Home Gujarat રાજકારણમાં “પાટીદાર પાવર”, આવતીકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે નરેશ પટેલ સહિત પાટીદાર અગ્રણીઓ...

રાજકારણમાં “પાટીદાર પાવર”, આવતીકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે નરેશ પટેલ સહિત પાટીદાર અગ્રણીઓ ભૂપેન્દ્ર પટેલને મળશે!

Face Of Nation 06-07-2022 : ગુજરાતનું રાજકારણ પાટીદાર સમાજની આસપાસ હંમેશા કેન્દ્રિત રહ્યું છે. 2022ની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર વધ્યો છે. ત્યારે ફરી એકવાર પાટીદાર પાવર દેખાવડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિવાસસ્થાને મોટી બેઠક મળવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ મળવા જઈ રહેલી આ બેઠકમાં પાટીદાર અગ્રણીઓની મુખ્યમંત્રી મળી રજૂઆત તેમજ સમાજને મુઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરશે.
પાટીદાર અનામત આંદોલન કેસ પરત અંગે ચર્ચા
ઘણા સમયથી પાટીદાર સમાજ અને સંસ્થાઓ એક સૂરે અનામત કેસ પરત અંગે સરકારને નરમ પડે તેવા પ્રત્યન કરી રહી છે. ભાજપના પાટીદાર ધારાસભ્યો અને સાંસદો પણ આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆતો કરી ચૂક્યા છે. ત્યારે ચૂંટણી પહેલાની આ બેઠક મહત્વની મનાઈ રહી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન કેસ સહિતના મુદ્દે ચર્ચા થશે.
5 ટકા વસ્તી ધરાવે છે પાટીદાર સમાજ
હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે,માટે પારીદર મહતકાક્ષી બન્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).