Face Of Nation 03-01-2025 : માયા આહીર સહીત કેટલાક ડાયરા કલાકારો જયારે મોદી કે ભાજપ કેન્દ્રમાં સત્તામાં નહોતું ત્યારે સ્ટેજ ઉપરથી તેમની ભરપૂર મિમિક્રી કરતા હતા. આ મિમિક્રીના કેટલાય વિડીયો સોશિયલ સાઈટો ઉપર ઉપલબ્ધ છે. છેલ્લા ઘણા સમયથી પુત્રના રાજકીય પ્રવેશની ઈચ્છાએ માયા આહીરે ભાજપની શરણ લઈને ભાજપ ભક્તિ શરૂ કરી છે. આ ભાજપ ભક્તિ બાદ માયા આહીરનો પુત્ર જાણે કે બેફામ બની ગયો છે. જેને લઈને માયા આહીરનો પુત્ર જયરાજ આહીર ભાજપના કાર્યક્રમોમાં નેતાના રુઆબે ગળામાં કેસરિયો પહેરીને પહોંચી જાય છે. માયા આહીરને કારણે લોકો તેને આવકાર પણ આપે છે. જેને કારણે જયરાજને બેફામ બનવાનું જાણે કે શૂરાતન ચઢી ગયું છે. ભાજપના નેતાઓ સાથે ઘરોબો હોવાથી પોલીસ કે કાયદો શું તોડી લેશે તેવા ભ્રમ સાથે માયા આહીરનો પુત્ર ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યો હોય તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. તાજેતરમાં જ બગદાણાના સરપંચ ઉપર થયેલા હુમલા બાદ માયા આહીરના પુત્રની ગુંડાગીરી ઉઘાડી પડી છે.
મુંબઈના એક કાર્યક્રમમાં બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે કરેલી ટિપ્પણી બાદ માફી માગવામાં આવી હતી. પિતા પાસે માફી મંગાવતા બગદાણાના જ નવનીત બાંધણીયા વિરુદ્ધ માયા આહિરના પુત્ર જયરાજ આહીરને લાગી આવ્યું હતું. જો કે, પિતાએ બોલવામાં ભૂલ કરી હોય તો તેની માફી મંગાવી પડે એમાં કોઈ બેમત નથી. આ માફીના વિડીયો બાદ આ મામલે માયા આહીર અને તેમના પુત્ર જયરાજ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખોસ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
નવનીત બાલધીયા ઉપર હુમલો કરનાર આરોપીઓનો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે આ વીડિયો માયાભાઈના ફાર્મ હાઉસનો છે અને નવનીતભાઈને માર્યા એ પહેલાંનો વીડિયો હોવાનું પણ જણાવાયું છે. માયા આહીર ભાજપના નેતાઓ અને કેટલાક પોલીસ અધિકારીઓની નજીક હોવાથી આ સમગ્ર મામલે ભીનું સંકેલી લેવાના પ્રયાસો થઇ રહ્યા છે અને માયા આહિરના પુત્રનું નામ આ કેસમાં ન આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે. જો કે, કોળી સમાજના પ્રમુખ અને ભાજપના નેતા એવા હીરાભાઈ સોલંકી આ મામલે મેદાને આવ્યા છે અને ભોગબનનાર ને ન્યાય અપાવવાની માંગ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
ભક્તો આનંદો ! : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના દાન-ધર્માદાના પૈસે લાલજીનું બાલીમાં “હનીમૂન” થયું ?
ભાવેશ અને ભાર્ગવ ઝિલીયાનું મસ્તાની ગ્રુપ બન્યું “સ્ટેટ ઓફ રામાધણી” ટ્રેન્ડ



