Face Of Nation 16-03-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યને બદનામ થઈને જ નામ કરવું છે. તાજેતરમાં જેતલપુર ખાતે યોજાઈ ગયેલા અવસર કાર્યક્રમના છેલ્લા દિવસે આચાર્ય કૌશલેન્દ્ર પાંડેએ નિવેદન આપ્યું હતું કે, “આમ તો જો બાપજીનો સ્વભાવ પાછો એવો છે, બૉમ્બ ફાટે તો તમે કન્ટ્રોલ ન કરી શકો, જેને અનુભવ થયો હશે તેને ખબર હશે. હું તો એટોમ બૉમ્બ ફોડું છું પણ બાપજી તો નાઇટ્રોજન બૉમ્બ છે જેનું રિવર્સલ નથી. આ તો જેને ના ખબર હોય તેને ખ્યાલ આવવો જોઈએ” આ નિવેદન પ્રમાણે કહીએ તો કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીએ એટોમ બૉમ્બ અને હાઇડ્રોજન બૉમ્બ બેઠા છે. જેઓને ધર્મની ગાદીએ બેસીને ધર્મની વાત કે ધર્મનું જ્ઞાન આપવાને બદલે બોમ્બ બનવામાં વધારે રસ છે. આ બંને બૉમ્બ ભાજપના નેતાઓની પગમાં પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિવાદમાં રહેવાનો જાણે કે આચાર્ય કૌશલેન્દ્ર પાંડેનો નિયમ બની ગયો છે અને આ નિયમને લઈને તેઓ વિવાદાસ્પદ નિવેદનો કરી કાયદાકીય બાબતોથી બચવા માટે ભાજપ નેતાઓ અને સરકારી ઉચ્ચ અધિકારીઓની આગળ હાથ જોડી નતમસ્તક ઉભા રહે છે. તાજેતરમાં કૌશલેન્દ્ર પાંડેએ જે નિવેદન આપ્યું તે નિવેદન જો કોઈ નેતા કે આમ નાગરિકે આપ્યું હોત તો તેની સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો હોત પરંતુ કૌશલેન્દ્ર પાંડે સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી કેમ કે, તેઓ સંપ્રદાયના તમામ કાર્યક્રમોમાં ભાજપના નેતાઓને બોલાવી તેમની જી હજુરી કરે છે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સમાચારો આવતા જ આંધળા અનુયાયીઓ કોમેન્ટો કરવા કે બચાવ કરવા કૂદી પડે છે. આ એવા નમાલાઓનું ટોળું છે જેઓની હિંમત તેમના આચાર્ય કે સાધુઓને એક સવાલ શુધ્ધા કરવાની નથી અને જાહેરમાં બૂમ બરાડા પાડવા દોડી આવે છે. અરે ! તમારા આચાર્યને જઈને કહો પહેલા કે એવા નિવેદનો અને શબ્દો જ શું લેવા ઉચ્ચારે છે કે જેથી મીડિયાને સમાચાર લખવાનો મુદ્દો મળે છે. ગાદીએ બેસીને “બદનામ હુએ તો ક્યાં હુઆ નામ તો હુઆ” આ પ્રકારના નિવેદનો જ જાહેર કરે છે કે આચાર્ય જાડી ચામડીના છે. તેને તો બદનામ થઈને પણ નામ કરવું છે તે સમાજને શું સાચી દીશા બતાવશે કે પછી તેના અનુયાયીઓ પણ કેવી વિચારસરણી ધરાવતા હશે કે, આચાર્ય બિન્દાસ્ત બનીને જાહેરમાં આવા નિવેદનો આપે છે. કૌશલેન્દ્રના આવા નિવેદનો જ કહી જાય છે કે, આ આચાર્યના નામે બેઠેલા વ્યક્તિને શરમ જેવું કશું છે જ નહીં. કરોડોની સંપત્તિના મલિક બનીને બેઠેલા આચાર્યને અભિમાનનો પારો માથે ચઢી ગયો છે. સત્તાને તો ખિસ્સામાં રાખું છું, કોણ શું ઉખાડી લેશે તેવા વિચારોથી જ કદાચ પાંડે બેફામ બનીને નિવેદનો આપી રહ્યા છે. ધર્મની ગાદીએ બેઠેલો વ્યક્તિ પોતાની જાતને એટોમ બૉમ્બ અને તેના પિતાને હાઇડ્રોજન બૉમ્બ ગણાવે તે કેટલું યોગ્ય છે. તેથી પણ વધારે એમ કહે કે, “આ તો જેને ન ખબર હોય તેને ખ્યાલ આવવો જોઈએ”. આ વાક્ય થકી તે શું કહેવા માંગે છે ? સીધી કે આડકતરી રીતે કોઈને ધમકી આપી રહ્યા છે ? ખરેખર આ આચાર્યના એક પછી એક નિવેદને તો ધર્મની આડમાં ચાલી રહેલા પાખંડને ઉજાગર કરી દીધો છે. જે સંપ્રદાયના વિવાદિત સાધુને મુખ્ય મંદિરના મહંત બનાવી દે તે કાર્યશૈલી જ દેખાડે છે કે આચાર્યને કેવા લોકો પસંદ છે અને આચાર્ય કેવા લોકોના ઈશારે કામ કરે છે.
2005માં જે સાધુનું નામ સેક્સ સીડી કાંડમાં ઉછળ્યું હતું તે સાધુને આચાર્યએ તેની નિકટ રાખીને મુખ્ય મંદિરના મહંત બનાવી દીધા અને આ જ સાધુના ચાર શિષ્યો સંપ્રદાયની જ મહિલાઓ સાથે રંગરેલિયા કરીને સંસારમાં ભાગી ગયા. આ બાબતે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવાની જગ્યાએ આચાર્ય આ સાધુને પડખે રાખે છે અને જાણે કે સંદેશો આપી રહ્યા છે કે, સેક્સ કાંડ કરશો તો જ મારી નજીક રહેશો. સંપ્રદાયના હરિભક્તો પણ આચાર્યની આ નીતિરીતિને આવકારી રહ્યા છે. કેટલાક સંપ્રદાયના સાચા હરિભક્તો અંદરખાને બળાપો કાઢી રહ્યા છે કે આચાર્ય કેમ આ વિવાદિત સાધુને છાવરી રહ્યા છે ? આચાર્યએ તેને કાઢી મુકવા જોઈએ પરંતુ આચાર્યને જ આવા સાધુઓ પસંદ છે તેથી તેમાં કશું થાય તેમ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા ભારે પડ્યા !



