Home Uncategorized લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા વચ્ચે પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી કોહલી પાસે...

લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા વચ્ચે પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી કોહલી પાસે પહોંચી ગયો

Face Of Nation 19-11-2023 : લોખંડી પોલીસ બંદોબસ્તના દાવાની ગુજરાત પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ છે. અમદાવાદમાં રમાઈ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ વર્લ્ડ કપ મેચ દરમ્યાન એક પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. આ યુવકે વિરાટ કોહલીને હગ કર્યું હતું. ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ એટલે કે ફાઈનલ આજે યજમાન ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 2011થી, સતત ત્રણ વખત ચેઝ કરનાર ટીમે ટાઇટલ જીત્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).