Home News 2 મંત્રીઓના રાજીનામા બાદ લઘુમતી મંત્રાલય સ્મૃતિ ઈરાની અને સ્ટીલ મંત્રાલય સિંધિયાને...

2 મંત્રીઓના રાજીનામા બાદ લઘુમતી મંત્રાલય સ્મૃતિ ઈરાની અને સ્ટીલ મંત્રાલય સિંધિયાને સોંપાયું!

Face Of Nation 06-07-2022 : છઠ્ઠી જુલાઈએ કેન્દ્રીય મંત્રી પ્રધાનમંત્રી મોદીએ મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે પરંતુ તેના એક દિવસ પહેલા તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં નકવીએ ભાગ લીધો હતો. કેબિનેટની બેઠક બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. જે બાદ નકવી પાસે રહેલા ખાતા અન્યને ફાળવી દેવામાં આવ્યા છે.
સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રમોશન
કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહના રાજીનામાને તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે. સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે RCP સિંહ પાસે રહેલું સ્ટીલ મંત્રાલય ખાતું જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન ખાતા ઉપરાંત વધારાનો હવાલા તરીકે સોંપી દેવામાં આવ્યું છે.
મોદી સરકારના બે મંત્રીઓનો કાર્યકાળ પૂરો
મોદી સરકારના બે મંત્રીઓના રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. જેમાં મુખ્તાર અબ્બાસ નકવી તેમજ જેડી(યુ) ક્વોટાના આરસીપી સિંહનો સમાવેશ થાય છે. બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈ પણ ગૃહના સભ્ય રહેશે નહીં.નકવીને ઉપરરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાય તેવી શક્યતા છે.
RCP સિંહે પણ આપ્યું રાજીનામું
મોદી કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા નકવીએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેમણે વિધિવત રીતે મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. બિહારમાંથી જેડીયુ ક્વોટાના મંત્રી આરસીપી સિંહે પણ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.
લઘુમતી બાબતોના મંત્રી નકવી
નકવી મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી હતા. તેઓ પાર્ટીનો જાણીતો મુસ્લિમ ચહેરો છે અને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ તેમના કામથી ખુશ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને કોઈ મોટી જવાબદારી મળે તેવું રાજકીય વર્તૂળમાં ચર્ચાઈ રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).