Face Of Nation 24-01-2026 : પોલીસ તંત્રને શરમજનક સ્થતિમાં મૂકી દે તેવું ચિત્ર આજે બગદાણા કેસમાં સ્પષ્ટ થયું છે. પોલીસે જે વ્યક્તિને ક્લિનચીટ આપી હતી તે જ આરોપી નીકળ્યો છે. આ વાતથી સ્પષ્ટ થયું છે કે, કેટલાક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ તવાયફ બનીને માયાના ઈશારે નૃત્ય કરતા હતા અને ઉઘાડા પડી ગયા. આરોપી જેટલી જ સજા હવે આ તમામ પોલીસને પણ મેળવી જોઈએ જે લોકોએ કાયદો નેવે મૂકીને એક ડાયરા કલાકારની ચાપલુસી કરી છે. આ ડાયરા કલાકારે તેના આરોપી પુત્રને બચાવવા માટે ભાજપના નેતાઓના પગ પકડવામાં કશું બાકી નથી રાખ્યું. તેવામાં ચોક્કસ કહી શકાય કે, ગામને છોડીને પહેલા માયાએ તેના જ ઘરમાં જ્ઞાન પીરસ્યું હોત તો આજે પુત્રના કરતૂતો બદલ ભાજપ નેતાઓના પગ પકડવાની કે પોલીસને ભલામણો કરાવવાની જરૂર ન પડી હોત.
એમ કઈ સત્તાધારી પક્ષની ભક્તિ કરવાથી તમારા તમામ કાંડ છુપાઈ જાય એવું નથી હોતું. આ વાત માયા આહીરને ખબર જ નહોતી. સ્ટેજ ઉપરથી મોદી અને ભાજપની ભરપૂર ભક્તિ કરી રહેલા માયા આહીરનો પુત્ર આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. બગદાણાના નવનીત બાલધીયા ઉપર હુમલો કરવાના કેસમાં માયા આહિરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેજ ઉપરથી લોકોને સુફિયાણી વાતો અને ડાયરાનું જ્ઞાન આપનાર માયાના ઘરમાં જ જ્ઞાનનો અભાવ જોવા મળ્યો છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ખરેખર લોકો કરતા માયા આહીરે પહેલા તેના ઘરમાં જ્ઞાન પીરસવાની જરૂર હતી તો કદાચ આજે તેનો પુત્ર જેલના સળિયા પાછળ ન હોત. પુત્રના કારનામાને લઈને માયા આહીરે ઘણા ભાજપના નેતાઓના પગ પકડ્યા હતા પણ સામે છેડે કોળી સમાજ મજબૂતાઈથી ઉભો હોવાથી માયાની ભાજપ ભક્તિ નિર્થક નીવડી. બીજી બાજુ પોલીસે પણ કરેલી માયાભક્તિ નિર્થક નીવડી છે અને સત્યનો વિજય થયો છે.
નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં સરકારે તપાસ SITને સોંપી હતી. આ તપાસ દરમ્યાન આજે માયા આહિરના પુત્ર જયરાજ આહીરની પોલીસે ધરપકડ કરી છે. રેન્જ આઇજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓનો નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલઈલ્સના આધારે જયરાજ આહીરને ત્રણ દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ બીજા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમામ પુરાવાને ધ્યાને લઈ આજે સવારથી SITની સાથે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે આજે ફરી જયરાજ આહીરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
માથે મોટા ચાંલ્લા કરીને શાહુકાર હોવાના દેખાવડા ક્યારેય તમારી સાચી ઓળખ લાંબો સમય છુપાવી નથી રાખતા આ બાબત માયા આહીરને કે તેના પુત્ર જયરાજ આહીરને ખબર જ નહિ હોય. બાપાએ ડાયરામાં બોલવામાં ભૂલ કરી અને કોઈએ માફી મંગાવી તેમાં ખોટું શું છે કે પુત્ર ગુંડાગીરી ઉપર ઉતરી આવે અને ઢોરમાર મારવાના કાવતરા કરી નાખે. જો માફી માંગવામાં એટલો જ શંકોચ લાગતો હોય તો બાપાને કહો કે ડાયરા બંધ કરીને ઘરમાં બેસે અથવા તો ડાયરામાં બોલવાનું ભાન રાખે નહીતો આવતીકાલે બીજો નવનીત ઉભો થશે અને માફી મંગાવી પડશે. ક્યાં સુધી અને કેટલા નવનીતને ઢોરમાર મારશો ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
અનાર પટેલ એટલું નબળું વ્યક્તિત્વ નથી જેને રાજકારણમાં આવવા માટે સામાજિક હોદ્દાની જરૂર પડે !



