Home News પહાડોમાં ક્રેશ થયું પ્લેન; આર્મીને કાટમાળમાંથી મળ્યા 14 મૃતદેહ; ચાર ભારતીય અને...

પહાડોમાં ક્રેશ થયું પ્લેન; આર્મીને કાટમાળમાંથી મળ્યા 14 મૃતદેહ; ચાર ભારતીય અને ત્રણ ક્રૂ-મેમ્બર્સ સહિત 22 મુસાફરો હતા, 43 વર્ષ હતું જૂનું વિમાન!

Face Of Nation 30-05-2022 : નેપાળની તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હોવાની વાતની સોમવારે સવારે પુષ્ટિ થઈ છે. ત્યાંની આર્મીની સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમને મુસ્તાંગ જિલ્લાના સૌનોસેવેયર વિસ્તારના પહાડ પર એનો કાટમાળ મળ્યો છે. કાઠમંડુ પોસ્ટના જણાવ્યા મુજબ, રેસ્ક્યૂ ટીમને કાટમાળમાંથી 14 લોકોના મૃતદેહ મળ્યા છે. વિમાનમાં 4 ભારતીય અને 3 ક્રૂ-મેમ્બર સહિત 22 લોકો હતા. વિમાન 43 વર્ષ જૂનું હતું. તો બીજીતરફ એરક્રાફટે રવિવારે સવારે 9.55 વાગ્યે પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી. જે 10.20 વાગ્યે લેન્ડ થવાનું હતું. આ પહેલાં એર ટ્રાફિક કન્ટ્રોલર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.
ખરાબ મોસમને કારણે સર્ચ-ઓપરેશન રોકવું પડ્યું હતું
નેપાળ આર્મીએ રવિવારે સાંજે કહ્યું- સ્થાનિક લોકોએ કહ્યું કે લામ્છી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું. મુસ્તાંગના માના પતી હિમાલ ક્ષેત્રની નદી છે. ગઈકાલે ખરાબ હવામાનને કારણે સર્ચ અને રેસ્ક્યૂ-ઓપરેશન બંધ કરવું પડ્યું હતું. આ વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી હતી. આ કારણે સોમવારે શોધખોળ શરૂ કરવામાં આવી.
પાયલોટના મોબાઈલથી મળ્યું લોકોશન
સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળના જણાવ્યા મુજબ, પ્લેનના એક કેપ્ટનનો મોબાઈલ ફોન ચાલુ હતો. તેના લોકેશનને જ્યારે ટ્રેસ કરવામાં આવ્યું તો એરક્રાફટનું પણ લોકેશન મળ્યું. જોકે સ્પોટ પર પહોંચવાની તમામ કોશિશો ખરાબ હવામાનના કારણે નિષ્ફળ ગઈ. તો બીજીતરફ નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે રવિવારે જણાવ્યું હતું કે એક MI-17 હેલિકોપ્ટરને મુસ્તાંગ મોકલવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિંદ્ર મણિ પોખરેલીએ રવિવારે જ કહ્યું હતું કે અમે વિમાનની શોધખોળ માટે મુસ્તાંગ અને પોખરામાં બે હેલિકોપ્ટર કામે લગાવ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).