Home News અમદાવાદ : ‘ઇસકો બહાર નિકાલો ઔર ઈસે માર ડાલો’, મુસ્લિમ ટોળાનો હિન્દૂ...

અમદાવાદ : ‘ઇસકો બહાર નિકાલો ઔર ઈસે માર ડાલો’, મુસ્લિમ ટોળાનો હિન્દૂ યુવક આરોપીની હત્યાનો પ્રયાસ

Face Of Nation 01-03-2026 : અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે હિન્દૂ-મુસ્લિમ વચ્ચે માથાકૂટ થઇ હતી. જેને લઈને મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને હિન્દૂ યુવક આરોપીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા આસપાસના વિસ્તારોની તમામ પોલીસ કર્મચારીઓ સહીત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. સાથે જ હુમલો કરનાર ટોળા સામે ફરિયાદ દાખલ કરીને તમામને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવમાં બે વાતો સામે આવી રહી છે. એક વાત એવી છે કે, હિન્દૂ યુવકે રસ્તે જઈ રહેલા મુસ્લિમ પરિવારને જય શ્રી રામ બોલવા દબાણ કર્યું હતું અને બીજી એક વાત એવી છે કે, હિન્દૂ યુવકે રસ્તે જતા મુસ્લિમ પરિવારની યુવતીને છેડતી કરી હતી. જેને લઈને મુસ્લિમ સમુદાય રોષે ભરાયો હતો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી આરોપી યુવક તથા પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ બંને વાતોમાંથી કઈ વાત ખરેખર સાચી છે તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.
FIR મુજબ 1 માર્ચ 2026ની રાત્રે ટોળાએ ગેરકાયદે ભેગા થઈ તોફાન મચાવ્યું હતું. ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ઈમરાનખાન મકરાણીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે તેઓ પેટ્રોલિંગ પર હતા, તે દરમિયાન કાગડાપીઠ વિસ્તારમાં એક યુવાનને (જેનું નામ રાજદીપ છે) મુસ્લિમ ટોળું માર મારી રહ્યું હતું. પહેલાં પોલીસે ત્યાં પહોંચીને યુવાનને ટોળાંમાંથી બહાર કાઢ્યો હતો અને બાદમાં દાણીલીમડા પોલીસ સ્ટેશન તરફ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં પણ આશરે 40થી 50નું મુસ્લિમ ટોળું પહોંચી ગયું હતું અને હિંદુ યુવાનને બોલેરો ગાડીમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસો કરવા લાગ્યું હતું. ફરિયાદ અનુસાર ટોળાના કેટલાક શખ્સોએ ‘ઇસકો બહાર નિકાલો ઔર ઈસે માર ડાલો’ જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. આ દરમિયાન રાજદીપને બે હોમગાર્ડના જવાનો પોલીસ સ્ટેશનની અંદર લઈ જવા પ્રયાસ કરતા હતા કે તરત જ મુસ્લિમ શખ્સોએ હુમલો કરી દીધો હતો અને ઈંટો ફેંકી હતી. યુવાનને બચાવવા વચ્ચે પડેલા હોમગાર્ડ જવાન ચિરાગ અને રાજેશ પરમાર પર પણ ટોળાએ હુમલો કરી દીધો હતો અને માર માર્યો હતો. જોકે, જેમતેમ કરીને પોલીસે યુવાનને બચાવીને અંદર પહોંચાડ્યો હતો અને ટોળું વિખેરી નાખ્યું હતું. FIRમાં કુલ 7 આરોપીઓના નામ દર્શાવવામાં આવ્યા છે. તેમાં મુખ્ય આરોપી તરીકે શાહીલ સાજિદ સૈયદ અને સમીરહુસૈન શેખના નામ છે. તે સિવાય રિયાઝ ઝાકિરહુસૈન ચાવડા, ગુલામ કાસમ ગુલામ અહેમદ શેખ, ફિરોઝ સત્તારભાઈ, માહીશ, અસલમ અને અન્ય 50 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ મુસ્લિમ ટોળાએ ગાળો બોલી હુલ્લડ મચાવ્યો, સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાના પગલે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આરોપીઓની ભૂમિકા અને ઘટનાની સમગ્ર પરિસ્થિતિ અંગે તપાસ ચાલી રહી છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ, ઇરાનના સુપ્રીમ લીડર ખામીનીનું મોત, દુબઈ-પાકિસ્તાનમાં અસર

પાનના ગલ્લાનો વિડીયો વાયરલ થતા કાલુપુર સ્વા. મંદિરના કોઠારી મુનિ સ્વામી ભૂગર્ભમાં

નેતાઓ પગે પડે છે અને આચાર્ય અનુયાયીઓને ઉશ્કેરે છે, “આસારામવાણી” બાદ વિડીયો ડીલીટ