Face Of Nation 04-03-2026 : જૂનાગઢના ઇન્દ્રભારતીને પાખંડ ઉઘાડા પડી જવાનો ડર લાગતા જ સમાધાન માટે હવાતિયાં મારવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર જૂનાગઢ સહીત ગુજરાતમાં હાલ આ મામલો ચર્ચા સ્થાને છે. અનેક મુદ્દાઓને લઈને સરકારની વાહવાહી કરતા અને જૂનાગઢમાં હાઈપ્રોફાઈલ આશ્રમ ધરાવતા ઇન્દ્રભારતીનો ઇતિહાસ ઉજાગર કરવાની ધમકી કીર્તિ પટેલે આપી હતી. આ ધમકીથી ઇન્દ્રભારતીની ઊંઘ હરામ થઇ ગઈ હતી અને કેમેય કરીને કીર્તિ જોડે સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જે આખરે હરીહરાનંદ ભારતી બાપુની મધ્યસ્થતાથી થયા હતા. મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપો કર્યાં હતા. તેણે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો લાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રભારતીનો આશ્રમ પૈસાદાર લોકો માટેનું સ્થાન છે તેવી પણ અનેક ચર્ચાઓ ઉઠી છે.
કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની પોસ્ટ થકી જણાવ્યું હતું કે, ઇન્દ્રભારતી બાપુની સચાઇ પ્રૂફ સાથે હું કહીશ, ભગવાની પાછળના હું બધા રાજ જાણું છું. તે બધી સચ્ચાઈ પુરાવા સાથે જાહેર કરીશ. હું કદાચ શબ્દોથી ખરાબ હોઈશ, પણ એ અન્યાય સહન નહીં કરું. આ આક્ષેપ બાદ એક પત્રિકા પણ ખુબ વાયરલ થઇ હતી. જેને લઈને ઇન્દ્રભારતીના ધબકારા વધી ગયા હતા અને ઊંઘ ઉડી ગઈ હતી. આ મામલે તાત્કાલિક સમાધાન કરવાના પ્રયાસો પણ જુદા જુદા લોકો અને કેટલાક સાધુઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કીર્તિ પટેલે જણાવ્યું હતું કે, “ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પરંતુ, ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો.” તેમણે વધુમાં કહ્યું કે, તેમના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ-સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”



