Home Gujarat યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી ચાલી આવતી ટ્રાફિકની સમસ્યાને લઈને મળશે મોટી રાહત; 78...

યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી ચાલી આવતી ટ્રાફિકની સમસ્યાને લઈને મળશે મોટી રાહત; 78 કરોડના ખર્ચે નવા બાયપાસ રોડની કામગીરી પૂરજોશમાં!

Face Of Nation 04-1-2023 : ગુજરાતમાં યાત્રાધામોના વિકાસને લઈને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટ થકી નવા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. તમામ જે યાત્રાધામો છે તેમાં યાત્રાઓને કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. ત્યારે વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજીમાં પણ વિકાસના અનેક કામો હાથ ધરાયા છે. થોડા મહિનાઓ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ અંબાજીમાં વિકાસને લગતી અનેક યોજનાઓ પણ મૂકવામાં આવી હતી. ત્યારે અંબાજીમાં હવે ટ્રાફિકની સમસ્યાથી પરેશાન યાત્રાળુઓ માટે બાયપાસ રોડ બનાવવામાં આવી રહ્યો છે.
અંબાજીમાં ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળશે
ખેડબ્રહ્માથી અંબાજી તરફ આવવાના માર્ગથી કુંભારીયા નજીકથી સીધો બાયપાસ આબુરોડ તરફ આપવામાં આવ્યું છે. 78 કરોડના ખર્ચે આ બાયપાસ રોડ બનાવવામાં આવશે. બાયપાસ રોડ બનતા ભારે વાહનો સીધા બાયપાસ રોડ થઈ આબુરોડ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જેના કારણે અંબાજીમાં ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળશે. મા અંબાના ધામમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે અંબાજી શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને તકલીફો વેઠવી પડતી હતી. પરંતુ હવે બાયપાસ રોડ બનાવવામાં આવશે. ત્યારે અંબાજીમાં યાત્રાળુઓની ટ્રાફિક સમસ્યાથી છૂટકારો મળશે. અંબાજીમાં સરકાર દ્વારા વિકાસના અનેક કામો કરવામાં આવી રહ્યા છે. 51 શક્તિપીઠ સહિત અંબાજી ચાચર ચોક તેમજ આજુબાજુ વિસ્તાર માટે પણ અનેક નવી યોજનાઓ થકી વિકાસ કરવામાં આવનાર છે. ત્યારે આ બાયપાસ રોડ જેનું પૂરજોશમાં કામ ચાલુ છે. ત્યારે આ રોડ બની જતા અંબાજીમાં આવતા યાત્રાઓને ખૂબ મોટો ફાયદો થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).