Home Gujarat જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા...

જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા કરાઈ બંધ; સહેલાણીઓ મૂકાયા મુશ્કેલીમાં!

Face Of Nation 04-1-2023 : જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તીવ્ર જોવા મળી હતી. જેને કારણે આજે ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ બંધ પડી હતી. ઉડન ખટોલાના સંલગ્ન અધિકારીઓેને જણાવ્યું હતું કે પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ભારે પવન બંધ થતા રોપ-વે ફરીથી શરૂ કરવામાં આવશે. તો બીજીતરફ જોકે હાલમાં અચાનક રોપ વે બંધ કરવામાં આવતા અહીં આવેલા પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે રોપ વેનું સંચાલન કરતા અધિકારીઓ દ્વારા પ્રવાસીઓવને જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ભારે પવનને કારણે રોપ વે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ પવનની ગતિ ધીમી થતા જ ફરીથી રોપ વે સેવા શરૂ કરી દેવામાં આવશે.
જૂનાગઢ પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓ ઊમટ્યા
વેકેશનમાં ગુજરાતીઓ દેશ વિદેશથી માંડીને સ્થાનિક પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યા હતા અને દરેક સ્થળે જાણે માણસોનું કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને તેની આસપાસ આવેલા પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓ ઊમટ્યા છે. તળેટી વિસ્તારમાં આવેલા ભવનાથ મંદિર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, અશોકનો શિલાલેખ સહિતની જગ્યાઓએ પ્રવાસી ઉમટી પડ્યા છે તો ગિરનારમાં આવેલા જટાશંકરના સ્થળે પણ પ્રવાસીઓ પહોચ્યા હતા, ખાસ કરીને યુવા પ્રવાસીઓ અહીં ટ્રેકિંગની મજા માણી હતી. તો સકરબાગ મ્યુઝિયમ, ભવનાથ મંદિર તેમજ ગિરનાર રોપવે સહિતના મોટાભાગના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ ઉમટી છે. તો રોપવેમાં બેસી તેનો અનુભવ માણ લોકોએ ખુશી પણ વ્યક્ત કરી હતી. રોપ વે દ્વારા ગિરનારની સફર કરીને આહલાદક કુદરતી વાતાવરણ જોઇને પ્રાકૃિતક સૌંદર્યને કેમેરામાં પણ ઝીલતા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).