Face Of Nation 23-03-2026 : “આજ મધરાતથી” આ શબ્દો હવે પ્રજાને ભડકાવે છે. મોદીએ સંસદમાં નિવેદન આપ્યું અને પ્રજા ભડકી છે, જેની સામે મીડિયાથી લઈને નેતાઓ સરકારના બચાવમાં અપીલ કરવા ઉતરી પડ્યા છે. ઠેર ઠેર લોકો પેટ્રોલ પંપો ઉપર લાઈનો લગાવીને પેટ્રોલ ડીઝલ ભરાવવા ભાગદોડ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકાર, નેતાઓ અને મીડિયા રીતસર સરકારના બચાવમાં લોકોએ અપીલ કરતા નજરે ચઢ્યા છે. મોદીએ બપોરે નિવેદન આપ્યું કે, “કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખી એકથઇને લાંબો સમય લડવાની તૈયારી કરો”. આ સાથે જ ઠેર ઠેર શહેરોમાં રસ્તાઓ ઉપર લોકોએ લાઈનો લગાવી પેટ્રોલ ડીઝલનો સ્ટોક કરવા માંડ્યો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે, “કોઈ પણ પ્રકારની પેટ્રોલ-ડીઝલની અછત નથી. અફવાઓથી દૂર રહો અને અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે” જો કે અહીં સવાલ થાય કે, વડાપ્રધાન મોદી જયારે લોકોને લાંબો સમય લડવાની તૈયારી કરવા માટે કહેતા હોય ત્યારે અફવા કોણ ફેલાવે છે ? હર્ષ સંઘવીના નિવેદન પ્રમાણે, જો સ્ટોક પૂરતો છે અને કોઈ અછત નથી તો પછી મોદી સામે લોકોને ભડકાવવા બદલ કેસ નોંધાવવો જોઈએ પરંતુ તેની શક્યતા નથી કેમ કે તેઓ મીડિયાએ ઉભા કરેલા “વિશ્વવલ્લભ” છે. જો મોદી ભૂલ પણ કરે તો મીડિયા ભાજપના કાર્યકરની ભૂમિકામાં આવીને મોદીનો ભરપૂર બચાવ કરે.
તારીખ 23-03-2025ને સોમવારના રોજ બપોરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કર્યું હતું. આ સંબોધન મોટાભાગની તમામ મીડિયાએ લાઈવ દેખાડ્યું હતું. પશ્ચિમી એશિયાની સંઘર્ષની પરિસ્થિતિ વચ્ચે મોદીના આ પહેલા નિવેદન સામે સમગ્ર ભારત દેશની નજર હતી. આ નિવેદન બાદ મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવવાના ભયથી ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર પેટ્રોલ પંપો ઉપર લોકોની લાંબી લાઈનો લાગી. જેને લઈને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. પેટ્રોલ પંપો ઉપર પોલીસ ખડકી દેવાની ફરજ પડી. નેતાઓ અને મીડિયાએ રીતસર મોદીના નિવેદન સામે બચાવની ભૂમિકામાં આવીને લોકોને અફવાથી દૂર રહેવા બૂમબરાડા પાડ્યા. ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી પરિસ્થિતિ સર્જાઈ. આ સમગ્ર પરિસ્થિતિ પાછળ કોણ જવાબદાર તે અંગે પણ સવાલ ઉભો થયો.
મોદીએ સંસદમાં જણાવ્યું હતું કે, “હું આ ગૃહમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા આવ્યો છું. ત્યાંની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે. નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા અસ્વીકાર્ય છે. હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનું સ્વીકાર્ય નહીં. ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરો લાંબા સમય સુધી રહી શકે છે. આપણે કોરોના સંકટની જેમ તૈયાર રહેવું પડશે. જોકે, ભારતની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમે વૈકલ્પિક ઉકેલો પણ શોધી રહ્યા છીએ. સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે, અમે હવે 27 દેશોને બદલે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છીએ.” મોદીએ નિવેદનમાં સ્પષ્ટ સ્વીકાર્યું છે કે, દેશમાં ગેસ અને તેલનો સંકટ રોકવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેવામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ મીડિયા પણ બુમરાણ મચાવવા માંડ્યું કે, દેશમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી અને તેને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ છે. આ નિવેદનોમાં સાચું કોણ તેવા પ્રશ્નો અને તાયફાઓ વચ્ચે પ્રજા ભડકે છે અને પરેશાન થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા ભારે પડ્યા !
હાર્દિકના માથે પ્રદીપનો હાથ ફર્યો : એકે સમાજથી બીજાએ મશીનથી “નોટો” છાપી !
Video : કાલુપુર સ્વા. મંદિરની ગાદીએ બેઠેલા અને ભાજપના શરણે રહેલા એટોમ અને હાઇડ્રોજન બૉમ્બ !



