Home News કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે વધુ એક સાચા સાધુઓના સમૂહનો ભોગ લીધો !

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે વધુ એક સાચા સાધુઓના સમૂહનો ભોગ લીધો !

Face Of Nation 11-01-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અને લાલજીની ગાદીએ બેઠેલા બાપ-દીકરાની મંદિરો લખાવવાની જીદ આજે સમગ્ર સંપ્રદાયને વેરવિખેર કરી રહી છે. જેના બે મુખ્ય કારણ છે, અંધ હરિભક્તોનું ટોળું અને બોગસ સાધુઓની મંડળીઓ. તાજેતરમાં જ આ સંપ્રદાયના માસિક અંકમાં એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઠરાવ છે, સાધુઓની હકાલપટ્ટી કરવા અંગેનો. આ સંસ્થા માટે ખુબ જ શરમજનક કહી શકાય કે, જ્યાં એવા હરિભક્તોના ટોળા છે જેઓને સાચા સાધુઓ સામે વાંધો છે અને તેની સામે ફરિયાદો કરવામાં આવી રહી છે.  ખરેખર સંસ્થાએ આ ફરિયાદ કરનારાઓના નામ પણ જાહેર કરવા જોઈએ જેથી કે ખબર પડે કે એ ચહેરાઓ કોણ છે જેને સંપ્રદાયના વિકાસ કરતા વિનાશ કરવામાં વધારે રસ છે. જો કોઈ સાધુએ સંસ્થાના વિકાસ માટે ઉભી કરેલી પ્રોપર્ટી એટલે કે, મંદિર કાલુપુર આચાર્યને લખી આપે તો તેમને કોઈ વાંધો નથી કેમ કે, સાધુઓએ મહેનતથી ઉભી કરેલી સંસ્થાની આવક ઉપર આચાર્ય અને લાલજીએ નજર બગાડી છે તેથી જ જે સંસ્થાઓ નામે કરવામાં આવતી નથી તે તમામ સંસ્થાઓના સાધુઓને આરોપો લગાડી કાઢી મુકવામાં આવી રહ્યા છે. જે સાધુઓ સેક્સ સીડી કાંડમાં સપડાયેલા હતા અને મંદિરે તેમને હાંકી કાઢ્યા હતા તેવા સાધુઓએ જીહજૂરી કરતા તેમને મંદિરોમાં મહંત બનાવી દેવામાં આવ્યા છે. જે બાબત સંસ્થા, સંસ્થામાં રહેલા મૂકપ્રેક્ષક નમાલા હરિભકતો અને ધર્મકુળની માનસિકતા છતી કરે છે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં હવે સાચા સાધુઓ ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. અહીં અંધ હરિભક્તોના ટોળા છે. જે ભગવાનના નામે ભક્તિની આડમાં પાખંડ કરનારા સાધુઓને છાવરે છે, પગે લાગે છે અને સાચા સાધુઓનો વિરોધ કરીને બહિષ્કાર કરી સંપ્રદાયમાંથી બહાર કરવા ફરિયાદો કરે છે. તાજેતરમાં કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિત કરવામાં આવતા માસિક અંકમાં જણાવવામાં આવ્યું છે કે, “શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરુપદાસજી ગુરુ ધ્યાની સ્વામી હરિસ્વરુપ દાસજી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કલોલ અંગે સ્થાનિક હરિભક્તો તેમજ દેશ-વિદેશના અનેક હરિભક્તો તરફથી સંપ્રદાયના સિદ્ધાંતો વિરુદ્ધ ચાલતી પ્રવૃત્તિ અંગે વારંવાર ફરિયાદ આવેલ છે. જેના  થકી સંપ્રદાયને તેમજ શ્રી નરનારાયણ દેવને લાંછન લાગે છે. આ અંગે શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજીને અનેકવાર લેખિત જાણ કરવામાં આવી છતાં તેમના તરફથી સંતોષકારક જવાબ મળ્યો નથી. તેમજ તેઓએ દેશ વિદેશમાં જે કાંઈ પ્રોપર્ટી-સંસ્થા ઉભી કરી છે તેની કોઈ પણ આજ્ઞા તથા પરવાનગી કાલુપુર મંદિર-આચાર્ય મહારાજ શ્રી કે ટ્રસ્ટી મંડળની લીધી નથી તેમજ તે અંગે કોઈ વાતચીત કે લખાણ આપ્યું નથી. આજરોજ સુધી તેમના વર્તનમાં કોઈ ફેરફાર થયેલ નથી. તેથી હવે આ બાબતે વિચારવાનું રહેતું નથી. શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી અને તેમના સંત-પાર્ષદ મંડળનું નામ આજથી અમદાવાદ મંદિરના ત્યાગી પત્રકમાંથી કમી કરવાનું ઠરાવવામાં આવે છે. આ અંગે આગળની કાર્યવાહી કરવા માટે ત્યાગી પંચના સભ્યો દ્વારા પ.પૂ.ધ.ધૂ. આચાર્ય મહારાજશ્રી અને ટ્રસ્ટ બોર્ડને વિનંતી કરવામાં આવે છે.”
આ ઠરાવમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો કેટલાક સવાલો ઉભા થાય તે સ્વાભવિક છે. સવાલ 1. શું પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમના મંડળ દ્વારા એવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે કે જે સંસ્થાનું નામ બગાડે છે કે કલંકિત કરે છે ? સવાલ 2. એવા ક્યા સ્થાનિક અને દેશવિદેશના હરિભક્તો છે જે આ સંસ્થાની કામગીરી સામે વિરોધ કરે છે ? સવાલ 3. આ સાધુઓએ એવું કયું કામ કર્યું છે જેનાથી સંપ્રદાય અને નરનારાયણ દેવને લાંછન લાગ્યું છે ? સવાલ 4. સંપ્રદાયનો કે ભગવાનનો પ્રચાર કરવા માટે પણ શું પરવાનગી લેવાની હોય છે ? સવાલ 5. સાધુઓને પ્રોપર્ટી કે સંસ્થાઓની શું જરૂર છે તેવી જ રીતે સાધુઓ જે મંદિરો બનાવે છે તે પ્રોપર્ટી કાલુપુરના નામે કરી દેવાની જીદ પણ કેટલી યોગ્ય છે ? સવાલ 6. ત્યાગી પત્રકમાંથી નામ કમી કરી દેવાથી શું કાલુપુર મંદિરને નુકશાન થશે કે પ્રેમસ્વરૂપ સ્વામીના મંડળને ? સવાલ 7. આચાર્યની મરજી વિના કયું ત્યાગી પંચ કાર્ય કરે છે જે પંચ દ્વારા આચાર્ય અને ટ્રસ્ટ બોર્ડને કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે ? આ સવાલોના કોઈ જવાબો પણ આપવાની હિંમત આ નમાલા ભક્તોના ટોળામાં નથી જ તેમ કહેવામાં કોઈ બે મત નથી. અંધ ભક્તોના ટોળાને આવા સવાલો ક્યારેય થશે પણ નહીં તેથી ત્યાગી પંચ, ટ્રસ્ટીઓ અને આચાર્ય તેમને મનફાવે તેમ કરવામાં કોઈ કસર બાકી રાખશે નહિ.
અહીં કરવામાં આવેલા આક્ષેપો તદ્દન જુઠ્ઠા અને પાયાવિહોણા લાગી રહ્યા છે. ત્યાગી પંચના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, આ અંગે શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજીને અનેકવાર લેખિત જાણ કરવામાં આવી છતાં તેમના તરફથી સંતોષકારક જવાબ મળ્યો નથી. જે બાબત માન્યામાં આવે તેવી નથી. કેમ કે, પ્રેમસ્વરૂપ સ્વામી ક્યારેય સંસ્થા વિરુદ્ધ કામગીરી કરે તેમ નથી. તેઓએ મંદિરને સમયાનુસાર લેખિત જવાબો પાઠવ્યા જ હશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. જો કે મુખ્ય બાબત એ જ ખટકી છે કે, આચાર્યની માંગ સામે મંદિર અને ગુરુકુળ કેમ લખી આપવામાં ન આવ્યું. છેલ્લા ઘણા સમયથી આચાર્ય અને લાલજીની એક પેટર્ન થઇ ગઈ છે કે જે સાધુ આપડા તાબે ન થાય કે જે સાધુ સાચું બોલે તેની ઉપર આરોપો મૂકીને સંસ્થામાંથી કાઢી નાખવામાં આવે. જેનાથી સંસ્થાનું જ અધઃપતન થઇ રહ્યું છે તેમ કહેવામાં પણ કોઈ શંકોચ નથી.
ખુબ જ શરમજનક બાબત છે, કે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા આચાર્ય અને લાલજી જે કાર્યક્રમનું આયોજન કરે છે તેવા કાર્યક્રમોનું આયોજન વડતાલ, બીએપીએસ સંપ્રદાયના સાધુઓ એકલા હાથે વર્ષમાં પાંચથી છ વાર કરે છે સાથે જ કથાના કાર્યક્રમો તો ચાલુ જ રાખે છે. આ કાર્યક્રમમાં માત્ર આચાર્ય અને પ્રમુખ સ્થાને આવીને આચાર્ય બિરાજે છે અને ભક્તોને આશીર્વચન આપે છે. જેનું મુખ્ય કારણ સાચા સાધુઓની સંસ્થા દ્વારા કરવામાં આવતી યોગ્ય કિંમત છે.  ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ કહેવાય કે, લાલજી અને આચાર્યએ ખુદ સંસ્થાના નામે થતા કાર્યક્રમમાં આવીને બધું આયોજન જોવું પડે છે. આ વાત સ્પષ્ટ ચાડી ખાય છે કે હવે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય પાસે એવા કોઈ બુદ્ધિશાળી કે મજબૂત સાધુઓ નથી કે જે એકલા હાથે મોટું આયોજન કરી શકે. ખરેખર આ સંસ્થા સાચા અને બુદ્ધિશાળી પ્રમાણિક સાધુઓ માટે રહી પણ નથી હવે.
જે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના હાલના મહંત સ્વામી સેક્સ સીડી કાંડમાં સપડાયા હતા ત્યારે આ ત્યાગી પંચના સભ્યો કે હરિભક્તો કયા હતા જે અત્યારે સાચા અને સારા સાધુઓ ઉપર આક્ષેપો કે અરજીઓ કરવા મેદાને આવ્યા છે. વર્ષ 2005માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સેક્સ સીડી કાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ સેક્સ સીડીકાંડ મામલે હાલના કાલુપુર મંદિરના મહંત પીપી સ્વામીને ઝડપી લેવામાં આવ્યો હતો. લાલજીની નગ્ન સેલ્ફી લીલા પ્રકાશમાં આવી ત્યારે જેતલપુરના પીપી સ્વામીએ જ ફેસ ઓફ નેશનને હાલમાં કાલુપુરમાં મહંત પદે રહેલા નાના પીપી વિરુદ્ધ ક્રાઇમબ્રાન્ચે જાહેર કરેલી નોટિસ મોકલાવી હતી. આજે આ જ સીડીકાંડનો આરોપી પીપી સ્વામી નામનો સાધુ કે જેને મુખ્ય મંદિરનો મહંત બનાવી દેવામાં આવ્યો છે ત્યારે કેમ કોઈ હરિભક્ત કે ત્યાગીપંચ ફરિયાદ કરવા આગળ નથી આવતો, કેમ કે ત્ત્યાગી પંચમાં કોઈ સાચા સાધુઓ જ નથી ? કેમ કે ત્યાગી પંચ આવા આરોપી બની ચૂકેલા સાધુઓથી જ ચાલે છે ? કે જે ક્યારેય સંસ્થાના વિકાસની કે સંસ્થાના હિતની વાત કરી જ ન શકે. ખેર ! જ્યાં ખુદ નમાલા હરિભક્તોના ટોળા હોય ત્યાં કેન્દ્ર સ્થાને કાંડ જ થતા હોય તેમ કહેવામાં કોઈ બે મત નથી. સંસ્થા ખવડાવે છે અને હરિભક્તોને ખાવા મળે છે એટલે બધું ચુપચાપ ચાલે છે. બાકી જો તટસ્થતા, સચ્ચાઈ અને ધર્મની જ વાત હોય તો આ તમામ ખોટા કાર્યો સામે અવાજ ઉઠવો જ જોઈએ. ધર્મ કે સંસ્થાએ જાહેર છે કોઈના બાપની માલિકીની નથી. જો હોય તો આવી સંસ્થાઓએ મંદિરના ગેટ ઉપર બોર્ડ મારી દેવા જોઈએ કે, “આ સંસ્થા કે મંદિર અમારી માલિકીનું છે, જાહેર નથી” અને જે દિવસે આવા બોર્ડ લાગશે તે દિવસે ભગવાનની કોઈ મર્યાદા જ નહિ હોય તેમ કહેવામાં કોઈ બે મત નથી.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://chat.whatsapp.com/B70iYWBxAMHJhA5Bgpo5hU આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓની આપખુદશાહી, “સભા કરવી હોય તો પૈસા આપો” !

ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?