Home News “સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો...

“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !

Face Of Nation 06-03-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી વધુ બદનામ સંપ્રદાય છે. જેનું મુખ્ય કારણ આ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડે છે. ખુદ આચાર્ય કૌશલેન્દ્ર ગુંડાઓની ભાષા બોલે છે અને પાંગળા અનુયાયીઓને ઉશ્કેરે છે. પાંગળા એટલા માટે કે આ કહેવાતા ભક્તોની એટલી તાકાત નથી કે, સાધુઓ કે આચાર્યના ખોટા કાંડ સામે સંસ્થાના વડાને સવાલ કરી શકે. માત્ર આચાર્યથી આ બધું અટકતું નથી. સાધુઓ પણ સંપ્રદાયની મહિલા હરિભક્તો સાથે ભાગીને સંસાર માંડે છે અને પુરુષ હરિભક્તો ઉત્સવમાં નાચગાન કરે છે. સાચા સાધુઓની હકાલપટ્ટી કે બાદબાકી કરવામાં આવે છે અને ખોટા કે પાખંડી સાધુઓનો સમાગમ આચાર્ય અને ભક્તોને ખુબ ગમે છે. આ સંપ્રદાયમાં ભક્તિ-ભજન કરતા ભવાડા વધારે થાય છે. આ સમગ્ર બાબતો ખુબ જ શરમજનક છે છતાં આચાર્ય, ટ્રસ્ટીઓ, સાધુઓ કે અંધ ભક્તોને કોઈ ફેર પડતો નથી કેમ કે અહીં એવા ભક્તો આવે છે જેઓને સ્વામીઓ કે આચાર્ય ફાઇનાન્સ કરે છે અને કદાચ આ ફાઈનાન્સની લાલચમાં જ અંધ ભક્તો પેદા થાય છે. ફેસ ઓફ નેશનને એક ઇમેઇલ મળ્યો છે. આ ઇમેઇલમાં હાલના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત નાના પીપી સ્વામી લોકોને ફાઇનાન્સ કરતા હોવાની માહિતી છે. જેમાં નામ સાથે કોને કેટલા રૂપિયા આપવામાં આવ્યા તેની માહિતીઓ છે. આ કાગળોમાં દર્શાવવામાં આવેલા નામો પૈકી કેટલાક નામો અંગે ફેસ ઓફ નેશને ખરાઈ કરતા જાણવા મળ્યું છે કે, કાગળોમાં લખેલી માહિતી વર્ષ 2022 અને 2023ની છે. આ ચોપડીમાં જણાવેલા નામો પૈકી ઈશ્વરભાઈના પત્ની નાના પી.પી.સ્વામીની કૌટુંબિક બહેન છે. ઘનશ્યામભાઈ મોટેરા, બિપીનભાઈ મોટેરા (મમરાવાળા, જેઓ બિલ્ડર પણ છે), ભાવિન મોરબી (રામ સ્વામિનો કૌટુંબિક ભાઈ છે). આ બધા પી.પી. સ્વામી અને રામ સ્વામીના કૌટુંબિક અને ખાસ માણસો માનવામાં આવે છે. જેથી તેઓને ફાઇનાન્સ કરવામાં આવ્યું હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નામ વિના પણ માત્ર શીલજ લખીને 15 લાખની એન્ટ્રીઓ પણ આ ચોપડીમાં લખવામાં આવી છે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત અને કોટેશ્વર ગુરુકુળના કર્તાહર્તા નાના પીપી સ્વામીની ફાઈનાન્સની માહિતીઓ મળી છે. ઉલ્લેખનીય છે કે, રાજકારણીઓ અને બિલ્ડરોને બંધ બારણે આવી સંસ્થાઓ મોટું ફાઇનાન્સ કરતી હોય છે. ધર્મની આડમાં ચાલતી સાધુઓની ફાઇનાન્સ કંપનીઓને સરકારની કોઈ એજન્સી આંતરી શકતી નથી કેમ કે સરકાર માટે આ એક વોટબેન્ક છે. આજદિન સુધી ક્યારેય સાંભળવા મળ્યું નથી કે કોઈ ધાર્મિક સંસ્થા ઉપર ઇડીએ કે સરકારની કોઈ એજન્સીએ રેડ કરી હોય અને બેનામી વ્યવહારો પકડ્યા હોય. ખરેખર તો દેશમાં ધાર્મિક સંસ્થાઓ જ એવી છે જ્યાં સૌથી વધુ પૈસાની હેરાફેરી થતી હોય છે. હાલમાં વાત કરીએ કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાની તો, આ સંસ્થાના આચાર્ય કૌશલેન્દ્ર પાંડે જ કરોડોની સંપત્તિના માલિક છે. કથાની વ્યાસપીઠે બેસવાથી માંડીને મંદિરોના મહંત સુધીના સાધુઓ પણ લાખ્ખો થી કરોડોના માલિક બની બેઠા છે. દાન ધર્માદાનો પૈસો ખાસ હરિભક્તોને વ્યાજે આપવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ આવી ચોપડીઓ ઘટસ્ફોટ કરે છે. આવી ચોપડીઓ અને વ્યાજે પૈસા ફક્ત એક જ સાધુના નથી, સંપ્રદાયમાં નાના પી.પી અને મોટા પી.પી જેવા અનેક છે કે જેઓ લાખ્ખોની રકમ વ્યાજે ફેરવે છે અથવા તો ફાઇનાન્સ કરે છે. આ બધો બેનામી રોકડો વ્યવહાર હોવાથી તેના કોઈ પુરાવા હોતા નથી પરંતુ આવી ચોપડીઓ ઘણા “રાજ” ખોલી નાંખે છે. કોઈની ચોપડીઓ જાહેર થઇ જાય છે તો કોઈની જાહેર નથી થતી બાકી સંપ્રદાયની આડમાં ઘણા ખોટા કાર્યો ચલાવવામાં આવે છે. સરકારની મીઠી નજર રહે તે માટે જ આ સંપ્રદાયોના વડાઓ અને સાધુઓને રાજકીય લોકોની શરણાગતિ જોઈતી હોય છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
સ્વામી બનીને લાખ્ખો ભેગા કરીને સંસારમાં જઈને જલસા કરવાનો ટ્રેન્ડ પણ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે ઉજાગર કર્યો છે. કેમ કે હાલના મહંતના ચાર શિષ્યોએ મંદિરમાં પૈસા બનાવીને મંદિરમાં આવતી મહિલાઓ સાથે ભાગીને સંસાર માંડ્યો છે છતાં આ સંપ્રદાયના પુરુષ હરિભક્તો એક સવાલ કરવાની હિંમત ધરાવતા નથી. આ સંપ્રદાય હાલ એટલી હદે બદનામ થઇ ગયો છે કે, લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે. “જેના લગ્ન ન થતા હોય તે સંપ્રદાયમાં સાધુ બની જાઓ, પૈસા ભેગા કરો અને હરિભક્તની મહિલા સાથે આંખ જોડી સંસાર માંડો”. ખેર ! આ બધી બાબતોની નમાલા ભક્તોને કોઈ અસર થતી નથી કેમ કે કેટલાકને મંદિરમાંથી ભક્તિ કરવા પૈસા મળે છે અને કેટલાકને માત્ર મંદિરમાં મળતા ભોજનમાં રસ છે. અનેક દાખલાઓ છે કે, જે લોકો સંપ્રદાયમાં જોડાયેલા છે અને આંધળા અનુયાયી છે તેઓ પાસે એક સમયે ખાવાના પણ ફાંફા હતા અને આજે લાખ્ખોમાં આળોટી રહ્યા છે કેમ કે આ લોકો સંસ્થામાં જ નોકરી કરી રહ્યા છે.
કાલુપુરના મહંત નાના પી.પી.સ્વામીની ચોપડીમાં કોના કોના નામ છે ?
હરેશભાઇ રામાણી : 44
ઘનશ્યામભાઈ મોટેરા : 34
ભીખાભાઇ ઝુંડાલ : 20
બિપીનભાઈ મોટેરા : 5
ઈશ્વરભાઈ કોટેશ્વર : 5
વિપુલભાઈ સોલંકી : 5
રણછોડ ભગત : 55+25
કૌશલભાઈ શાહ : 50
ભાવિન મોરબી : 3
ધર્મેશ કોટેશ્વર : 24
પ્રતિક મહેરી : 7
સાળો : 10
મુકેશભાઈ ઉનાવા : 14
આ બધાના નામોમાં ક્યારે શેના માટે અને કેટલા ટકા વ્યાજે પૈસા આપવામાં આવ્યા તેની માહિતીઓ લખવામાં આવી છે. પિંકી અમેરિકા ગઈ તે વખતે 66000 રૂપિયા 21/02/2023ના રોજ ધર્મેશ કોટેશ્વરને આપવામાં આવ્યા નો પણ ઉલ્લેખ છે. આ માહિતી ઉપરથી કહી શકાય કે, વિદેશ જવા માટે પણ પૈસાનું ધિરાણ કરવામાં આવે છે.
ચોપડીમાં તારીખ, સમય અને કેટલા ટકા વ્યાજ તે સાથે ઉલ્લેખ
ચોપડીના એક પેજ ઉપર લખવામાં આવ્યું છે કે, “સુરેશભાઈ ઓફિસ, દોઢ ટકો બધું સાથે 6/12/2022ના રોજ સાંજે 8 વાગે”. આ માહિતીમાં સ્પષ્ટ થાય છે કે, કેટલા ટકા વ્યાજે કયારે આપવામાં આવ્યા તેની સમય સાથેની માહિતીઓ ટાંકવામાં આવી છે. આ બધી બાબતો ઉજાગર કરે છે કે, લેતીદેતીના હિસાબો પાક્કા પાયે નોંધવામાં આવતા હતા.
સ્વામીઓને પણ પૈસા આપ્યા હોવાનું લખાણ
આ ચોપડીમાં પી.પી સ્વામીના સંસારમાં ગયેલા શિષ્યો પૈકી વ્રજ સ્વામી અને રામ સ્વામીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં “વ્રજ સ્વામી-6-જમીન માટે, દેવ-4 22/2/2023 જમીન માટે, રામ સ્વામી રૂમ માટે કાલુપુર, કુંજ વિહારી સ્વામી (ખાણ, રાજસ્થાન અને સિદ્ધપુર મંદીરના મહંત) : 5+5” ઉલ્લેખ કરવામાં આવેલો છે. જે દર્શાવે છે કે તેમના હાથ નીચેના સાધુઓને પણ ફાઇનાન્સ કરવામાં આવતું હતું.
પી.પી સ્વામી જેવા અનેક સાધુઓનું બિલ્ડરોને ફાઇનાન્સ
પી.પી સ્વામી જેવા અનેક સાધુઓ છે જેઓનું મોટા પાયે ફાઇનાન્સ ચાલે છે. જેમાં રાજકીય અગ્રણીઓથી લઈને બિલ્ડરો સામેલ છે. ગેમ તેવા ધંધા કરવા માટે ભારતમાં ધર્મ એક ઉત્તમ સ્થાન છે જ્યાં ક્યારેય સરકારી એજન્સીની નજર પડતી નથી. મોટાભાગે આવા વ્યવહારો રોકડમાં થતા હોય છે. આ સંસ્થાના લોકો એટલા માથાભારે અને પહોચેંલા હોય છે કે જો કોઈ તેમની વિરુદ્ધ બોલવાનો પ્રયત્ન પણ કરે તો તેમના અનુયાયીઓને હાથો બનાવીને તંત્રનો ઉપયોગ કરીને તેને દબાવી દેવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !

ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”

વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓની આપખુદશાહી, “સભા કરવી હોય તો પૈસા આપો” !