Home Uncategorized ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા અને અને ટિમ ઓલઆઉટ થઇ !,...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા અને અને ટિમ ઓલઆઉટ થઇ !, ટિમ રમતી જોવાનો લ્હાવો ન મળ્યો !

Face Of Nation 19-11-2023 : ભારતના વડાપ્રધાન અમદાવાદ ખાતે રમાઈ રહેલી વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યા હતા. જોગાનુજોગ વડાપ્રધાન મોદી પહોંચ્યા અને ભારતની ટિમ ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારતની ટીમનું વર્લ્ડકપમાં નબળું પ્રદર્શન રહ્યું. કહેવાય છે કે, મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતીય ટીમને ન ફળ્યું અને બૂંદિયાળ સાબિત થયું. મેચની શરૂઆતમાં જ ભારતની ટપોટપ વિકેટો પડવા લાગી હતી. તેવામાં નરેન્દ્ર મોદીના અમદાવાદમાં પ્રવેશતાની સાથે જ ટિમ ઓલઆઉટ થતા નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટિમ રમતી જોવાનો લ્હાવો મળ્યો નહોતો.
મોદી સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું છે. બોલિવૂડ સેલેબ્રિટી, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ સહિતના દિગ્ગજો પણ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા આવ્યા છે. ભારત નરેન્દ્ર મોદીના આગમન થતાની સાથે જ એક પછી એક ટપોટપ વિકેટો ગુમાવી ઓલઆઉટ થઇ ગયું છે. જેને લઈને ભારતના વડાપ્રધાનને ભારતીય ટીમને રમતી જોવાનો લ્હાવો મળ્યો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા વચ્ચે પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી કોહલી પાસે પહોંચી ગયો