Home Exclusive Exclusive : દરિયામાં ફસાયા 800 યુક્રેનિયન નાગરિકો, ફ્રાન્સના મર્સેલ બંદર પાસે 70...

Exclusive : દરિયામાં ફસાયા 800 યુક્રેનિયન નાગરિકો, ફ્રાન્સના મર્સેલ બંદર પાસે 70 દિવસથી જહાજ પર જ દિવસ-રાત વિતાવવા બન્યા મજબૂર, ફ્રાન્સમાં ઉતરવાની મંજૂરી નથી મળી રહી!

Face Of Nation 30-05-2022 : યુક્રેન પર રશિયાના હુમલાને 94 દિવસ વીતી ગયા છે. હુમલાઓને કારણે 67 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો પોલેન્ડ સહિત અન્ય દેશોમાં હિજરત કરી ગયા છે. સ્થળાંતર કરનારા ઘણા લોકો હજુ પણ ઠોકર ખાઈ રહ્યા છે. ફ્રાન્સનું મર્સેલ બંદર આવા 800 લોકો માટે આશ્રયસ્થાન બની ગયું છે.
યુક્રેનિયન નાગરિકો સમુદ્રમાં શરણાર્થીઓ તરીકે રહે છે
ફ્રાન્સના મર્સેલ બંદરની નજીક 12-ડેકનું જહાજ મેડિટેરરેની તરી રહ્યું છે. આ જહાજ યુક્રેનના નાગરિકોને મારિયુપોલથી 2400 કિમી દૂર ફ્રાન્સ લઈને આવી તો ગયું, પરંતુ તેમાં દિવસ-રાત વિતાવી રહેલા શરણાર્થીઓને અહીં ઊતરવાની મંજૂરી મળી રહી નથી. પરિણામે, આ 800 યુક્રેનિયન નાગરિકો સમુદ્રમાં શરણાર્થીઓ તરીકે રહે છે. ત્યાં જ તેમનું ઘર બનેલું છે, મેદાન પણ અને મનોરંજન પાર્ક પણ છે.
શરણાર્થીઓને કન્ટેનર જહાજમાં રખાયા હતા
કોરોનાને કારણે મેડિટેરરેની જહાજ કેટલાક સમયથી સેવામાં ન હતું, જેને કારણે જહાજના માલિકે તેને યુક્રેનથી શરણાર્થીઓને લાવવા માટે ઉપયોગ કરવા માટે આપી દીધું છે. જર્મનીમાં યુક્રેનથી આવેલા શરણાર્થીઓને કન્ટેનર જહાજમાં રાખવામાં આવ્યા હતા, જેના પર સરકારને માનવાધિકાર કાર્યકરોની ટીકાનો સામનો કરવો પડ્યો, પરંતુ ફ્રાન્સ નજીક મેડિટેરરેનીમાં સમય વિતાવી રહેલા શરણાર્થીઓ બાબતે હજુ સુધી કોઈ અવાજ ઉઠાવવામાં આવ્યો નથી.
નાગરિકોને જમીન પર ઊતરવાની મંજૂરી આપી નથી
આ શરણાર્થીઓ માટે આવાજ ન ઉઠાવવા પાછળનું એક કારણ એ પણ છે કે મર્સેલ શહેર પહેલેથી જ હાઉસિંગ સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે. ફ્રેન્ચ સત્તાવાળાઓને જહાજ પર શરણાર્થીઓને આશ્રય આપવામાં કોઈ સમસ્યા ન હતી, પરંતુ તેમણે યુક્રેનના નાગરિકોને જમીન પર ઊતરવાની મંજૂરી આપી નથી. એનાથી વિપરિત, ફ્રાન્સની સરકાર પણ આવા આશ્રય આપવાના પ્રયાસોની પ્રશંસા કરી રહી છે. જહાજમાં રહેતાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર યુદ્ધની વિપરીત અસર ચિંતાનો વિષય છે. સારી વાત એ છે કે જહાજમાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ હાજર છે, જેઓ બાળકો અને સામાન્ય નાગરિકોમાં તણાવ અને આઘાતનાં લક્ષણો પર ધ્યાન રાખી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).