Face Of Nation 01-02-2026 : T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય તેવો નિર્ણય પાકિસ્તાન સરકારે લીધો છે. ખરેખર આ નિર્ણય ભારત માટે શરમજનક કહેવાય કેમ કે, સામાન્ય રીતે પાકિસ્તાનની આતંકી સંગઠનોની ગતિવિધિઓ જોતા ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ તેને બદલે આજે પાકિસ્તાને ભારત સાથે ક્રિકેટ ન રમવાનો નિર્ણય કરીને સમગ્ર વિશ્વમાં ભારતની આબરૂના ધજાગરા કર્યા છે. જેના માટે આઈસીસીના વડા અને અમિત શાહના પુત્ર જય શાહ જવાબદાર છે અને તેઓએ દેશની આબરૂ કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી છે કે કેમ તે એક મોટો સવાલ છે. જો આ જ ઘટના કોંગ્રેસના શાસનમાં થઇ હોત તો ભાજપે કેટલોય હોબાળો મચાવી દીધો હોત અને ભાજપના નેતાઓએ કેટલાય નિવેદનો આપ્યા હોત પણ આજે હવે ભાજપ સત્તામાં છે એટલે જે પણ કઈ થાય તેમાં કશું ખોટું થતું નથી તેવું લાગી રહ્યું છે. હવે ભાજપ એવી વાતો કરશે કે, હારની બીકે પાકિસ્તાને બાંગ્લાદેશને મુદ્દો બનાવીને ક્રિકેટ રમવાની ના પાડી દીધી. કેમ કે, હવે સરકારે પાકિસ્તાનના નિર્ણય સામે કંઈક તો કહેવું પડશે ને ?
પાકિસ્તાન સરકારે ભારત સાથેની મેચના બોયકોટની જાહેરાત કરી છે. ભારત-પાકિસ્તાનની બંને ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી. જોકે, હાલમાં એ નક્કી નથી કે જો ભારત અને પાકિસ્તાનની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં સામસામે આવશે ત્યારે પાકિસ્તાન રમશે કે નહીં. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપી હતી. ICCના આ નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સામેની મેચનો બોયકોટ કરી દીધો છે. પાકિસ્તાને રવિવારે જાહેરાત કરી કે તે T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન સરકારે આ નિર્ણય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી હટાવ્યા બાદ લીધો છે, બાંગ્લાદેશ સરકારે ભારતમાં રમવા અંગે સુરક્ષા ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC વર્લ્ડ T20 2026માં ભાગ લેવાની મંજૂરી આપે છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે રમાનારી મેચમાં મેદાન પર ઉતરશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
પતિના મૃત્યુના ચોથા દિવસે જ પત્ની બની નાયબ મુખ્યમંત્રી : આનું નામ “રાજકારણ”



