Face Of Nation 23-03-2026 : ભારતના મીડિયાએ જેને “વિશ્વવલ્લભ”નું ઉપનામ આપ્યું છે તેઓ આજે વિશ્વના પ્રથમ નેતા બન્યા છે કે, જેમણે એવું નિવેદન આપ્યું કે, “કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખી એકથઇને લાંબો સમય લડવાની તૈયારી કરો”. ભારતના યશસ્વી વડાપ્રધાન મોદીના આ નિવેદનથી દેશમાં અફરાતફરી મચી ગઈ છે. ઠેર ઠેર પેટ્રોલ પમ્પ ઉપર લાઇનો લાગી છે અને લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા પડાપડી કરી રહ્યા છે. કેટલાક ઠેકાણે કરિયાણાની દુકાનો ઉપર પણ લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. પશ્ચિમ એશિયામાં સંઘર્ષની પરિસ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન મોદીએ પહેલીવાર સંસદમાં સંબોધન કર્યુ હતું. મોદીએ કહ્યું કે, “હું આ ગૃહમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા આવ્યો છું. ત્યાંની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે. સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે, અમે હવે 27 દેશોને બદલે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છીએ. પશ્ચિમ એશિયામાં એક કરોડ ભારતીયો રહે છે. તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. કોરોનાકાળની જેમ હાલમાં પણ એકજુથ થઈને પરિસ્થિતિનો સામનો કરવાનો સમય છે.” મોદીના આ નિવેદન બાદ ભારતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો લાગી ગઈ હતી.
ઈરાન અને અમેરિકા-ઈઝરાય વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળી રહ્યા છે. મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરો લાંબા સમય સુધી રહી શકે છે. આપણે કોરોના સંકટની જેમ તૈયાર રહેવું પડશે. જોકે, ભારતની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમે વૈકલ્પિક ઉકેલો પણ શોધી રહ્યા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
હાર્દિકના માથે પ્રદીપનો હાથ ફર્યો : એકે સમાજથી બીજાએ મશીનથી “નોટો” છાપી !
Video : કાલુપુર સ્વા. મંદિરની ગાદીએ બેઠેલા અને ભાજપના શરણે રહેલા એટોમ અને હાઇડ્રોજન બૉમ્બ !
અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા ભારે પડ્યા !



