Home Uncategorized ટ્રમ્પ અને હવે ભારતીય ટિમ, બંનેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હારનો સામનો કરવો...

ટ્રમ્પ અને હવે ભારતીય ટિમ, બંનેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હારનો સામનો કરવો પડ્યો છે

Face Of Nation 19-11-2023 : ટ્રમ્પની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશાળ સભા યોજવામાં આવી હતી. આ કાર્યક્મને નમસ્તે ટ્રમ્પ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્મમાં અબ કી બાર ટ્રમ્પ સરકારનો પણ નારો આપવામાં આવ્યો હતો જો કે સભાની અસર અમેરિકન વાસીઓ ઉપર ન પડી પરિણામે ટ્રમ્પને કારમી હારનો સામનો કરવો પડ્યો. આજે વર્લ્ડકપની ફાઇનલમાં પણ ભારતની ટીમની અસર ઓસ્ટ્રેલિયા ઉપર ન પડતા ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આ વાતને જોગાનુજોગ ગણવી કે કેમ તે અંગે કઈ પણ કહેવું મુશ્કેલ છે કેમ કે ભાજપના રાજમાં કોઇને સ્વતંત્ર રીતે બોલવાનો અધિકાર નથી એમાં મીડિયા પણ આવી ગયું. જો કોઈ મોદી સાહેબ માટે કે ભાજપ માટે બોલે એટલે એમની સરકારનું પોલીસ તંત્ર એને ઉઠાવી લે. ખેર અત્યારે એ વાત ચર્ચા સ્થાને નથી પણ હા ! આ એક સચ્ચાઈ છે કે, આજદિન સુધી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમના નામકરણ કર્યા બાદ બે મોટા કાર્યક્રમો થયા એ બંનેમાં નુકસાન થયું છે. એક ટ્રમ્પની રેલી અને બીજું વર્લ્ડકપની મેચ.
મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામકરણ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું ત્યારબાદ નવીનીકરણ બાદ પહેલી વર્લ્ડકપની મેચમાં જ ભારતની ટિમ માટે આ સ્ટેડિયમ બૂંદિયાળ સાબિત થયું હોય તેમ ટપોટપ એક પછી એક મહત્વની વિકેટો પડી જતા દર્શકો નારાજ થયા હતા. સામાન્ય રીતે ભારતીયો નામકરણ અને મુર્હુતમાં માને છે તેવામાં ગુજરાતીઓમાં આ એક નવો ગણગણાટ શરૂ થયો છે કે, મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામકરણ ભારતની ટિમ માટે બૂંદિયાળ સાબિત થયું છે.
મોદી સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું છે. બોલિવૂડ સેલેબ્રિટી, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ સહિતના દિગ્ગજો પણ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા આવ્યા છે. ભારતે એક પછી એક ટપોટપ વિકેટો ગુમાવી દીધી છે. ખાસ તો વિરાટ કોહલી આઉટ થતા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો છે. કોહલી આઉટ થતા જ અનુષ્કા શર્મા સહિત દર્શકો માથુ પકડી ગયા હતા. પાવરપ્લેમાં ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલી વિકેટ શુભમન ગિલની ગુમાવી હતી. ગિલ 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ રોહિત અને કોહલીએ 46 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત સતત બીજી મેચમાં 47 રન બનાવી આઉટ થયો હતો. ટીમે 10 ઓવરમાં 80 રન બનાવી 2 વિકેટ ગુમાવી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા વચ્ચે પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી કોહલી પાસે પહોંચી ગયો