Home Exclusive કાલુપુર સ્વામિ. મંદિરના વધુ એક સાધુનું સંસારમાં પ્રયાણ, વિડીયો વાયરલ થતા ભાંડો...

કાલુપુર સ્વામિ. મંદિરના વધુ એક સાધુનું સંસારમાં પ્રયાણ, વિડીયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો !

Face Of Nation 12-03-2026 : કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત નાના પી.પી સ્વામીના વધુ એક શિષ્યએ સંસારમાં પ્રયાણ કર્યું છે. આ સમાચારો વાયુવેગે સંપ્રદાયમાં ફેલાઈ જતા અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. તાજેતરમાં પેન્ટ શર્ટ પહેરીને સંસારમાં ગયેલા રામ સ્વામીના ખાસ મિત્ર માનવામાં આવતા કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી મુનિ સ્વામીનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે, રામ સ્વામી અને મુનિ સ્વામી પેન્ટ અને ટી શર્ટ પહેરીને એક પાનના ગલ્લાંની બહાર રાત્રે 1.30 વાગે નીકળી રહ્યા હતા. આ વીડિયોની સાથે સાથે મુનિ સ્વામીના કેટલાક ફોટા પણ વાયરલ થયા છે. વિડીયો અને ફોટા વાયરલ થતાની સાથે જ મુનિએ સંસારની વાટ પકડી હતી. સંપ્રદાયમાં ચાલતી ચર્ચા પ્રમાણે રામ અને મુનિ બંને સાથે હોટેલોમાં રંગરેલિયા મનાવવા જતા હતા. દિવસે ભગવા વસ્ત્રમાં રહેતા આ બંને સાધુઓ રાત પડતા જ પેન્ટ અને ટી શર્ટ પહેરીને સંસારના સુખો માણવા મોડી રાત્રે નીકળી પડતા હતા. તેમની આ લટારનો વિડીયો સપ્ટેમ્બર, 2025માં લેવામાં આવ્યો છે અને રામ સ્વામી તાજેતરમાં એક મહિલા સાથે પકડાઈ જતા તેને મંદિરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો અને સાંસારિક જીવન શરૂ કર્યું હતું. બાદમાં સંપ્રદાય દ્વારા પાયા વિહોણો ખુલાસો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ ખુલાસા બાદ જ મુનિ અને રામ સ્વામીનો ગાંધીનગર સ્થિત એક પાનના ગલ્લા બહાર નીકળતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો સ્પષ્ટ ચાડી ખાતો હતો કે આ બંને સાધુઓ રાત પડતાની સાથે જ સંસારના સુખો માણવા નીકળી પડતા હતા. મંદિરના જ કેટલાક સાધુઓ વચ્ચે ચાલતી ચર્ચા મુજબ આ બધી વાતોથી આચાર્ય અને લાલજી વાકેફ હતા પરંતુ સંપ્રદાયમાં કોઈ રામ જેવો કથાકાર ન હોવાને કારણે તેની આ બધી બાબતોને નજર અંદાજ કરવામાં આવતી હતી.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતના ત્રીજા શિષ્ય રામ સ્વામી અને હવે ચોથા શિષ્ય મુનિ સ્વામીએ સંસારની વાટ પકડી છે. વ્યાસપીઠે બેસીને સુફિયાણી વાતો અને ધર્મના ઓઢણાં ઓઢીને પાખંડ આચરનારા આ લોકો આટલો સમય સાધુ રહ્યા છતાં સંસારનો મોહ ન છૂટ્યો અને છેવટે સંસાર તેમને ઢસડી ગયો તેમ કહેવામાં કોઈ બે મત નથી. સ્વેચ્છાએ ત્યાગાશ્રમ મૂકીને ગૃહસ્થાશ્રમમાં ગયા હોવાનો સંસ્થાએ વાહિયાત ખુલાસો કરીને રામ સ્વામીના બચાવમાં ઉતરી પડી અને બાદમાં મોડી રાત્રે બહાર જલસા કરતા હોવાનો વિડીયો વાયરલ થતા સંસ્થાના જુઠ્ઠા ખુલાસાની પોલ ઉઘાડી પડી ગઈ. જે સંસ્થાના આચાર્ય કે લાલજીને શરમ જેવું કઈ હોય નહિ તે સંપ્રદાયના સાધુઓ જોડે પણ શું અપેક્ષા રાખી શકાય ? આ સમગ્ર મામલે ફેસ ઓફ નેશને મુનિ સ્વામી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ કોઈ પણ પ્રતિઉત્તર આપ્યો નહોતો. બીજી બાજુ કાલુપુર મંદિરના મહંત પી.પી. સ્વામીને પણ પૂછવામાં આવ્યું હોવા છતાં તેઓએ પણ કોઈ જવાબ આપ્યો નહોતો.
ભાજપના નેતાઓને “સાહેબ” કહીને સંબોધ્યા
ભાજપના નેતાઓને “સાહેબ,..સાહેબ” કહીને બે હાથ જોડીને પગે લાગતા કોશલેન્દ્ર પાંડે જેવા લોકો ધર્મગુરુ કહેવડાવવાને લાયક નથી. આવા લોકો ધર્મગુરુના પદને કે ધર્મને ન શોભે તે રીતે સત્તાને શરણે પડીને આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યા છે. દુઃખની વાત એવી છે કે, આવા લોકોને કોઈ કહેવાવાળું પણ નથી કે રાજસત્તા કરતા ધર્મસત્તા મોટી છે અને ધર્મસત્તા જયારે રાજ્સત્તા આગળ બે હાથ જોડીને ઉભી રહે અને નેતાઓને સાહેબ સાહેબ કહીને સંબોધે ત્યારે ચોક્કસ આવા ધર્મગુરુઓ ધર્મને પાખંડમાં તબદીલ કરી દે છે. જેતલપુરના ઉત્સવમાં જાહેરમાં આચાર્ય માઈક ઉપર ઉપસ્થિત નેતાઓને સાહેબ સાહેબ કહીને સંબોધતા હતા અને ઉભા થઈને હાથ જોડીને તેમને આવકારતા હતા આ ચિત્ર ખરેખર ધર્મ માટે ભયાવહ છે પણ તેની સામે બોલનાર કોઈ નથી.
“હું એટોમ બૉમ્બ ફોડું છું ને બાપજી તો હાઇડ્રોજન બૉમ્બ છે” : કોશલેન્દ્ર
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્યને ધર્મગુરુના પદેથી બોલવાનું ભાન નથી. એક ધર્મગુરુએ કેવી ભાષામાં વાત કરવી જોઈએ તેનું પણ સામાન્ય જ્ઞાન તેનામાં નથી. ક્યારેક હરિભક્તોને ઉશ્કેરવા તો ક્યારેક બદનામ હુએ તો ક્યાં હુઆ નામ તો હુઆ ના નિવેદનો જ પ્રશ્ન પેદા કરે છે કે શું ખરેખર આ સ્વામિનારાયણ ભગવાનના વંશજ છે ?? જેતલપુરમાં ઉજવાયેલા અવસર મહોત્સવના છેલ્લા દિવસે આ આચાર્યએ એવું નિવેદન આપ્યું હતું કે, “હું એટોમ બૉમ્બ ફોડું છું ને બાપજી તો હાઇડ્રોજન બૉમ્બ છે” ધર્મની ગાદીએ બેસીને બૉમ્બ ફોડવાની વાતો કરનારા આવા લોકો ખરેખર ધર્મ માટે એક મોટા ખતરારૂપ છે. જેઓ આવા નિવેદનો આપીને ધર્મના ધજાગરા કરી રહ્યા છે.
સત્ય કડવું હોય છે અને ખંટાતું નથી એટલે નેતાઓની જી હજુરી કરવી પડે છે
આચાર્યના કાંડ ઘણા છે. તેને સત્ય ખંટાતું નથી. ક્યારેક તેની સામે બોલનારા કે ક્યારેક તેના જ ઘરમાં છોકરાની વહુ સામે તંત્રનો ઉપયોગ કરીને ખોટા કેસો ઉભા કરાવવા માટે આચાર્ય કૌશલેન્દ્ર પાંડે સરકારી અધિકારીઓથી માંડીને સત્તાધારી ભાજપ પક્ષના નેતાઓ સાથે ઘરોબો રાખે છે. આ ઘરોબો તેમના લાભ માટે રાખે છે. જો કે આચાર્યના કાંડ ઓછા હોય અને ભક્તિ ખરેખર વધારે હોત તો તેમને નેતાઓની જી હજુરી કરવાનો વારો ન આવે કે નેતાઓને સાહેબ સાહેબ કહીને જાહેરમાં સંબોધવા પણ ન પડે. આંધળા અનુયાયીઓના ટોળાને લીધે ગાદીપતિઓને વધુ શૂરાતન ચઢે છે. સંપ્રદાયના જ ઘણા સાચા સાધુઓ મનમાં રહેલો બળાપો કાઢી રહ્યા છે કે, હવે તો જેતલપુરના રેવતી બળદેવજી દાદા અને કાલુપુરના નરનારાયણ દેવ આ આચાર્યને પરચો દેખાડે તે જરૂરી બન્યું છે બીજી બાજુ કેટલાક સાધુઓ એવી પણ ટિપ્પણી કરી રહ્યા છે કે, તેના ખુદના છોકરાને વારે વારે લગ્ન થાય છે ને તૂટી જાય છે. ભગવાન તેના ખુદના ઘરમાં પરચા આપે છે છતાં આચાર્ય સુધરવાનું નામ નથી લેતા અને જાહેરમાં બફાટ કરી સાચા સાધુઓનો દ્રોહ કરે છે.
ફેસ ઓફ નેશનને દબાવવા આચાર્યના હવાતિયાં
ફેસ ઓફ નેશન કોઈનાથી ડરતું નથી. સત્ય લખવામાં ક્યારેય પાછી પાની કરતું પણ નથી. જયારે લાલજીની નગ્ન સેલ્ફી લીલાનો પર્દાફાશ કર્યો ત્યારથી જ ફેસ ઓફ નેશન શબ્દ લાલજી અને આચાર્યને ઊંઘમાંથી ઉઠાડી દે છે. ફેસ ઓફ નેશન ઉપર ખોટા કેસો ઉભા કરાવવા આચાર્ય ઘણા હવાતિયાં મારે છે, ઘણા નેતાઓ અને અધિકારીઓને ભલામણો પણ કરે છે પરંતુ સત્ય પરેશાન થઇ શકે છે પરાજિત ક્યારેય નહિ. લાલજીના કાંડ વખતે પણ અધિકારીઓના પગ પકડીને ક્રાઇમ બ્રાન્ચમાં ખોટો કેસ દાખલ કરાયો હતો જેને હાઇકોર્ટે રદ્દ કરી નાખ્યો હતો. તે સમયે આ આચાર્યએ ક્રાઇમ બ્રાન્ચના ટેબલે ટેબલે લાડુડીના બોક્સો મોકલ્યા હતા. જેતલપુરના મોટા પી.પીએ તો ફેસ ઓફ નેશનના તંત્રીને મરાવી નાખવા એક નામચીન માથાભારે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો પરંતુ તેની મેલીમુરાદ પાર પડી નહોતી કેમ કે તંત્રીએ આ બાબતને ઉજાગર કરી હાઇકોર્ટ મારફતે પોલીસ પ્રોટેક્શન મેળવ્યું હતું. જો કે આ ગુંડાઓની સંગત રાખતા સાધુને લોકો પગે લાગે છે તે પણ નવાઈની વાત છે. ભગવા વસ્ત્રોમાં છુપાયેલા આ લોકો સમાજ માટે ખુબ જ ખતરનાક છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

“સંપ્રદાય”ની આડમાં “ધિરાણ” : સ્વા. કાલુપુર મંદિરના મહંત પી.પીનો “નાણાં ધિરાણ”નો ચોપડો !

પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !

પાનના ગલ્લાનો વિડીયો વાયરલ થતા કાલુપુર સ્વા. મંદિરના કોઠારી મુનિ સ્વામી ભૂગર્ભમાં