Face Of Nation 24-04-2026 : ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આ વખતે યોજાનારી ચૂંટણીનો માહોલ ડામાડોળ દેખાઈ રહ્યો છે. અત્યાર સુધી જે રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપનો જ મજબૂત ટકરાવ થતો હતો ત્યાં આજે આમ આદમી પાર્ટી અને ભાજપનો ટકરાવ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી મજબૂત બની ગઈ છે. મતદાનના દિવસે જ ભાજપ મોદીકાર્ડ ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. મોદી અને અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવા આવશે. મતદાનની આગલી રાત્રે એટલે કે, 25મી એપ્રિલે જ ભાજપના આ બંને દિગ્ગ્જ નેતાઓ ગુજરાત આવી જશે તેવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી મળી છે. દરેક ચૂંટણીની જેમ આગામી મતદાનના દિવસે જ મોદી મીડિયા થકી લોકોને સંબોધે તેવી શક્યતા છે. સામાન્ય રીતે મોદી રોડ શો કરતા નથી પરંતુ ગાડીમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલે છે અને રોડ શો થઇ જાય છે. તે સમયે ચૂંટણી પંચ હંમેશા મૂંગુ રહે છે. શુક્રવાર મધરાતથી પ્રચાર પ્રસાર પણ શાંત થઇ જશે. તમામ પક્ષ માટે શનિવારની રાત કતલની રાત કહેવાશે અને ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.
તમામ રાજકીય પક્ષોનો ચૂંટણી લક્ષી પ્રચાર પ્રસાર મતદાનના એક દિવસ અગાઉથી જ બંધ કરી દેવામાં આવે છે, એટલે કે શુક્રવાર રાતથી પ્રચાર પ્રસાર બંધ થઇ જશે. વિસ્તારોમાં એક નીરવ શાંતિ છવાઈ જશે. મતદાન બુથ નજીકથી પણ રાજકીય પક્ષોના બેનર્સ અને ઝંડાઓ ઉતારી લેવામાં આવશે. પ્રચાર પ્રસાર શાંત થઇ જતા જ બેઠકોનો દોર શરૂ થશે. જો કે, આ ચૂંટણીમાં અમદાવાદ સહીત ઠેર ઠેર શહેરો અને ગામડાઓમાં ભાજપ વિરુદ્ધ લોકોનો રોષ જોવા મળ્યો છે. ઉમેદવારો અને કાર્યકરોને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું છે, ત્યારે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે. જો કે, ગુજરાત ભાજપનો ગઢ હોવાથી ભાજપ જ સત્તામાં આવશે પરંતુ મજબૂત વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી બને તેવું લોકો અનુમાન કરી રહ્યા છે. પ્રજાના વિરોધને ખાળવા માટે ભાજપ મોદીકાર્ડ ઉતરવાની તૈયારીમાં છે. તમામ ચૂંટણીની માફક આ ચૂંટણીમાં પણ છેલ્લા દિવસે અથવા તો ચૂંટણીના દિવસે જ મોદીકાર્ડ રમવાની રણનીતિ ભાજપ અપનાવશે.
સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં મતદાનના દિવસે જ ભાજપના સર્વેસર્વા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરીને મીડિયા થકી સમગ્ર ગુજરાતને સંબોધે છે. એક તરફ ચૂંટણી ચાલતી હોય છે બીજી તરફ તમામ ન્યુઝ ચેનલો ઉપર મોદીનું નિવેદન ચાલી રહ્યું હોય છે. આ નિવેદનથી મોદી પ્રચાર કરી નાખે છે તેમ છતાં આજદિન સુધી ચૂંટણીપંચે આ બાબતને ક્યારેય ગંભીરતાથી લીધી નથી કેમ કે, તેઓ સત્તાધારી પક્ષના વડાપ્રધાન છે. 2021માં યોજાયેલી ચૂંટણીમાં પણ કોરોના હોવા છતાં મોદીએ રોડ શો કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય શ્રી રામ”ના નારા લગાવે છે
ભગવાધારી રાજકારણી, ધર્મનો નહીં સત્તાનો એજન્ટ : વડતાલનો નૌતમ ધર્મને છોડી સત્તાના પ્રચારમાં વ્યસ્ત
ભૂવો ધૂણે તોયે નાળિયેર તો ઘર ભણી જ નાખે : જીગ્નેશ ઠાકરની કથાનો વહીવટદાર તેનો જ ભાઈ ભાર્ગવ ઠાકર !



