Face Of Nation 04-03-2026 : બ્લેકના વાઈટ પૈસા કરવાના અનેક જુદા જુદા કૌભાંડો ભારત દેશમાં ચાલી રહ્યા છે. જેમાં કેટલીક ધાર્મિક સંસ્થાઓથી માંડીને ખાનગી ડમી કંપનીઓ અને ડમી લોકો સંડોવાયેલા છે. આવું જ એક કૌભાંડ બનાસકાંઠાના દાંતા અને અંબાજીમાં ચાલી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફેસ ઓફ નેશનને મળેલી પુરાવા સહિતની માહિતીને આધારે, બનાસકાંઠાના અંતરિયાળ ગામો તથા અંબાજી અને દાંતામાં રહેતા કેટલાક આદિવાસી લોકોના નામે ડમી બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતામાં લાખ્ખોની હેરાફેરી થઇ રહી છે. જે વ્યક્તિના નામે ખાતા છે તે લોકોને વર્ષે દસથી પંદર હજારની ચુકવણી કરીને લાખ્ખો રૂપિયાની હેરફેર કરવામાં આવી રહી છે. જેમાં બેંકના મેનેજર સહિતનાઓની સંડોવણી હોવાની ચર્ચા ઉઠી છે. આ સમગ્ર કૌભાંડ માર્બલના વેપારી આગેવાન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠાના દાંતા અને અંબાજીના સામાન્ય લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ડમી બેન્ક ખાતા ખોલાવવાનું સુનિયોજિત કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં દર વર્ષે લાખ્ખો રૂપિયાના ટ્રાન્જેકશન થાય છે અને ખાતા જેમના નામે ચાલે છે તેમને દિવાળી ટાણે દસ થી પંદર હજાર આપવામાં આવે છે. આ રકમની લાલચમાં લોકો જાણ્યા જોયા વિના તેમના ડોક્યુમેન્ટ વાપરવા આપે છે અને કોરા ચેકોમાં સહી કરીને આખી ચેક બુક આપી દે છે. આ સમગ્ર કૌભાંડમાં અંબાજી અને બનાસકાંઠાના કેટલાક માર્બલના વેપારીઓ સંડોવાયેલા છે. જેઓનો શિકાર પથ્થરની ખાણમાં કામકાજ કરતા અથવા છૂટક મજૂરી કરતા આદિવાસીઓ છે. આ કૌભાંડની જાણ બેંકના મેનેજર સહીત સ્ટાફને પણ હોવા છતાં તેઓ આંખ આડા કાન કરે છે કેમ કે તેઓને પણ કૌભાંડીઓ દ્વારા વર્ષે હપ્તા ચુકવતા હોવાની ચર્ચાઓ ઉઠી છે. સ્થાનિકોની માંગ છે કે, અભણ આદિવાસીઓની ઓળખનો ઉપયોગ કરીને આચરવામાં આવતા આ કૌભાંડ મામલે તપાસ થવી જોઈએ અને આ કૌભાંડમાં જોડાયેલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરવાની માંગ પણ ઉઠી છે. જો કે માર્બલના વેપારીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી આ સમગ્ર કૌભાંડમાં કેટલાક રાજકીય નેતાઓની પણ સંડોવણી હોવાની આશંકા અંબાજીના સ્થાનિકો સેવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવા 100થી વધુ ડમી ખાતાઓ દ્વારા કરોડોની બ્લેક મનીને વાઈટ કરવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. જેની તપાસ જરૂરી છે.(વાંચો આવતા અંકે : હરિભક્તો કેમ સંસ્થા પાછળ આંધળા બન્યા છે ? : આચાર્યના ખાસ સાધુઓ કરે છે પૈસાનું ફાઇનાન્સ) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ, ઇરાનના સુપ્રીમ લીડર ખામીનીનું મોત, દુબઈ-પાકિસ્તાનમાં અસર
ઇન્દ્રભારતીને “પાખંડ”નો ડર : “કાંડ” ન ખુલે તે માટે કીર્તિ પટેલ જોડે સમાધાન !
નેતાઓ પગે પડે છે અને આચાર્ય અનુયાયીઓને ઉશ્કેરે છે, “આસારામવાણી” બાદ વિડીયો ડીલીટ



