપી શકશે તે એક મોટો સવાલ છે. જેને બદનામ થઈને પણ નામ કરવામાં રસ હોય તેને ધર્મની આડમાં વૈભવી ભોગ વિલાસ સિવાય શેમાં રસ હોય તે પણ એક સવાલ છે. પ્રજાના દાનના પૈસે ક્યાં સુધી આવા સંપ્રદાયોના સાધુઓ જાહોજલાલી કરતા રહેશે ? “તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચુપ”ની જેમ કોઈ કોઈને કશું કહી શકે તેમ નથી. નમાલા અને ડરપોક ભક્તોને કારણે આવા ભોગ વિલાસ કરવા સાધુઓ હિમતવાન બને છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય, લાલજી અને સાધુઓએ ધર્મની આડમાં ભોગ વિલાસ ભોગવવા કશું બાકી રાખ્યું નથી. દાન ધર્માદાના પૈસે તો લાલજીના લગ્ન થાય છે, ભક્તો તેમની જાનમાં અને રિસેપ્સનમાં નાચે છે અને બાદમાં તેઓ હનીમૂન કરવા બાલી જાય છે. આ કોઈ નોકરિયાત કે ધંધાર્થી નથી તેમ છતાં સંસારના તમામ સુખો આ આચાર્ય અને લાલજી સહીત તેમનો પરિવાર ભોગવે છે. હવે તેની શરૂઆત સાધુઓએ પણ કરી છે.
સેક્સ સીડી કાંડથી લઈને ખાસ માણસોને પૈસાના ધિરાણ સુધીના કાંડ આ સંપ્રદાયના સાધુઓના પ્રકાશમાં આવે છે. ખુબ જ કડવું સત્ય છે કે, હિન્દૂ ધર્મને આ સંપ્રદાય થકી ખુબ નુકસાન પહોંચ્યું છે. હિન્દૂ ધર્મમાં સાધુ અને સંતને પવિત્ર માનવામાં આવે છે પરંતુ આ સંપ્રદાયના સાધુ-સંતોએ લોકોમાં “ભગવાધારી એટલે ભોગ-વિલાસ”ની એક નવી જ છબી ઉભી કરી છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાંબાના કાંકરિયા મંદિરના મહંત અભિષેકનો વડનગરમાં એક વૈભવી બંગલોએ વાતની સ્પષ્ટ ચાડી ખાય છે કે, ભગવાધારીઓ લાખ્ખો કરોડોના આસામી છે. આ રૂપિયો કોનો અને ક્યાંથી આવ્યો ? દાન-ધર્માદાનો અને ધર્મ થકી આવ્યો. વડનગરની સોસાયટીમાં ક્યા ધંધા કરવા આ તોતિંગ બંગલો બનાવવામાં આવ્યો છે તે હાલ સમગ્ર સંપ્રદાયમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બંગલાના માલિક જેને માનવામાં આવે છે તે, અભિષેક નામનો સ્વામી કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અને લાલજીનો ખાસ માનવામાં આવે છે. આ સાધુના બંગલામાં આચાર્ય અને લાલજી પણ આવતા જતા હોવાની ચર્ચાઓ ઉઠી છે અને એટલે જ તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સંસારની મોહમાયા હજુ આ લોકોને છૂટતી નથી તેથી ભોગ વિલાસના આશયથી આવા સંત નિવાસની આડમાં વૈભવી બંગલાઓ બનાવવામાં આવી રહ્યા છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક સાધુઓના આવા વૈભવી બંગલાઓ છે. જેની સામે સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરીને આડકતરી રીતે મંજૂરીઓ આપવામાં આવી રહી છે કે, ધર્મના નામે પૈસા ઉઘરાવો અને જાહોજલાલીમાં વાપરો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

પૈસા માટે પાખંડ : કથાકાર જીગ્નેશ ઠાકર સનાતની દેવીદેવતાઓનું અપમાન કરનારાઓની શરણે

મંદિર કે કથામાં જતા નેતાઓને વ્યસન મુક્તિની જેમ ભ્રષ્ટાચાર મુક્તિના શપથ કેમ નથી લેવડાવતા ?