Face Of Nation 11-01-2026 : અમદાવાદમાં વાડજના ક્ર્ષ્ણનગર વિસ્તારમાં આવેલું કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના તાંબાનું મંદિર અવારનવાર વિવાદનું કેન્દ્ર રહ્યું છે. અહીં કેટલાક વહીવટ કરનારાઓની આપખુદ્શાહીને લીધે જુના હરિભક્તોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મંદિર એક હરિભક્ત પાસેથી દાનમાં જગ્યા લઈને ઉભું કરવામાં આવેલું હતું. જે મંદિરને કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા હેઠળ લખી આપવા સામે વિવાદ ઉઠ્યો હતો. મોટાભાગના હરિભક્તો મંદિર લખી આપવાની વિરુદ્ધમાં હતા પરંતુ કેટલાક આચાર્યના જી હજુરી કરનારા હરિભક્તો કે જેમના ઘર સંસ્થાના આશીર્વાદ થકી ચાલી રહ્યા હતા તેઓએ મંદિર લખી આપવા સહમતી આપીને મંદિર કાલુપુર ટ્રસ્ટને નામે કરી દીધું હતું. હવે આ મંદિર જાણે કે, માલિકીનું હોય તેમ અહીં સભા કરવા માટે પણ વહીવટકર્તાઓ દ્વારા પૈસા માંગવામાં આવી રહ્યા છે.
વાત જાણે એમ છે કે, વાડજ સ્વામિનારાયણ મંદિરમાં કેટલાક વડીલ લોકો ભેગા મળીને દર રવિવારે કે અગિયારસ, પૂનમ જેવા વાર તહેવારોએ સભાનું આયોજન કરે છે. આ સભામાં તેઓ કીર્તન ભક્તિ કરે છે. આ સભામાં જે પૈસા ભેગા થાય તે પૈસા તેઓ તેમની પાસે રાખે છે. આ રકમ એટલી મોટી પણ હોતી નથી. યથાશક્તિ પ્રમાણે 100 કે 200 રૂપિયા જે કોઈ હરિભક્ત આપે તેને સ્વીકારવામાં આવે છે. જેનો ઉપયોગ તેઓ દ્વારા જયારે ગુજરાતના જુદા જુદા સ્વામિનારાયણ મંદિરે ટુરનું આયોજન કરવામાં આવે તે દરમ્યાન દાન-ધર્માદો લખાવવા કરવામાં આવે છે. અહીં નોંધનીય છે કે, મંદિરમાં ટુર લઈને ગયા હોય અને તે મંદિર તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોય તો તેનું મફત ન ખવાય તે આશયથી આ હરિભક્તો દાન-ધર્માદો લખાવે છે. જો કે, અહીં રહેલા કેટલાક વહીવટકર્તાઓએ તેઓને આ સભાના પૈસા મંદિરમાં જમા કરાવી દેવા અને જો જમા ન કરાવવા હોય તો મંદિરમાં સભા ન કરવા આદેશ કરી દીધો છે. આજકાલના આવેલા લબરમૂછિયા વહીવટકર્તાઓ જુના વડીલ હરિભક્તોને આવા હુકમો આપતા હરિભક્તોને લાગી આવ્યું હતું અને તેઓએ મંદિરની નજીક એક બીજા મકાનમાં સભા શરૂ કરી દીધી હતી. અણઘડ આયોજન અને બુદ્ધિ વિનાના વહીવટકર્તાઓને લીધે મંદિરના અનુયાયીઓ અન્ય સંસ્થા તરફ વળી રહ્યા છે અથવા તો ઘેર બેસીને ભગવાનનું નામ લેવાનું મુનાસીબ માની રહ્યા છે. આ વડીલ અને જુના હરિભક્તો સાચા છે કેમ કે તેમના મન બસ ભગવાન જ સર્વોપરી છે, તેથી તેઓ વારે તહેવાર તેમની ધાર્મિક આસ્થા અને નિષ્ઠા પ્રમાણે સેવાભક્તિ કરે છે. તેઓ સાધુઓ કે આચાર્યને એટલું મહત્વ આપતા નથી, કેમ કે આચાર્ય કે સાધુઓ કાંડ કર્યા પછી એવી ઈચ્છા ધરાવતા હોય કે હરિભક્તો માન સન્માન આપે અને સવાલ શુધ્ધા ન કરે તે હરિભક્તોમાં સ્થાન મેળવનારા આ લોકો નથી. જેને લીધે આચાર્ય અને લાલજી સહીત તેમની નજીક રહેલા સાધુઓની જી હજુરી કરી રહ્યા છે તેવા નમાલા લોકો આજે મંદિરને જાણે કે પોતાની બાપીકી જાગીર માની રહ્યા છે.
મંદિર એ ભગવાનનું સ્થાન છે, દેવસ્થાન છે. તે કોઈના બાપની માલિકીનું નથી કે કોઈ તેમાં સભાઓ કરવા માટે ના કહી શકે. જો કે ભગવાન આવા વહીવટકર્તાઓને પરચો આપે છે પણ તેઓ સુધરવાનું નામ નથી લેતા. ખેર ! મંદિરમાં ભક્તિના નામે પાખંડ કરવા આવનારાઓને ક્યારેય કર્મ છોડતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા કેટલાક લબરમૂછિયાઓ કે આજકાલના આવેલા વહીવટકર્તા બની બેઠેલા લોકો છે. જેમને વહીવટનું શૂરાતન ચઢ્યું છે અને આ વહીવટકર્તાની આડમાં તેઓ જાણે કે માલિકીપણું કરવા લાગે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે વધુ એક સાચા સાધુઓના સમૂહનો ભોગ લીધો !



