Home Sports રિષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડાયો, રિષભ પંતને સારવાર માટે...

રિષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડાયો, રિષભ પંતને સારવાર માટે વિદેશ પણ મોકલી શકાય છે : ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્મા!

Face Of Nation 04-1-2023 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતની ઈજાને લઈને ખૂબ જ સજાગ છે. બોર્ડ તેને શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થાય તે જોવા માંગે છે. આવી સ્થિતિમાં જરૂર પડે તો પંતને સારવાર માટે વિદેશ પણ મોકલી શકાય છે. BCCIની મેડિકલ ટીમ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના ડોક્ટરોના સંપર્કમાં છે. આજે ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માએ કહ્યું કે, ક્રિકેટર રિષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે. તો બીજીતરફ રિષભ પંતની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસથી તેને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને મુંબઈ શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. આનું કારણ શું છે, તે વિશે હજુ સુધી ચોક્કસ માહિતી મળી નથી.દિલ્હી ક્રિકેટ એસોસિએશનના ડિરેક્ટર શ્યામ શર્માએ બુધવારે માહિતી આપી હતી કે, રિષભ પંતને વધુ સારવાર માટે મુંબઈ મોકલવામાં આવશે. તે કઈ હોસ્પિટલમાં રહેશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
પંતને સાજા થવામાં 3 મહિનાનો સમય લાગશે
રિષભ પંતના પગમાં વધુ ઈજા થઈ છે. તેની સારી સારવાર માટે તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની યોજના બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રિષભ પંતને સાજા થવામાં ઓછામાં ઓછા 3 મહિનાનો સમય લાગી શકે છે.રિષભ પંત માટે IPL 2023માં રમવું લગભગ અશક્ય માનવામાં આવે છે. આ સિવાય આ ખેલાડી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ રમી શકશે નહીં. તો બીજીતરફ ટીમ ઈન્ડિયાના તેના સાથી ખેલાડીઓએ રિષભ પંતને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. તેણે પંતને ફાઇટર કહીને પ્રોત્સાહિત કર્યા છે. યુઝવેન્દ્ર ચહલે પંતને સંદેશ આપ્યો કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય અને પછી તે એક સાથે ચોગ્ગા અને છગ્ગા ફટકારશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).