Face Of Nation 20-04-2026 : હાલ ભાજપને ઠેર ઠેર જનતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના નેતાઓને પ્રજાને સમજાવતા નાકે દમ નીકળી રહ્યો છે તેવા સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના બોલ બચ્ચનના નામે જેની ટીકા ટિપ્પણી કરવામાં આવે છે તેવા હર્ષ સંઘવીએ ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું હતું કે, “આ લોકો આપડા ભગવાન છે અને તેમના દુઃખમાં સાથે રહેવાનો પ્રયાસ કરવો પડશે.” આ નિવેદનથી એવો ચોક્કસ પ્રશ્ન ઉદભવે કે, શું સત્તાને 30 વર્ષે એ જ્ઞાન થયું કે, મતદારો એમના ભગવાન છે. અત્યાર સુધી ભાજપ અને ભાજપના નેતાઓ મતદારોને શું સમજતા હતા ? આજે રોષે ભરાયો નાગરિક ભાજપ માટે ભગવાન થઇ ગયો ?
ચૂંટણી સભા સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “આ સૌ ઉમેદવારોએ હવેથી હંમેશા ધ્યાન રાખવાનું છે કે રાત્રે બે વાગે ફોન આવે કે સવારે 4 વાગે ફોન આવે, વહેલી સવારે ઘરે જાગીને દરવાજો ખોલો એટલે લોકો માંગણી લઇને આવે, એ માંગણી એના ઘરની બહાર જો ડ્રેનેજ ઉભરાયું હોય કે ઘરમાં પાણી ના આવતું હોય કે ગમે તેવા નાના વિષયો હોય, તમારે એ કામ હસતા મોઢે કરવાનો પ્રયત્ન રાખવો પડશે. આ લોકો એ આપડા ભગવાન છે એ જ સમજીને એમના નાનામાં નાના દુઃખમાં સાથે ઉભા રહેવા પ્રયાસ કરવો પડશે.”
ત્રીસ વર્ષ પછી નેતાજીને થયેલું આ ભાન દર્શાવે છે કે, જનતાનો રોષ જબરદસ્ત છે અને તે રોષ ખાળવા ભાજપ મરણીયા પ્રયાસો કરી રહ્યું છે. અત્યાર સુધી દરવાજે દરવાજે જતા ભાજપના નેતાઓને કોઈ ધક્કા મારતું નહોતું કે વિરોધ કરતું નહોતું પરંતુ હવે પ્રજા કંટાળી ગઈ છે એટલે ઠેર ઠેર ભાજપના ઉમેદવારો અને કાર્યકરોનો વિરોધ કરવામાં આવતો હોવાના ચિત્રો જોવા મળી રહ્યા છે. જે રીતે ભાજપે ઉમેદવારોને તોડવાની રાજનીતિ કરી છે તે જોતા નાગરિકોમાં ભારે રોષ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
જેવો યજમાન તેવો ભાવ : જીગ્નેશ ઠાકર કશું લેતા નથી પણ સાજિંદા-લાઈવ સહીત કથા કરવાના 25થી 51 લાખ !
30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા પડે છે !



